________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૩૭ જાય છે, પર્યાયને ટાળવી નથી લક્ષને ય ફેરવવું નથી, ફરી જાય છે એમ કહ્યું. “જાણનાર જણાય છે ત્યાં લક્ષ ફરી જાય છે” –ફેરવે કોણ લક્ષને! પછી ઉપદેશ બોધમાં એમ આવે કે પર તરફ લક્ષ છે એને અંદરમાં વાળ એ બધું ઉપદેશના કથનો (છે.) સિદ્ધાંત બોધ જુદો ને ઉપદેશ બોધ જુદો છે.
તે આત્મખ્યાતિ તે જ સમ્યક્દર્શન છે” –આત્માની જે પ્રસિદ્ધિ થઈ અંદરમાંઅનુભવ થયો-આનંદ આવ્યો આહાહા ! આત્માને નિહાળ્યો-ભગવાનનાં દર્શન થયાંપરમાત્માનાં દર્શન કર્યા. –બાળકને ન કહે, જો તું ભગવાનના દર્શન કરવા (દેરાસર) જાઈશ ને તો તને ધરમ થશે, એમ બાળકોને કહે ને (વડિલો !) જો તું ભગવાનના દર્શન કરીશ ને તો તને ધરમ થશે...પણ આ નિજ ભગવાનનાં દર્શન કરીશ ને તો ધરમ થશે..આહાહા ! ઈ ઓલાં ભગવાનનાં દર્શન તો નિમિત્તમાત્ર છે (તેથી શુભભાવ થશે.) પણ એ દર્શન કરવા જાય તો....ઓહો! આ ભગવાન! હું ય તમારા જેવો છું-હું પણ તમારા જેવો છું તમને મારું ) વિસ્મરણ થઈ ગયું હતું તમારી પ્રતિમાનાં દર્શન કરતાં મારું મને સ્મરણ આવે છે. તમારા
અમે દર્શન કરવા આવીએ તમે તો અમારી સામું ય જોતાં જ નથી. છતાં અમે અમારાં લોભને ખાતર, શું લાભ? કે આત્મા વિસ્મરણ થઈ ગયો તો ચોવીસ કલાક વેપારમાં જ (મશગૂલ) રહેતો....અને દર્શન કરવા ગયો અહોહો ! પરમાત્મા અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાય ને જાણતાં..(ઓહો !) મારું સ્વરૂપ પણ એવું છે. વિસ્મરણ થયેલ આત્માનું સ્મરણ આવે છે ને સ્મરણ આવતાં ત્યાંથી લક્ષ છૂટી જાય છે ને એનાં દ્રવ્ય-ગુણ-પર્યાય જેવો હું છું ને એવો ભેદ નીકળી જાય છે ને અભદાત્માનો અનુભવ થઈ જાય છે, માટે પ્રતિમા બરાબર છે. પ્રતિમાનો વ્યવહાર પણ યથાસ્થાને છે. આત્માના સ્મરણ માટે છે. ત્યાં જાય તો શુભભાવ થાય ને પુણ્ય બંધાય ને (તેથી) પૈસા મળે..એવું કાંઈ છે નહીં એ તો અજ્ઞાનમાં જાય છે. “તે આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે બાધા રહિત છે.” લ્યો, ટીકા પૂરી થઈ. ભાવાર્થ કાલ આવશે.
પ્રવચન નં - ૨૧
તા. ૮-૯-૯૧ એ પરિણામને પરની અપેક્ષાથી સમજાવે ત્યારે પણ...એ પરિણામને પરની અપેક્ષા વિના જાણ. સમજાવવામાં પરની અપેક્ષા આવે; કે રાગ થાય છે ને-એ આત્મા કરે તો થાય, ને રાગ થાય ત્યારે, એને કર્મનું અવલંબન હોય ત્યારે થાય. એ બેય વાત ખોટી છે. આત્મા રાગને કરતોય નથી-સ્વયં થાય છે. અને એ રાગને કર્મનું અવલંબન પણ નથી, મિથ્યાત્વને દર્શનમોહનું અવલંબન નથી..અને રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયાના પરિણામ થાય, એ પરનાં અવલંબન વિના થાય છે...થવાયોગ્ય થાય છે. થવાયોગ્ય થાય છે ત્યારે હું તેનો કર્તા છું એ વિપરિત દષ્ટિ ચાલી જાય છે. એ સ્વયંકૃત છે. પર્યાયનો...કર્તા..પર્યાય છે, પર્યાયનો કર્તા આત્મા નથી. એને ઉપાદાનને પણ નિમિત્તની અપેક્ષા ન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com