________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
પ્રવચન નં. ૨૧ હોય, પર્યાય, ક્ષણિક ઉપાદાન છે ને ! આહા...હા !
એ પરિણામને કર્તા-કર્મથી જુએ ને કાં નિમિત્ત-નૈમિત્તિકથી જુએ છે. કાં...આત્મા કરે તો થાય..એમ પરિણામ ઉપર લક્ષ રાખીને..અજ્ઞાની રહી ગયો. અને કાં..એ પરિણામ, પરનું અવલંબન લે ત્યારે થાય, એવી પરાધીન દષ્ટિથી અજ્ઞાની રહી ગયો. પરિણામ રાગનાં થાય સ્વયં ત્યારે એનું લક્ષ પર ઉપર હોય છે...એટલી વાત સાચી..પણ પરનું લક્ષ કરે તો થાય... એમ છે નહીં થાય ત્યારે એનું લક્ષ કર્મ ઉપર હોય છે. આત્મા ઉપર હોતું નથી, ત્યારે એમાં કહેવાણુંકે કર્મના આશ્રયે રાગ થાય...આત્માના આશ્રયે ન થાય એટલું બતાવવા માટે કર્મના
યે થાય એમ કહ્યું... અને જ્યારે સંવર-નિર્જરા ને મોક્ષનાં પરિણામ થાય.. થાય પોતાથી... એ વખતે એનું લક્ષ આત્મા ઉપર છે-આત્માથી થાય એવો વ્યવહાર બતાવ્યો, એ વ્યવહારને નિશ્ચય માન્યો..થવાયોગ્ય થાય છે એમ ન માન્યું - (આત્મા) કરે તો થાય અને કાં પર નિમિત્ત હોય તો થાય.( પરિણામ ને તો) નિમિત્તની–પરની પણ અપેક્ષા નથી ને (આત્માની) સ્વની પણ અપેક્ષા નથી એમ ભૂતાર્થનયે તું નવ તત્ત્વને જાણભૂતાર્થનયે એટલે, કે પરિણામ સ્વથી પણ નથી (થતાં) ને પરથી પણ નથી (થતાં) પરિણામ તો પરિણામની શક્તિથી (સ્વયં) પ્રગટ થાય છે. –થવાયોગ્ય થાય છે, એમ ભૂતાર્થનયે જે નવ તત્ત્વને જાણે છે...એની દષ્ટિ અકર્તા-જ્ઞાયક ઉપર આવે છે, ને એ આવતાં એક શુદ્ધનય પ્રગટ થાય છે. એમાં આત્માનો અનુભવ થાય છે.
(ભાવાર્થ-) “આ નવ તત્ત્વોમાં”, ભૂતાર્થનયથી જે નવ તત્ત્વોને જાણે, એટલે હું કર્તા છું એમ પણ નહીં, અને પરનાં કારણે આ ક્રોધ થયો.એમ પણ નહીં. મને કટુ વચન આપ્યું માટે મને ક્રોધ થયો, એમ નથી. અને પરમાત્મા ક્રોધને કરે છે એમ પણ નથી. ક્રોધ થાય છે; ક્રોધ થતો જ નથી એમ નથી. થાય ત્યારે આત્મા ન કરે અને થાય... ત્યારે કર્મની અપેક્ષા ન હોય. આહા ! એવી રીતે તું ભૂતાર્થનયથી પરિણામને જાણ.....તો બધું થવાયોગ્ય થાય છે એમ તને ભાસે છે. આમ બધું થવાયોગ્ય થાય છે એમ ભાસે જ્યારે ત્યારે એની દષ્ટિ પરિણામ ઉપર રહેતી નથી. એની દષ્ટિ જ્ઞાયક ઉપર-જ્ઞાતા ઉપર આવે છે...અનુભવ થાય છે.
પહેલાં સવિકલ્પમાં થવાયોગ્ય થાય છે. એમ લીધું...પછી નિર્વિકલ્પમાં પરિણામ થવાયોગ્ય થાય છે એવો વિકલ્પ પણ છૂટયો...અને જાણનાર-જ્ઞાયકમાં દષ્ટિ આવતાં અનુભવ થયો! એ તો અનુભવ થયા પછી..થવાયોગ્ય થાય છે... એને સમ્યક પ્રકારે જાણ્યું એમ કહેવામાં આવે છે. કેવળ વિકલ્પથી થવાયોગ્ય થાય છે (એમ વિકલ્પ કરે તો) પ્રતીતમાં આવતું નથી. આહા...હા! ભલે, પહેલાં થવાયોગ્ય થાય છે-હું કર્તા નથી, એવો સદગુરુએ ઉપદેશ આપ્યો..પોતાને (આ) ઉપદેશ બેઠો (રુચ્યો), મારી ઇચ્છાથી કંઈ થતું નથી. હું તો ભગવાનની પૂજામાં બેઠો હોઉં છું ને...(ક્યારે 'ક) પાપનાં વિચાર આવી જાય છે, આત્મા એનો કર્તા હોય તો એ વખતે પાપનાં વિચાર આવવા ન જોઈએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com