________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪)
પ્રવચન નં. ૨૧ અનુભવ નહીં થાય.
પરિણામનો કર્તા છું એવી માન્યતા છે ત્યાં સુધી તો જીવને સમ્યકદર્શન નહીં થાય.. કેમ કે (પરિણામ) થવાયોગ્ય થાય છે. પછી..થવાયોગ્ય થાય છે...થવાયોગ્ય થાય છે એમ તો જાણું ને? હું કરનાર છું એમ જાણવું મટયું હું આ પરિણામનો કરનાર છું એમ તો પોતાની યોગ્યતા અને સદગુરુનો ઉપદેશ (યથાર્થ સ્વીકારવાથી) કર્તાબુદ્ધિ તો ગઈ...ટળી નથી હુજી... ગઈ કે પરિણામ થવાયોગ્ય થાય છે, પણ....પરિણામ થવાયોગ્ય થાય છે એમ એને હું જાણું છું (નજર પરિણામ ઉપર છે). તો કહે છે કે એ ક્યાં સુધી જ્ઞાનનું ઝેય થાય છે, ત્યાં સુધી અજ્ઞાન છે, અનુભવ થતો નથી. બે લીટીમાં સાર ભરી દીધો છે ભાવાર્થમાં!
(અહીં કહે છે કે:) “આ નવ તત્ત્વોમાં શુદ્ધનયથી” નવ તત્ત્વોમાં એટલે ભૂતાર્થનયથી કહેવામાં આવેલા એ નવ તત્ત્વો એમ. “એમાં શુદ્ધનયથી” એટલે અંતરમુખ જ્ઞાનથી. જે જ્ઞાન બહિરમુખ હતું...તે-જ્ઞાન અંતરમુખ થાય છે. એ જ જ્ઞાન અંતરમુખ નથી થતું પણ ઉપદેશમાં તો બીજો શું ઉપાય! એ જાત્યાંતર જ્ઞાન નવું પ્રગટ થાય છે. એવા તે એક જ્ઞાનમાં આ જ્ઞાયક જણાય છે એવું જે સામાન્યજ્ઞાન અનાદિનું પ્રગટ હતું, તેમાં પરોક્ષઅનુભૂતિ હતી, હવે પ્રત્યક્ષ અનુભૂતિ થાય ત્યારે તેને શુદ્ધઉપયોગ કહેવામાં આવે છે. એનું નામ શુદ્ધનય છે. એનું નામ શુદ્ધનય-સમ્યકજ્ઞાન-અતીન્દ્રિય જ્ઞાન...તેમાં “જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશમાન થઈ રહ્યો છે.” એ જ્ઞાનમાં, જ્ઞાયક ય થઈ જાય છે.
કર્તાનું કર્મ ગયું..જ્ઞાતાનું જ્ઞય પણ ગયું. જુઓ! લખે છે, તે સિવાય..મારા શુદ્ધાત્મા સિવાય મને બીજું કઈ પણ જણાતું નથી. આહા...હા ! મારા શુદ્ધાત્મા સિવાય...મને મારા ઉપકારી ગુરુ જણાતા નથી. સાક્ષાત્ સીમંધર પ્રભુ જણાતા નથી. આહાહા ! મને બીજું કાંઈ જણાતું નથી, બીજું તો દૂર રહો પણ પરિણામ જે પ્રગટ થઈ રહ્યા છે અભેદની દષ્ટિમાં ભેદ હવે દેખાતો નથી. સામાન્યનું અવલોકન કરું છું ત્યારે વિશેષ હોવા છતાં, વિશેષ જણાતા નથી કેમકે વિશેષનું લક્ષ છૂટી ગયું છે. જ્યાં સુધી પર્યાય ઉપર લક્ષ હતું ત્યાંસુધી પર્યાય જણાતી હતી...પણ જ્યારે અનુભવનો કાળ આવે છે જીવને ત્યારે પર ઉપરથી તો લક્ષ છૂટે છે પણ પરિણામ ઉપરથી પણ લક્ષ છૂટી જાય છે. અને લક્ષ આખું સામાન્ય-ઉપર, શુદ્ધાત્મા ઉપરપરમાત્મા ઉપર-અભેદમાં લક્ષ આવે છે. ત્યારે કહે છે એક સામાન્યને અવલોકતો..વિશેષને નહિ અવલોકતો...એવાં સ્વપ્રકાશક લક્ષણથી...આત્માની...અનુભૂતિ થાય છે. પરપ્રકાશકમાં નહીં ને..સ્વપરપ્રકાશકમાં પણ નહીં. સ્વપ્રકાશક નિશ્ચય છે ને સ્વપરપ્રકાશક...વ્યવહાર છે તે પણ અનુભવ પછી...અનુભવ પછી સ્વપરપ્રકાશક વ્યવહાર છે. અનુભવ પહેલા સ્વપરપ્રકાશક અજ્ઞાન છે, કેમકે આવું સ્વપરપ્રકાશક એકેન્દ્રિયમાં પણ છે–એવી જ્ઞપ્તિ અને પરનો પ્રતિભાસ થયા કરે એવી જ્ઞપ્તિ એટલે જ્ઞાનની ક્રિયા, એ મિથ્યાજ્ઞાન છે, એ સમ્યકજ્ઞાન નથી, અને વ્યવહારજ્ઞાન પણ નથી..પણ એક વખત ઉપયોગ જ્યાં અંતરમુખ થઈને જ્યાં એકલા સ્વપ્રકાશકથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com