________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૬૩ સંગે બન્નેના વિકલ્પ જાણવાના જે થતા હતાં તે શાંત થઇ ગયા. વિકલ્પ અસ્ત થઇ ગયા અને એકલું જ્ઞાન પ્રગટ થયું. (નયમાં) ઓલું વિકલ્પ સાથેનું જ્ઞાન હતું. વિકલ્પ ઉત્પન્ન થતો હતો જ્ઞાન પણ પ્રગટ થતું હતું, એ ઇન્દ્રિયજ્ઞાનનો ધર્મ હતો. અતીન્દ્રિયજ્ઞાનના ધર્મમાં વિકલ્પ શાંત થઇ જાય છે. “સ્વયં શાંત મોહા” વિકલ્પ કોઈ રહેતો નથી.
કળશટીકામાં કહે છે – અનુભવના કાળમાં બધા વિકલ્પો છૂટે છે. કાંઇ બાકી રહે છે? બધા જ વિકલ્પો છૂટી જાય છે તેવો પાઠ છે, એટલે સ્વરૂપનાં વિચાર વિલીન પામે છે. દ્રવ્ય પર્યાય પોતાનું સ્વરૂપ છે ને તેનો વિચાર વિલીન થાય છે. “મન પાવે વિશ્રામ” (અનુભવના કાળે) મન મરી જાય છે. મનનું કામ તો માત્ર આંગણા સુધી લઈ જવાનું છે. તે અંગુલીનિર્દેશ કરે છે પરંતુ પછી મન કામ કરતું નથી. અનુભવ મનાતીત થાય છે. આત્માનો અનુભવ કરતાં (વિકલ્પો) અસત્યાર્થીને અભૂતાર્થ છે. અભેદમાં ભેદ દેખાતો નથી.
જુઓ! વ્યવહાર સ્થાપીને વ્યવહારનો નિષેધ કરાવતા જાય છે.અને નિશ્ચય તરફ લઇ જાય છે. આ એક જ પદ્ધતિ છે. વ્યવહાર સ્થાપે છે ઉથાપવા માટે વ્યવહારનયનું જ્ઞાન કરાવે છે તે પણ નિષેધ કરવા માટે ત્યાં રોકવા માટે નહીં અને એ (વ્યવહારનય) સત્યાર્થ છે, તે આત્મા છે તેમ જ ચોંટી જાય તો મરી જાય-પર્યાયદષ્ટિ થઇ જાય. જીવો જાણવાના ભેદપ્રભેદના વિષયમાં અટકી જાય તો દ્રવ્ય સુધી પહોંચી શકે નહીં. કેમ કે તેને ભેદનો નિષેધ નથી આવતો.
જ્ઞાયકને જાણતો નથી તેને એમ સમજાવે છે કે- જ્ઞયને જાણે છે માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. તો ચોંટી ગયો કે શયને જાણે તો જ્ઞાયક. આ હા..હા! તે બહિર્મુખ રહી ગયો. તેનું શેય બદલ્યું નહીં.
(શ્રોતા-શયને જાણે છે માટે જ્ઞાયક તેની મનાઇ નથી પણ તેનું જ્ઞય બદલાવું જોઇએને ?) શેય બદલવા માટે જ કહ્યું “તું, એ શેયને જાણે માટે આત્મા એમ કહ્યું નથી, પણ જે જ્ઞાયકને સમજતો નથી તેને કોઇને કોઇ વ્યવહાર દ્વારા સમજાવે છે. જ્ઞયને જાણે છે તે આત્મા તેમ એને સમજાવવું નથી. જ્ઞયને ન જાણે તે આત્મા એમ સમજાવવું છે. જ્ઞાયકને જાણે તે આત્મા એમ તેને કહેવું છે.
વ્યવહારનય માત્ર પરમાર્થનું પ્રતિપાદન કરે છે, પણ તેથી વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી, શયને જાણે છે તે આત્મા તો ત્યાં ચોંટી ગયો. આહા..હા ! લાકડાને બાળે તે અગ્નિ તેવું લાકડું ગરી ગયું.....નિશ્ચય વિના સ્વરૂપને પામતો નથી. નિશ્ચય વિના તે અગ્નિના સ્વરૂપને દેખી શકતો નથી. અગ્નિ નિરપેક્ષ છે. લાકડાને બાળવાના કાળે પણ અગ્નિ તો અગ્નિથી જ છે, અને લાકડાને ન બાળતી હોય ત્યારે પણ અગ્નિ અગ્નિથી જ છે. એમ જ્ઞાયક પરમાત્મા પરને જાણતો હોય તો પણ જ્ઞાયક છે અને સ્વને જાણતો હોય તો પણ જ્ઞાયક છે. જ્ઞાયક તો જ્ઞાયક છે. આ વસ્તુની સ્થિતિ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com