________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩/૬
પ્રવચન નં. ર૭ એક સમયનું કામ છે. જેમ કેવળી ભગવાન એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવને જાણે છે તેમ છમસ્થ હરણિયાને દેડકાને અનુભવનાં કાળમાં એક સમયમાં, ધ્રુવનું અવલંબન કરતાં; ઉત્પાદ્દવ્યયધુવયુક્ત સનું જ્ઞાન થઈ જાય છે. જંગલનું હરણિયું પ્રવચનસાર ભણી લ્ય છે.
આહા..હા ! એક આત્માના આશ્રયથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. જેને આત્માનો અનુભવ થયો તે સર્વ જિનશાસનનો અનુભવી થઈ ગયો. આત્માની અનુભૂતિ કહો કે જિનશાસન કહો. જિનશાસન ક્યાં છે? જિનશાસન બહારમાં નથી આત્માની અનુભૂતિ અર્થાત્ અતીન્દ્રિય-સમ્યક્દર્શન-જ્ઞાનના અંતર્મુખ જે પરિણામ થાય છે તે આત્માની અનુભૂતિ છે–તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આ અતીન્દ્રિય આનંદનો જે સ્વાદ પર્યાયમાં આવ્યો તેનું નામ જિનશાસન છે. રાગનો અનુભવ થાય છે તે જિનશાસન નથી.
પહેલાં તો જયપુર જતો હતો ને ? હવે શારીરિક અવસ્થાને લઈને નથી જતો. હું જતો ત્યારે વિદ્યાર્થીઓ કહે-રહિતપૂર્વક સહિતની રમતવાળા પંડિતજી આવ્યા છે. એકાંતે રહિત પણ નથી અને એકાંતે સહિત પણ નથી, તે ધ્યાન રાખવું.
આત્મા પરિણામમાત્રથી રહિત છે. પ્રમત્ત-અપ્રમત્તથી રહિત લખ્યું છે કે નહીં? ચૌદગુણસ્થાનથી રહિત છે કે નહીં!? રહિત છે-તેવા દ્રવ્ય સ્વભાવનું અવલંબન કરવાથી અનુભૂતિ થાય છે. તે અનુભવથી આત્મા સહિત છે તો અનુભૂતિ આત્મા છે કે અનાત્મા છે? અનુભૂતિ તો આત્મા છે પરંતુ તે જ્ઞય છે ધ્યેય નથી-તે ધ્યાન રાખવું.
તો કોઈ કહે કે પર્યાયથી સહિત તો અમે પહેલેથી જ કહીએ છીએ, તમે તો પછી કહ્યું ! તો શું અમે ખોટા છીએ? પર્યાયથી સહિત તો અમે પહેલેથી જ કહીએ છીએ. તમે ઉત્પાવ્યયધ્રુવમાં બે કટકા શા માટે કરો છો? ભાઈ ! કટકા કરીને પછી અમે સાંધી લઈએ છીએ. કટકા ને કટકારૂપે રાખતા નથી. સાંધીએ છીએ તો પણ સામાન્ય તો સામાન્ય અને વિશેષ તો વિશેષ જ રહે છે. જ્ઞાનપ્રધાનથી જુઓ તો એક સત્તા છે અને નય પ્રધાનથી જુઓ તો બે સત્તા છે. અત્યારે નયથી પણ ન જુઓ અને પ્રમાણથી પણ ન જુઓ. જેવું છે તેવું જ્ઞાનમાં આવી જાય છે-નયપક્ષ રહેતો નથી.
અમારી પાસે તો ઘણાં પ્રશ્નો આવે છે કે-ઉત્પાદુવ્યયધ્રુવયુક્તસતુ તે એક સત્તા છે, તો તેના બે ટૂકડા શા માટે કરો છો ? બે ટૂકડા કર્યા પછી હું તેને સાધુ છું બે ટૂકડા છૂટા રહે તેમ રહેતું નથી. કહે-પર્યાયને અલોકમાં મોકલી આપી અને દ્રવ્ય અહીંયા પડયું રહે તેમ નથી. તો શું છે? કેઃ એક દષ્ટાંત આપું. દષ્ટાંત સાદો છે પણ સમજમાં આવી જાય તેવો છે.
મુંબઈ નગરી અને તેમાં ઝવેરી બજાર તેમાં ભીડ ઘણી હોય છે. એક માણસ બજારમાં નીકળ્યો, ઝભ્ભો સીવડાવવો છે. ઝભ્ભાની સિલાઈ સો રૂપિયા થઈ ગઈ છે. તેને તો સો રૂપિયા સિલાઈના નથી આપવા. સિલાઈ કર્યા વગરનું બે મીટરનું કપડું ઓઢી લીધું. પાઘડી ગઈ, ટોપી ગઈ ઉઘાડું માથું તો છે જ. તે બજારમાં નીકળ્યો, ભાઈ સાહેબ! કોણ ગૂજરી ગયું છે? વળી થોડા આગળ ગયા તો બીજા-ત્રીજો સંબંધી મળ્યો તેણે પણ એમ જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com