________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૩૦૫ भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। “બાહ્ય સ્થૂળ દષ્ટિથી જોઈએ તો - જીવ પુગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે.” બાહ્ય સ્થૂળ દષ્ટિથી જોવામાં આવે તો !! અંતરદૃષ્ટિથી ન જુએ તો શું થાય છે! નવ તત્ત્વ ભૂતાર્થ ક્યારે લાગે છે? જ્યારે જીવ અને અજીવની એકત્વબુદ્ધિ થાય છે ત્યારે ભૂતાર્થ લાગે છે. અજીવનું લક્ષ છોડીને જીવનું લક્ષ થાય છે તો નવ તત્ત્વ અભૂતાર્થ છે-તે આત્માના સ્વભાવમાં છે નહીં. પર્યાયમાં ભલે હોય પણ તે પર્યાય આત્મામાં નથી. તે પર્યાય આત્મામાં હોય તો સામાન્યનું અવલંબન લેતાં રાગનું અવલંબન આવવું જોઈએ. પરંતુ સામાન્યના અવલંબન સમયે રાગનું અવલંબન આવતું નથી, અને દુઃખનું વેદન આવતું નથી, તેથી દુઃખનું વેદન ભગવાન આત્માથી ભિન્ન છે. સામાન્યમાં વિશેષની નાસ્તિ છે તેવું અસ્તિ-નાસ્તિ અનેકાંત છે. તે અનેકાન્તનું જ્ઞાન પણ બીજી ચીજના અસ્તિનાસ્તિ અનેકાન્તના ભેદજ્ઞાન પછી થાય છે.
બંધ પર્યાયની સમીપ જઈને અનુભવ કરતાં, આત્માને અનાત્મા એક છે તેવો જે ( સંબંધ) –અનુભવ કરે છે તે દષ્ટિથી નવ તત્ત્વોના ભેદ દેખાય છે. પણ (નવ તત્ત્વ) થી એટલે જીવ અને અજીવના ભેદથી ભિન્ન આત્માની સન્મુખ જ્ઞાન થાય છે, ત્યારે અજીવનું લક્ષ છૂટી જાય છે–તો નવનાં ભેદ અભેદમાં દેખાતા નથી. પર્યાયનો ભેદ હો તો હો-હું તો અભેદ છું. અભેદની કોની સાથે અભેદતા છે? અનંતગુણમયી આત્માના એકત્વથી અભેદ છું. તેવા અનંતગુણથી અભેદ એકત્વ થતાં, અંદરમાં પરિણતી જાય છે-દષ્ટિ જાય છે તો પરિણામમાં ક્ષણિક અભેદ થઈ જાય છે.
ત્રિકાળની સાથે ક્ષણિક અભેદ થયું તેનું નામ ધ્યેયપૂર્વક જ્ઞય થાય છે. એટલે કે સમયસાર પણ આવી ગયું અને પ્રવચનસાર, તત્ત્વાર્થસૂત્ર પણ આવી ગયું. ધવલ-મહાધવલ પણ તેમાં આવી ગયા. કેવી રીતે આવી ગયા?
જુઓ ! પરિણામ છે-નવ તત્ત્વ છે અને આત્મા-જીવ પણ છે. નવ તત્ત્વરૂપ પરિણામ નથી તેમ નથી. સસલાના શિંગડાની જેમ નથી. ધ્રુવ પણ છે ને ઉત્પા–વ્યય પણ છે. પરંતુ ઉત્પાદ્વ્ય યનું લક્ષ છૂટે છે, નવ ભેદનું લક્ષ છૂટે છે અને અભેદ સામાન્ય ઉપર દષ્ટિ આવે છે તો! ...દષ્ટિના વિષયમાં દષ્ટિ આવે છે તો! ...શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવતાં જ નિર્વિકલ્પ અનુભવ થાય છે. તે સમયે જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન પ્રગટ થતાં જ તે સમયે તે આત્મા સમ્યક-દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે છે. વીતરાગી ભાવરૂપ પરિણમે છે તો તે નિર્મળ પર્યાયથી કથંચિત્ આત્મા અભિન્ન છે. રહિત હોવા છતાં સહિતનું જ્ઞાન થઈ જાય છે.
પર્યાયથી રહિતનું શ્રદ્ધાન, નિર્મળ પર્યાયથી સહિતનું જ્ઞાન થઈ જાય છે. ઉત્પાદુવ્યયથી રહિત ધ્રુવનું ધ્યાન થતાં જ ઉત્પાદ્વ્ય યથી સહિત ધ્રુવ છે તેવો ધ્યાતા થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com