________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૨૧
૨૪૨
સાધકની સ્થિતિનું...પોતે વર્ણન કરે છે.
',
“જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું ” –ભૂતાર્થનયથી નવ (તત્ત્વોને ) ન જાણે, અને કર્તાબુદ્ધિ ન છોડે, તેમજ નવની જ્ઞાતાબુદ્ધિ ન છોડે અને એકલા જીવને ન જાણે... ત્યાં સુધી તેને...ધરમની શરૂઆત થતી નથી. આહા ! માટે ‘ જાણનાર જણાય છે, ખરેખર ૫૨ જણાતું નથી.' -એ ૫૨માં, નવ તત્ત્વો પર છે, પદ્રવ્ય છે એ સ્વદ્રવ્ય નથી. આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી. ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ-મિથ્યાદષ્ટિ છે. વ્યવહારદષ્ટિ એટલે મિથ્યાદષ્ટિ છે, “ જુદાં-જુદાં નવ તત્ત્વોને માને છે.” આ આત્મા આવો છે ને આત્મા આવો છે ને આત્મા પુન્યવાળો ને આત્મા પાપવાળો ને આત્મા ચોથાગુણસ્થાનવાળોપાંચમાગુણસ્થાનવાળો...ગુણસ્થાનો આત્મામાં નથી ને અનુભવના કાળમાં ગુણસ્થાનનાં ભેદ જણાતા નથી.
આહા !
આ તો કોઈ અપૂર્વ અપૂર્વ ગાથા છે...શાસ્ત્ર (શ્રીસમયસારજી) આહાહા! જુદાં-જુદાં નવ તત્ત્વને માને છે-આ પુણ્ય છે-પાપ છે, આસ્રવ છે, સંવર છે, નિર્જરા છે, બંધ છે–એમ એનાં લક્ષણથી જુદાં-જુદાં માને છે. “જીવ-પુદ્ગલનાં બંધપર્યાયરૂપ દષ્ટિથી આ પદાર્થો જુદા-જુદા દેખાય છે.” જીવનાં પરિણામ જીવમાં ન આવતાં જીવને ન જાણે, જીવને જાણવાનું છોડી ઘે અને પુદ્દગલનાં લક્ષે પરિણમે તો આ નવ તત્ત્વો ઊભાં થાય છે. પણ... જ્યારે...શુદ્ઘનયથી એટલે અંતર્મુખ જ્ઞાન વડે, આત્મજ્ઞાન વર્ડ, અતીન્દ્રિયજ્ઞાન વર્ડ...“ જીવપુદ્ગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ” –આ જ્ઞાયકને પુદ્દગલથી જુદો જોવામાં આવે ત્યારે શાયક (તત્ત્વ) જુદું જ દેખાય છે, પુદ્દગલની સાથે સંબંધ છે તેમ દેખાતું નથી, અને જીવને જાણવાનું છોડે તો પુદ્દગલની સાથે સંબંધ છે એવી ભ્રાન્તિ થાય છે. –ત્યારે નવ તત્ત્વો ઊભાં થાય છે. તેને મિથ્યાદષ્ટિ કહેવામાં આવે છે.
અંતરષ્ટિ ( થયો ) પછી...નવ તત્ત્વને જાણે...તો એને શ્રદ્ધાનો દોષ લાગતો નથી... ચારિત્રનો દોષ તો એને પણ લાગે છે પછી (સાધક અવસ્થામાં )“ ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી.”
અંતરષ્ટિથી પોતાના શુદ્ધાત્માને અવલોકે છે-નિહાળે છે-અવલોકે છે, ત્યારે જુદાં-જુદાં કાંઈ નવ તત્ત્વો દેખાતા નથી. આહા...હા !
એક જામનગરમાં દષ્ટાંત આપ્યું હતું. કે એક બ્રાહ્મણને જમવાનું કહ્યું-અગાઉના કાળમાં કહેતા 'તા. ( મહારાજ!) રવિવારે જમવાનું કહી આવ્યા. તો શુક્ર ને શિન બે વાર જમ્યા નહીં ગોર 'બાપા. છોકરાવ કહે જમી લ્યો...તને કાંઈ ખબર ન પડે...લાડવા જમવા જવું છે રવિવારે તો મારે...રવિવારે ને? તો કહે હા રવિવારે, તને ખબર ન પડે, રોટલા તો રોજ મળે છે, લાડવા તો કો'ક દિ મળે. રવિવારે જમવા મહારાજ (યજમાનને ત્યાં ગયા ), એટલે લાડવા પહેલાં બે પીરસ્યા, હારે નવ ચીજો બીજી મૂકી (થાળીમાં), લાડવા સિવાય હો ? સમજાણું ? (યજમાને કીધું) પણ આમાં સુરતથી પાપડી મંગાવીને ઊંધિયું કર્યું છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com