________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૪૫ છે આત્મા એ તો દ્રવ્ય છે. ને “દ્રવ્યનો....નિજભાવ” –પરિણામિકભાવ-શુદ્ધભાવ-જ્ઞાનમય ભાવ એ તો “દ્રવ્યની સાથે જ રહે છે”, એ તો છૂટતો જ નથી. “તથા..નિમિત્ત-નૈમિત્તિક ભાવોને અભાવ જ થાય છે.”
સમયસાર કળશ – ૮ આહાહા! આ રીતે કુંદકુંદઆચાર્ય ભગવાને જે (મૂળ ગાથામાં) કહ્યું અને અમે જે રીતે ટીકામાં વિસ્તાર કર્યો આ રીતે...આ જે નવ ભેદો છે પર્યાયના એ નવ તત્ત્વોમાં એમાં
એ નવ તત્ત્વો પોતે આત્મા નથી, નવ તત્ત્વથી આત્મા ભિન્ન છે. અને આત્માથી નવ તત્ત્વો ભિન્ન છે. “નવ તત્વોમાં ઘણા કાળથી...લાંબા કાળથી-અનાદિથી છુપાએલી” –એમાં રહેલી, નવ તત્ત્વીરૂપ વિશેષમાં સામાન્ય રહેલું છે. નવ તત્ત્વને પર્યાય કહેવાય, દશા કહેવાય, હાલત કહેવાય, પરિણામ કહેવાય એ પરિણામમાં ધ્રુવતત્ત્વ-અપરિણામી (સામાન્ય) તત્ત્વ રહેલું છે. દાખલો આપશે (આચાર્યદેવ) હમણાં કે જેમ સુવર્ણ છે એને શોધે ત્યારે કુલડીમાં નાખે સોનાને પછી એને અગ્નિના તાપમાં તપાવે ને એને (સુવર્ણને) ફેરવે કે જેથી એને ખૂબ અગ્નિ લાગે, (સોનું પીગળે) ત્યારે એમાં લાલ-પીળો ને વાદળી રંગ પણ દેખાયલાલ-પીળોને વાદળી આદિ અનેક રંગ દેખાય એમાં અનેક વર્ણમાલા અનેક વર્ણ. પર્યાય છે એની-સોનાની, એ અનેકવર્ણ દેખાવા છતાં, સોનું તો એકાકાર-એક જ છે. એ સોનું અનેક વર્ણોરૂપે થતું નથી. અહીં દાખલો આપ્યો છે જુઓ! “જેમ વર્ષોના સમૂહમાં” આહાહા! એ વર્ણો એટલે સોનાની અવસ્થાઓ લાલ-પીળીને વાદળી..એ જે અવસ્થાઓ થાય છે, એ અવસ્થાઓમાં સોનું રહેલું છે જુદું એનાથી-કુલડીમાં સોનું નથી અગ્નિમાં સોનું નથી–સોનીમાં સોનું નથી–તો. સોનું ક્યાં છે? કે એની અવસ્થાઓ થાય છે એમાં સોનું છે. છતાં અવસ્થા પોતે સોનું નથી. સોનું જે છે તે અવસ્થારૂપ થતું નથી. સોનું જુદું ને એની અવસ્થા જુદી. અવસ્થા તો નાશવાન છે (ક્ષણિક-એકસમય છે) સોનું તો અવિનાશી છે.
જેમ વર્ષોના સમૂહમાં” , સમૂહમાં-લાલ-પીળો-વાદળી અનેકરૂપે થાય ને દેખાય “એમાં છુપાએલા એકાકાર સુવર્ણને ” –એ વર્ષોમાં સોનું છે છુપાએલું, છુપાએલું કેમ? વર્ણોની-એની જ્યાં સુધી દષ્ટિ છે ત્યાં સુધી સોનું દેખાતું નથી. છુપાએલું છે તો એમાં..પણ પર્યાયના પ્રેમવાળાને ભગવાન આત્મા દેખતો નથી. પુણના પ્રેમ ( રુચિ) આડે..આત્મા એમાં અંદર હોવા છતાં...ઢંકાઈ ગયો છે. અથવા શાસ્ત્રજ્ઞાનનાં ઉઘાડ જે છે એના પ્રેમમાં પડેલો પંડિત એને ભગવાન આત્મા અંદર જ્ઞાનાનંદ પરમાત્મા છે એ દેખાતો નથી.
એક બનાવ એવો બન્યો..ઘણાં વરસ પહેલાંની વાત છે....ત્રીસ વરસ પહેલાની વાત છે. એથી ય કદાચ વધારે હોય... મગનલાલ સુંદરજી અમારા મિત્ર, તેમના એક મિત્ર હતા... વિદ્વાન એ જતા એમની પાસે, (જતા-આવતાં વારંવાર) તો એ મને કહે તમે પણ આવો.. વિદ્વાન છે તે બે દિ' ચાર દિ' આઠ દિ' ગયો ને પછી હું તો બંધ થઈ ગયો. મેં જવાનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com