________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
પ્રવચન નં. ૨૧ છોકરો છ વરસનો એની માને કહે છે હોં ! એ બાજુમાં બેઠેલ શોભનાબહેન સાંભળે છે આહા.હા! જુઓ! છે છતાં દેખાતું નથી. ભરત મહારાજાને છ ખંડનું રાજ હતું-છે છતાં એને દેખતા નહોતા. આ એને દેખનારો જુદો ને આત્માને દેખનારો જુદો છે. -એ ઈન્દ્રિયજ્ઞાનનો વિષય છે, મારો વિષય નથી આહા...હા!
અંતરષ્ટિથી જોતાં...નિર્વિકલ્પ ધ્યાનમાં ભેદ દેખાતો નથી. અને સવિકલ્પ દશામાં...એ ભેદ આવે છે....એને જાણતા નથી..પણ જણાય જાય છે. (સાધક એને) જાણતા નથી કેમકે ભેદ ઉપર લક્ષ રહેતું નથી. –અભેદથી લક્ષ છૂટતું નથી ને ભેદનું લક્ષ થતું નથી. એવી અંતરદૃષ્ટિવાળાને પણ સવિકલ્પ દશામાં નવ તત્ત્વો ઊભાં થાય છે. રાગાદિ અસ્થિરતા સંવરનિર્જરા પણ છે. કેમકે જ્ઞાનચેતના ને કર્મચેતના બેય સાથે રહે છે. -જ્ઞાનચેતનામાં આત્મા જણાય છે, કર્મચેતનાથી આ બધું છે એમ એને જણાય છે. કર્મચેતનાથી બંધ થાય છે ને જ્ઞાનચેતનાથી નિર્જરા થાય છે.
આહાહા! “પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી.” અવસ્તુ છે. આહાહા ! ગોરબાપાને લાડવા છે એ વસ્તુ ને (થાળીમાં) એ નવપદાર્થ છે એ...અવસ્તુ છે. અવસ્તુ એટલે એ વિધમાન છે પણ લક્ષ એનું નથી.
(શ્રોતા ) વસ્તુ તરીકે અવસ્તુ નહીં પણ લક્ષમાં અવસ્તુ છે.
(ઉત્તર) એ વસ્તુ લક્ષમાં આવતી જ નથી, એને હું જાણતો જ નથી. મારા જ્ઞાનનું શય નથી...મારા જ્ઞાનનું જ્ઞય તો એકલો પરમાત્મા (નિજજ્ઞાયકદેવ) છે. આહા...હા ! અરે, નિયમસારમાં એક ગાથા છે આચાર્ય ભગવાન કહે છે કે આ સાત તત્ત્વો જે છે એ પરદ્રવ્યનો સમૂહુ છે, એનાથી અમારી દષ્ટિ પરાભુખ છે સવિકલ્પ દશામાં અમે એ નવ તત્ત્વોના ભેદને જાણતા નથી. જાણનાર જણાય છે. બીજું કાંઈ જણાતું નથી. –આવી કોઈ સાધકની અપૂર્વ દશા હોય છે, અજ્ઞાનીને ખ્યાલ ન આવે.
(કહે છે કે, “નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં” આ નવ તત્ત્વો-નિમિત્તથી એટલે સંબંધથી, પુગલના (વશ થવાથી) પર્યાયો આવી નવ થતી હતી, તે “નિમિત્તનૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો” અંતરમાં જઈને શુદ્ધ આત્માના દર્શન કરે છે ને પરનું લક્ષ છૂટી જાય છે, ત્યારે પરના લક્ષે નૈમિત્તિકભાવ થતો” તો જે રાગાદિભાવ કે સંવર-નિર્જરાના ભેદ, એ પણ નૈમિત્તિક છે. આવી ગયું છે સ્વાભાવિકને નૈમિત્તિક બેય પર્યાયથી રહિત એ આવી ગયું છે. અગાઉ. “ત્યારે જીવ-પુગલ જુદા જુદા હોવાથી..બીજી કોઈ...વસ્તુ એટલે પદાર્થ સિદ્ધ થઈ શકતી નથી.” –એક સામાન્યને અવલોકે છે..વિશેષનું અવલોકન રોકાય ગયું...પરનું લક્ષ છૂટી ગયું, એકલો સામાન્ય-ચિદાનંદ આત્મા દષ્ટિમાં અનુભવમાં આવે છે, બીજું કાંઈ દેખાતું નથી. આહા...હા !
એવી એક સાધકની અંતર્મુખ દષ્ટિ થાય છે...( કહે છે) “વસ્તુ તો દ્રવ્ય છે” –વસ્તુ જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com