________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૨
પ્રવચન નં. ૨૩ કરે છે ત્યારે તે અપેક્ષાએ તે ભૂતાર્થ છે. સત્યાર્થ છે. અને એનો અનુભવનો કાળ આવે છે ત્યારે (અભૂતાર્થ છે). (નય) ભૂતાર્થ ક્યાં સુધી છે? જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ નથી અને પરોક્ષ છે ત્યાં સુધી પરોક્ષમાં આત્માનો સ્વાદ્ ન આવે..આનંદ ન આવે. પરોક્ષમાં પરોક્ષપણે જ્ઞાન થાય છે અનુમાનથી તેમાં અનુભવ નથી. કેમકે તે ઉપયોગની સાથે રાગ ઉત્પન્ન થાય છે ભેગો.
અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહીં આલિંગીત કરાયેલા” , નયમાં જ્ઞાનની ચંચળતા હતી, એ ચંચળતા ઓછી થવા માંડે છે, ઓછી થતાં થતાં એ ચંચળતાનો અભાવ થઇ જાય છે. સવિકલ્પનય ચાલી જાય છે અને નયજ્ઞાનથી જુદું જ્ઞાન (પ્રગટ થાય છે). કળશ ટીકામાં આવે છે ને..“નય જ્ઞાનથી જુદું જ્ઞાન” તે આ (બન્નેથી નહીં આલિંગીત)
હવે જ્યારે આ દ્રવ્ય અને આ પર્યાય એમ ક્રમે ક્રમે ચંચળતા હતી નિર્ણય વખતે... આ દ્રવ્યનું લક્ષણ...આ પર્યાયનું લક્ષણ વગેરે. આ સાપેક્ષ અને આ નિરપેક્ષ વગેરે એ બધું ગયું. હવે દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહીં આલિંગીત કરાયેલા એવાં શુદ્ધ વસ્તુમાત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થને અસત્યાર્થ છે. વિકલ્પ છૂટી જાય છે. અને દ્રવ્ય પર્યાયનું જ્ઞાન રહી જાય છે. (ક્રમથી જાણતો તો) તેમાં દ્રવ્ય પર્યાયનું જ્ઞાન નહોતું પણ ખરેખર અજ્ઞાન હતું, ઇન્દ્રિયજ્ઞાન હતું, અથવા પરોક્ષજ્ઞાન હતું. તે અજ્ઞાનમાં (આનંદનો ) સ્વાદ ન હતો
હવે “દ્રવ્ય પર્યાય બન્નેને નહીં આલિંગીત' કેવા શબ્દ મૂકયા છે..કારણ કે હવે જ્ઞાન અક્રમમાં આવી ગયું. (નયમાં) જ્ઞાન ક્રમે આવતું ને? એકને જાણે અને બીજાનું જાણવું રહી જતું હતું, તેને વિષયનો પ્રતિબંધ હતો. જ્યારે દ્રવ્યનો વિચાર કરે છે ત્યારે પર્યાયનું જ્ઞાન એ વખતે ઉપયોગાત્મક નહોતું. અને પર્યાયને ઉપયોગાત્મક લ્ય છે જ્ઞાનમાં ત્યારે દ્રવ્ય ઉપયોગાત્મક રહેતું નથી.
હવે શું કરવું? આ નયાના વિકલ્પ કેમ છૂટે? આહા...હા! એક શાયકભાવ તે જ હું છું એમાં જ્યાં ઉપયોગ લાગ્યો ત્યાં દ્રવ્યનું જ્ઞાન થયું અને આનંદની પર્યાય જે પ્રગટ થઈ તેનું જ્ઞાન પણ થયું. જ્ઞાન એક સમયમાં અક્રમે બન્નેને જાણે છે. એટલે વિષયનો પ્રતિબંધ રહેતો નથી. બધું જણાઇ ગયું. શેય પૂર્ણ થઇ ગયું (નયમાં) ઓમાં શેય અધુરૂં રહેતું હતું - તેમાં શેયના બે કટકા થતાં હતાં. કેમ કે ક્રમે ક્રમે જાણવું થતું હતું એટલે હવે અનુભવના કાળમાં શુદ્ધ વસ્તુમાત્રનો જ્યાં અનુભવ થયો ત્યાં તમામ પ્રકારના નયોના વિકલ્પો શાંત થાય છેપ્રત્યક્ષ અનુભવ થાય છે. ઓમાં (નમાં) પરોક્ષ હતું આમાં (અનુભવમાં) પ્રત્યક્ષ છે. નયમાં ઈન્દ્રિયજ્ઞાન હતું આમાં અતીન્દ્રિયજ્ઞાન છે – આનંદ આવે છે.
“શુદ્ધ વસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.” અનુભવ કરતાં અસત્યાર્થીને અભૂતાર્થ થયું. બન્ને વિકલ્પ ગયા. મનનાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com