________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૪૧ એકલો શુદ્ધ આત્મા અનુભવમાં આવ્યો, એ સ્વપ્રકાશક લક્ષણથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. આનંદ આવે છે તે વખતે...એ પછી સવિકલ્પ દશામાં આવે તો સ્વપરપ્રકાશક કહેવાય. એક બીજું સ્વપરપ્રકાશક અંદર થાય છે નિશ્ચયથી એ નહીં “એ તો આપણે ગૌણ કરીએ છીએ. આતો સ્વપ્રકાશકપૂર્વક સ્વપરપ્રકાશકનો વ્યવહાર સાધકને હોય છે. આહા..હા! પણ...સ્વપરપ્રકાશક એ લક્ષણથી આત્મા સિદ્ધ થતો નથી, અનુભવમાં આવતો નથી.
આહાહા ! એ સ્વપરપ્રકાશકમાં પણ વિધિ-નિષેધ કર કે પરને જાણતો નથી, મારાં જ્ઞાનમાં ભલે સ્વ-પરનો પ્રતિભાસ થાય...પણ પરના પ્રતિભાસને હું જાણતો નથી. પરને તો જાણતો નથી. શું કહ્યું? પરને તો જ્ઞાન જાણતું નથી પણ પર જેમાં જણાય છે, એવો જે પ્રતિભાસ થાય છે, એવું જે જ્ઞયાકારજ્ઞાન-જ્ઞયાકાર પણ જ્ઞાન છે ઈ...એ જ્ઞાન પણ જણાતું નથી. આહાહાહા! નવ તત્ત્વો તો જણાતા નથી સીધા...ડાયરેક્ટ તો નવ તત્ત્વો પર લક્ષ જતું નથી..પણ નવ તત્ત્વો જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય પણ જણાતી નથી...મને તો એકલો ( જ્ઞાયક ભગવાન) ચિદાનંદ પરમાત્મા ભગવાન ( જ્ઞાયકદેવ જ) જણાય છે. ત્યારે.. નવ તત્ત્વો, નવ તત્ત્વના ભેદો, નવ તત્ત્વો જેમાં ઝળકે એ શેયાકારજ્ઞાન-એ બધું કાંઈ.... જણાતું નથી અલોપ થઈ જાય છે-અદૃશ્ય થઈ જાય છે.
એકલા પરમાત્મા (-નિજાત્મા) ના દર્શન થાય છે, એનું નામ “સમ્યકદર્શન-જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ” છે. આહાહા ! (શ્રોતાઃ) મૂળ સ્થિતિ! (ઉત્તર) મૂળસ્થિતિ છે આ દરબાર. આ દરબાર....દરબાર આંહી (ભર્યો-પડયો) છે. દરબાર! અનંતગુણથી ભરેલો દરબાર આંહીયાં છે.
આહા..હા! આમાં છે બે લીટીમાં જ આ. થવાયોગ્ય થાય છે એટલે કર્તાપણું કાઢયું, અને પરિણામ જણાતા નથી માટે જ્ઞાતાપણું પણ કાઢયું અને જ્ઞાતા રહી ગયો-જ્ઞાતા થઈ ગયો. -જ્ઞાયક પરમાત્મા જણાય છે એમ કહે છે ને જુઓ !
“જીવ જ એક ચૈતન્યચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે.” -પ્રગટ થઈ રહ્યો છે મારા જ્ઞાનમાં તો એક ચૈતન્યચમત્કારમાત્ર આત્મા જ દેખાય છે. મને બીજું કાંઈ જણાતું નથી. નવના ભેદ જણાતા નથી. “તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો દેખાતાં નથી.” તે જ્ઞાનમાં ય થતા નથી જ્ઞાનમાં જ્ઞય તો એકલો સામાન્ય ને અવલોકતો ને વિશેષને નહિ અવલોકતો...એનું નામ નિર્વિકલ્પ ધ્યાન અવસ્થા છે. અને ધ્યાનમાં જ સમ્યકદર્શન પ્રગટ થાય, સવિકલ્પમાં સમ્યકદર્શન પ્રગટ ન થાય. નિર્વિકલ્પમાં પ્રગટ થાય, અને સવિકલ્પમાં (આવતાં) સમ્યકદર્શન રહી જાય, શુદ્ધોપયોગ જાય–શુદ્ધપરિણતિ રહે અને શુદ્ધપરિણતિમાં ભગવાન આત્મા જણાયા કરે.
આહાહા! સમ્યકદર્શન, સવિકલ્પદશામાં (ઉપયોગ) આવતાં વહ્યું ન જાય...એ તો રહે “તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો દેખાતા નથી...” કાંઈ જણાતા નથી મને..આહાહા!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com