________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૩૯ આહા ! અને દુકાને બેઠો હોય ને વેપાર કરતો હોય કાપડનો ને આત્મતત્ત્વનો વિચાર આવે તો શુભભાવ થઈ જાય, આમ ગ્રાહક બેઠાં હોય ને...ભાવ કહેતો હોય એ વખતે પાપનાં પરિણામ (ને વૃત્તિ બદલીને ) અંદરમાં આવે કે હું તો જાણનાર છું એટલે એ વખતે શુભભાવ થઈ ગયો! એ અશુભનય કર્તા નહોતા ને શુભનો ય કર્તા છે નહીં. અશુભના કાળે અશુભ થયું ને શુભના કાળે શુભ થયું. -એમ થવાયોગ્ય થાય છે એની દષ્ટિજ્ઞાયક ઉપર આવતાં. અનુભવ થાય છે.
તો...ભૂતાર્થનયથી જો નવ (તત્ત્વોને ) જાણે-એટલે કે થવાયોગ્ય થાય છે...એમ જાણે... એને શુદ્ધનય પ્રગટ થાય છે અને એ શુદ્ધનય પ્રગટ થતાં તેને પોતાનો આત્મા....શુદ્ધનયથી જોઈએ તો-અંતર્મુખથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કારરૂપ-પ્રકાશમાત્ર પ્રગટ થઈ રહ્યો છે. એ આત્મા શેય થાય છે. હવે...નવ તત્ત્વો કર્મ પણ થતા નથી અને નવ તત્ત્વો જ્ઞય પણ થતાં નથી....હવે
એમ (અહીંયાં) કહે છે જુઓ ! “તે સિવાય” .... શુદ્ધનયથી શુદ્ધઆત્મા જ જણાય છે તે આત્મા સિવાય – “તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતા નથી” એટલે...જ્ઞાનનું શય થતા નથી. જ્યાં સુધી એ જ્ઞાનનું જ્ઞય થાય છે પર્યાય ત્યાં સુધી પર્યાય, કર્મ બની જાય છે. જે જ્ઞય થાય એ કર્મ બને.
પહેલાં સવિકલ્પ દશામાં જેમ છે એમ વિચારે નિર્ણય કરે..પણ પછી એની દૃષ્ટિ (આત્મ) દ્રવ્ય ઉપર આવે છે. તો કહે છે કે...આહાહા ! સ્વપ્રકાશક લક્ષણથી. આત્મા લક્ષિત થાય છે–એટલે અનુભૂતી થાય છે. જ્યાં સુધી પર્યાય ઉપર લક્ષ છે, ત્યાં સુધી એનું લક્ષ સામાન્ય ઉપર આવ્યું નથી. અને સામાન્યજ્ઞાયક ઉપર લક્ષ ન આવે..ત્યાં સુધી અનુભવ થઈ શકે નહીં. આહાહા ! એ નવ તત્ત્વો કર્તાના કર્મ નથી હું કરનાર નથી પણ હું તો થવાયોગ્ય થાય છે એમ એને જાણું છું. એને જાણે ત્યાં સુધી જાણનાર ન જણાય, એને હું કરું છું. ત્યાં સુધી જાણનાર ન જણાય અને એને હું જાણું છું પરિણામના ભેદને ત્યાં સુધી આત્મદર્શન ન થાય !
ધરમની શરૂઆતની..એકડાની આ વાત ચાલે છે. સમયસાર શાસ્ત્ર, અપ્રતિબુદ્ધ માટે લખ્યું છે આચાર્ય ભગવાને (-કુંદકુંદદેવે) અનાદિનો...અપ્રતિબુદ્ધ-અજ્ઞાની (–આત્માનો અજાણ ) જીવ છે. એને માટે આ શાસ્ત્રની રચના કરી છે. કેટલાક દિગમ્બરો કહે કે આ તો મુનિને વાંચવાનું છે, મુનિ માટે છે આ શાસ્ત્ર કે ના, ભાઈ ! અજ્ઞાની માટે આ (સમયસાર) શાસ્ત્ર છે.
શું કહ્યું કે..થવાયોગ્ય થાય છે, એમાં કર્તબુદ્ધિની નિવૃત્તિ થાય, અને હવે....અંતરથી જોઈએ તો સામાન્ય ( જ્ઞાયક) જણાય છે ત્યારે નવ તત્ત્વોના ભેદ-વિશેષ જણાતા નથી, તો એમાં શયની બુદ્ધિ ગઈએ જ્ઞય ને હું એનો જ્ઞાતા-પરિણામ ય, શૈય એટલે જાણવાલાયક, જાણવાલાયક પરિણામને બનાવ્યું ને “જાણનાર” (સ્વને) આંહીયાં રાખ્યો! કહે છે કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com