________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૩૦૭ પૂછયું કેઃ કોણ મરી ગયું છે? બધાએ એમ જ પૂછયું. હવે તેને વિચાર આવ્યો કે ઝભ્ભાની સિલાઈના સો રૂપિયા ખર્ચા વિના ચાલશે નહીં. કપડું લઈને તે દરજીની પાસે ગયો-દરજીએ હાથમાં કાતર લીધી! તે ભાઈ ક–અરેરે ! કપડાંને કાપશો નહીં. તો તારે શું કરવું છે આ કપડાંનું? મારે ઝભ્ભો સીવડાવવો છે. ઝભ્ભો તો કટકા કર્યા વિના સીવાશે નહીં. સારું તો હું હવે સમજી ગયો કે-કપડાંને કાપવું તો પડશે. દરજી કહું–હું તને કટકા નહીં આપું. સાંધી આપીશ. તે સિલાઈ એટલી ઝીણી કરીશ કે સાંધો દેખાશે નહીં. સિલાઈ કરવાથી બે જુદા દેખાતા નથી, એક દેખાય છે. એક છે નહીં, ટૂકડો થયા પછી સર્વથા ભિન્ન નથી રહેતો અને સર્વથા અભિન્ન પણ થતો નથી. જો સર્વથા ભિન્ન હોય તો તે ઝભ્ભો નથી.
હવે સિદ્ધાંત-તેમ જ્ઞાયક ઉપર દષ્ટિ જાય છે તો દષ્ટિ અને દૃષ્ટિનો વિષય ભિન્ન હોવા છતાં કથંચિત્ અભિન્ન જ્ઞય થાય છે-તેનું નામ ઉત્પાવ્યયબ્રુવયુક્ત સત્ છે. આહા! ત્રિકાળ સત્ ને ક્ષણિક સત્ છે તો સત્ બે, તો પણ એટલું અનુસંધાન થઈ જાય છે કે પદાર્થની અપેક્ષાએ એક જ સત્ છે. નયની અપેક્ષાથી બે સત્ જુદા-જુદા છે, તેવું જ્ઞાનમાં એક સમયમાં અક્રમે આવી જાય છે. રહિતપૂર્વક સહિતનું જ્ઞાન થઈ જાય છે. એકાંતે રહિત છે તો સાંખ્યમતી છે. સર્વથા સહિત કહે તો પણ એવું સ્વરૂપ નથી. પરંતુ કથંચિત્ રહિત સહિતનું જ્ઞાન અનુભવ પછી થાય છે. પહેલાં તો સર્વથા લેવું. પરિણામ માત્રથી મારો આત્મા સર્વથા ભિન્ન છે.
એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ”, ત્યાંથી શરૂઆત થઈ છે. આત્મા અનંતગુણથી એકરૂપ અને પરિણામ માત્રથી જુદો છે-તેવું દષ્ટિમાં આવવાથી દષ્ટિ દ્રવ્યમાં વ્યાપી જાય છે. ફેલાય જાય છે. દષ્ટિ અને દષ્ટિનો વિષય ભિન્ન હોવા છતાં એક શેયની અપેક્ષાથી અભિન્ન છે. એક શેયની અપેક્ષાથી તે પરિણામ દ્રવ્યથી અભિન્ન છે. ધ્યેયની અપેક્ષાએ ભિન્ન છે. શેયની અપેક્ષાએ અભિન્ન છે. ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. ભિન્નનો વિકલ્પ ગયો અભિન્નનો વિકલ્પ ગયો-જેમ છે તેમ શ્રુતજ્ઞાનમાં આવી જાય છે. અનુભવની આ પ્રોસેસ છે.
અનાદિ બંધ પર્યાયની દૃષ્ટિથી જુઓ તો નવના ભેદ દેખાય છે. જીવનું લક્ષ કરવાથી નવનો ભેદ દેખાતો નથી. આમાં લખ્યું છે તેનો અર્થ ચાલે છે. જ્યારે પરિણામ આત્માથી વિમુખ થઈને અજીવની સન્મુખ થાય છે ત્યારે નવ તત્ત્વો ભૂતાર્થ ને સત્યાર્થ છે. પર્યાયમાં નવ તત્ત્વ છે, પરંતુ નવ તત્ત્વનાં ભેદનો જન્મ પરનાં લક્ષથી થાય છે. સ્વના લક્ષથી થતો નથી.
આહા..હા ! “એક જીવદ્રવ્યના સ્વભાવની સન્મુખ” ભેદજ્ઞાનની બંસરી વાગે છે. પરિણામમાત્રથી ભિન્ન, નવ તત્ત્વથી ભિન્ન એવાં એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ એટલે અંતર્મુખ થઈને, જ્ઞાયકની સન્મુખ જ્યારે પરિણામ જાય છે ત્યારે આત્માનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે. અભેદમાં ભેદ દેખાતો નથી. કેમકે ભેદ છે જ નહીં. અને અનંતગુણ તો છે, તો પણ અનંતગુણનો ગુણભેદ દેખાતો નથી. પર્યાય તો છે જ નહીં તેથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com