________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૨૦
૨૩૬
જાય. શું કીધું દરબાર, ઉપયોગ ક્યાંક બહાર રોકાતો હોય-બધાની વાત છે હોં! દરબારનું તો નામ, ઉ૫યોગ બહાર રોકાતો હોય, જગદીશ! કપડામાં રોકાતો હોય તો સ્થૂળ થઈ જાય, પણ એ કપડાંનું લક્ષ છોડીને...આહા ! આ ઉપયોગમાં તો આત્મા (જ્ઞાયક જ) જણાય રહ્યો છે... આત્મા જ જણાય રહ્યો છે...જાણનાર જણાય છે...જાણનાર જણાય રહ્યો છે એમ થોડી 'ક વાર...થોડી'ક વાર જ...પ્રવીણભાઈ! ઝાઝી વાર નહીં, થોડી'ક વાર (આમ) થવા માંડે તો ઉપયોગ સૂક્ષ્મ થવા માંડે! સૂક્ષ્મ ઉપયોગ થતો...થતો...થતો...સૂક્ષ્મ થઈને સૂક્ષ્મને પકડી લ્યે, ત્રિકાળી દ્રવ્યને પકડી લ્યે છે ઉપયોગ; બહેન ! કહે છે સાચી વાત છે.
આહાહા! આ તો સમયસાર તો સમયસાર છે! અદ્ભુત...કોઈ રચના થઈ ગઈ છે અમે રચના કરી નથી હોં! મોહી-પ્રાણી એમ ન માનશો કે અમૃતચંદ્રાચાર્યે ટીકા કરી છે એમ ન માનતાં...આ થવા યોગ્ય થયું છે. –એમ તમે જાણજો. મેં કર્યું છે-મારા ઉપર કર્તાનો આરોપ મૂકશો...તો તમે કર્તા બની જશો, મને કંઈ વાંધો નથી હું તો કર્તા થવાનો જ નથી. હું કર્તા...થવાનો જ નથી પણ તમે મને કર્તા-પણે દેખશો...એકપણ દ્રવ્યને કર્તાપણે દેખશો તો તમારી કર્તાબુદ્ધિ છૂટશે નહીં. ભાઈસા'બ દિલ્હીવાળા ખ્યાલમાં આયા કુછ ? (શ્રોતાઃ ) હા, જી (ઉત્ત૨:) ખ્યાલ મેં આ ગયા!
આહા...! એક દ્રવ્ય પણ...પરદ્રવ્યના પરિણામને કરે છે-પુદ્દગલની રચના કરે છે... એક આત્મા પણ એને કરે છે, એમ જો તેં લક્ષમાં લીધું તો કર્તાબુદ્ધિ તારી થશે, એ તો જ્ઞાતા થઈને ચાલ્યા જશે, પણ એનું નામ લઈને તું કર્તા થઈશ..આહા! અમૃતચંદ્ર આચાર્યે કેવી ટીકા કરી...ઈ તો વ્યવહારના વચનો છે.
કરે કોણ...? એને જાણતા 'ય નથી ( જ્ઞાની ) તો કરે ક્યાંથી? અદ્દભૂત વાતો છે ( અધ્યાત્મની ).
( કહે છે) “ તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે.”
k
એક જીવ સિવાય...બીજા નવ તત્ત્વોનાં ભેદ દેખાતા નથી.” આ પુણ્ય તત્ત્વને આ સંવર ને આ નિર્જરા ને કાંઈ...ભેદ દેખાતા નથી સંવરના ભેદને જો દેખે...તો આસ્રવની ઉત્પત્તિ થાય... શું કહ્યું? અને સંવર આત્મારૂપે...અનુભવમાં આવે તો આસ્રવની ઉત્પત્તિ થતી નથી. સંવરના ભેદને જુએ ને સાધક તોય પણ એને શુભભાવ થાય.
7)
'
ભેદને જાણતાં રાગી પ્રાણીને રાગ થયા વિનાં રહેતો નથી. અભેદને જાણ તું-તો વીતરાગી દષ્ટિ થશે. અને થોડા ટાઈમમાં વીતરાગ (સાક્ષાત) થઈ જશે. “એમ તે એકપણે પ્રકાશતો ’ ‘ એકોમ ' એકપણે પ્રકાશતો, “શુદ્ધનયપણે અનુભવાય છે, અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ જ છે ” –આત્માની ઓળખાણ (છે. ) –આવો જે અનુભવ થાય ને ઉપયોગ અંદરમાં ગયો ને જ્ઞાયક-દ્રવ્યસ્વભાવની સમીપે ગયો...પર્યાયના ભેદથી ખસી ગયો... વાંથી લક્ષ છૂટયું-લક્ષ ફરે છે, પર્યાય પર્યાયમાં રહી ગઇ-પર્યાય, પર્યાયમાં રહી ગઈ લક્ષ ફરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com