________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૪૩ ગોરબાપા! (ગોરબાપાએ ઘીરેથી કહ્યું) ઊંધિયું કર્યું છે કે ઠીક, (યજમાન કહે ) કચોરી બનાવી છે, આ પત્તરવેલિયાં છે, આ ભજીયાં-મરચાંના લોટથી ભરેલાં (મસાલા ખૂબ ખૂબ નાખીને) લાંબા મરચાં છે, સમજી ગયા, અને આ શાકમાં ઊંધિયું છે, (ચટણી-પાપડ વગેરે) નવ ચીજો આમ મૂકીને લાડવા ય બે મૂક્યા....તો એ તો લાડવા ઉપર હાથ ગયો સીધો (ગોરબાપાનો) બીજું હોવા છતાં (બીજું કાંઈ ) જણાતું નથી. થાળ ભર્યો છે નવનો હો? સુનિલભાઈ ? થાળમાં છે..પણ દષ્ટિમાં નથી. આહાહા ! ઈ તો બે લાડવા તો આમ ચટણી કરીને ખાઈ ગ્યા પહેલાં, કારણ કે બે દિ' થયા ભૂખ્યા હતા ને! લાડવાય મોટા હુતા પહેલાંના કાળમાં, દરબાર! તમને ખબર હોય, તમને ખબર હોય, નાની-નાની લાડુડી નહીં અત્યારની જેમ, કારણ કે અત્યારે કોઈ ખાય શકતું નથી. મૂળ તો ખાય શકતા નથી, (હવે, લોકોના ખોરાક ઘટી ગયા. ઈ બે લાડવા ખાધા પછી (યજમાન કહે) ગોરબાપા, પણ આ હવે (ઊંધીયું ને કચોરી) (ગોરબાપા) કહે, લાડવા લાવને તું હુવે (યજમાન કહે) લાડવા તો લાવું છું પણ જુઓ આ બધી વસ્તુઓ છે..જુઓ તો ખરા નજર તો નાખો ! (ગોરબાપા કહે ) નજર નાખું કહે.આમ જોયું (થાળી સામું) એમ જોઈને પછી આમ-આમ કરવા માંડ્યા (ડોકું ના ના પાડીને ધૂણાવ્યું), આમ આમ કેમ કરો છો (જમવાનું) નથી ? (ગોરબાપા કહે) છે, છતાં મારા માટે નથી કે મારી રુચિ લાડવા ઉપર છે, બીજી રુચિ કાંઈ મારી છે નહીં. પછી લાડવા ખાતા-ખાતાં એનું મોટું ભાંગી ગયું જરા 'ક...લાડવા ખાવા માટે બે ભજીયાં મોઢામાં મૂક્યાં. ભજીયાં પેટ ભરવા માટે નહીં, વધારે લાડવા ખાવા માટે (બે ભજીયાં લીધાં ), મોટું ભાંગી જાય ને (વધારે ગળપણથી) એટલે બે'ક ભજિયા મોઢામાં મૂક્યાં ઓલો (યજમાનનો) છોકરો કહે હવે આ ભજીયાં ઉપર તરાપ મારશે, ભજીયાં ગરમા-ગરમ હું લાવું તો કહે ના..મારી રુચિ નથી એમાં તને ખબર ન પડે મેં વધારે લાડવા ખાવા માટે ભજીયું ખાધું તું પેટ ભરવા માટે ભજીયું ખાધું નથી.
એમ (સાધક) નવ તત્ત્વને જાણે છે, સવિકલ્પ દશામાં...છતાં જાણતા નથી. ફરીફરીને શુદ્ધઉપયોગ દ્વારા આત્મામાં જામી જાય છે. આહાહા! નિર્વિકલ્પ ધ્યાનમાં રહેવાતું નથી...સવિકલ્પ દશામાં આવે ને એને ભજીયું ખાધું કહેવામાં આવે છે...આહાહા ! આ જામનગર દાખલો આપ્યો હતો...પછી એક કેવી બે'ન છે આપણી (શ્રોતા ) શોભનાબેન (ઉત્તર) હું, હા શોભનાબેન છે. બ્રહ્મચારી છે ઈ અભ્યાસી છે. ઈ શોભનાબહેનને એની બેન જમવા ગયા, મોટું જમણવાર હતું...નવકારશી... નવકારશી નવકાર મંત્રના ગણનારા બધાં દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી બધાંય... તો ઈ બહેનને..છોકરો..પાંચ- છ વરસનો છોકરો... બેઠો 'તો એની મા પાસે ને એ જમતો તો...સેવ ને લાડવા ને બધું હતું. (એની મા કહે ) તું આ લાડવા કેમ ખાશને આ સેવ કેમ ખાતો નથી? (છોકરો કહે) મમ્મી, મને એ (સેવ કે બીજું ) કંઈ દેખાતું નથી કહે, પણ શું કહે છે આ હું જોઉં છું ને (માએ કહ્યું, તને સેવ દેખાય છે મને લાડવા દેખાય છે (બાળકે કહ્યું)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com