________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૩૫
છે આંહીયાં આ ભરતક્ષેત્રમાં, એ ભરતક્ષેત્રનાં તીર્થંકર છે. -આમ પરંપરા ચાલ્યા જ કરે છે. અનંત ચોવીસી ગઈ એવી.
.
“સર્વ કાળે અસ્ખલિત ” –ચેતન પોતાના નિજભાવને છોડતો નથી ને પરભાવરૂપે થતો નથી. · એક જીવદ્રવ્યના (સ્વભાવની) સમીપ જઈને જોવામાં આવે' પર્યાયનું લક્ષ છોડીને...દ્રવ્યસ્વભાવનું લક્ષ કરીને જોવામાં આવે તો....તો શું છે? ‘અનુભવ ક૨વામાં આવતા તેઓ અભૂતાર્થ ને અસત્યાર્થ છે.' આ આત્માના એકાકાર સ્વરૂપમાં નવ ભેદ દેખાતા નથી. ગુણ–ગુણીનો ભેદ દેખાતો નથી-દ્વૈત ભાસતું નથી તો નયના ભેદ તો...ક્યાંથી ભાસે ?...આહા...હા !
પ્રતિભાસ છે પણ લક્ષ નથી, લક્ષ નથી-માટે જણાતા નથી. આહા...હા ! લોકાલોક પ્રતિભાસે છે જ્ઞાનમાં...સાધકને પણ-દેડકાને પણ...એનું લક્ષ લોકાલોક ઉ૫૨ નથી. પ્રતિભાસ દેખીને કહે કે...એને જાણે છે...એવો ઉપચાર પણ આવે છે. આહા! એ ઉપચારના કથનવ્યવહારના કથન, સાચાં લાગે છે ત્યાં સુધી નિશ્ચયમાં એ આવી શકે નહીં.
“તેથી આ નવેય તત્ત્વો...માં”, માં છે ને માં... માં' શબ્દ પડયો છે. પર્યાયો...માં... દ્રવ્ય રહેલું છે. એ પર્યાયો...માં દ્રવ્ય રહેલું છે પણ પર્યાયથી ભિન્ન રહેલું છે. એ પર્યાયરૂપ, દ્રવ્ય થતું નથી. (જેમ કે) સોનાનાં નવ ઘાટ હોય, સોનાનાં નવ ઘાટમાં સોનું ૨હેલું છે પણ સોનું એ નવ ઘાટરૂપે થતું નથી. જો (સોનું) ઘાટ-રૂપે થાય તો, ઘાટનો નાશ થતાં સોનાનો ય નાશ થઈ જાય, પણ એમ તો અનુભવમાં આવતું નથી.
“તેથી આ નવેય તત્ત્વો...માં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે.” –એમ
પારિણામિક ભાવના ત્રણ પ્રકાર કહેશે એમાં પણ એક...જીવતત્ત્વ વિધમાન છે એમ આવશે. એમાં પણ ‘માં’ આવશે. આહા...હા! નવ તત્ત્વો...માં એટલે નવ પર્યાયોમાં, પર્યાય એટલે હાલતમાં–અવસ્થામાં-પરિણામમાં તેને પર્યાય કહેવાય, નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી-ભૂતાર્થનય એટલે અંતરમાં જઈને, દ્રવ્યસામાન્ય...જ્ઞેય થાય છે જ્ઞાનનું જ્યારે...જ્ઞાનનું જ્ઞેય અભેદપણે જ્ઞાયક થાય છે જ્યારે...ત્યારે...ત્યારે શું છે? “ એક જીવ જ પ્રકાશમાન છે.” નવ તત્ત્વ દેખાતા નથી. દેખાતા નથી કેમકે એનું લક્ષ નથી. પ્રતિભાસનો અભાવ નથી, લક્ષનો અભાવ છે. આહાહા! પ્રતિભાસ તો લોકાલોકનો થાય છે બધાંને-જ્ઞાનીને અજ્ઞાની બેયને ( સૌને આબાળગોપાળને ) પણ અજ્ઞાનીનું લક્ષ પરના પ્રતિભાસ ઉપર જાય છે, અને જ્ઞાની થાયથવાનો હોય...તો જ્ઞાયકના પ્રતિભાસ ઉ૫૨ એનું લક્ષ જતા આવિર્ભાવ થઈને અનુભવ (નિજનો ) થઈ જાય છે.
(
( શ્રોતાઃ ) ઝીણું તો લાગે ઝીણું પડે!
(ઉત્ત૨:) આત્મા જ ઝીણો છે દરબાર! ગુરુદેવ કહેતા 'તા આત્મા જ સૂક્ષ્મ છે. તો ઉપયોગને જરા સૂક્ષ્મ કરે તો સમજાય. ઉપયોગ ક્યાંક રોકાયો હોય ને બહાર તે સ્થૂળ થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com