________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪
પ્રવચન નં. ૨૦ તો કારણ નથી. આત્મા એનો નિમિત્ત કારણ નથી...એનો નિષેધ કરવા માટે, પર કારણ છે એમ કહેવું પડે છે. ખરેખર, કારણની અપેક્ષા એને છે નહીં. એ સને કારણની અપેક્ષા ન હોય. નિરપેક્ષ તત્ત્વ છે એ તો “એવાં એક દ્રવ્યના પર્યાયોપણે” –જીવ દ્રવ્યના પર્યાયો પણ ને અજીવ-દ્રવ્યના પર્યાયો પણે અનુભવ કરતાં એટલે કે જાણતા “એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે ને..... આહાહા ! પર્યાયો છે. પણ એ મારામાં નથી. હવે કહે છે આગળ વધે છે. આ જ્ઞાનના જ્ઞયમાંથી કાઢે છે, જ્ઞાનનું જ્ઞય નવ તત્વ નથી.
સર્વ કાળે અસ્મલિત...” આહાહા! અસ્મલિત એટલે સ્કૂલના થતી નથી, આત્માનું ચેતનપણું-પોતાના સ્વભાવને છોડતું નથી. એ કોઈ કાળે રાગરૂપે કે અચેતનરૂપે (આત્મા) થતો નથી. એને અલના કહે છે, (ચેતનપણાથી ) અલના કદી ન થાય- “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ..કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ' -ચેતનભાવ આત્માના સ્વભાવને છોડતું નથી. સર્વ કાળ-સર્વ કાળ લીધો હોં, અનાદિ-અનંત..એ જ્ઞાયક, શુભાશુભભાવે થતો નથી.
જ્ઞાયકભાવ જ છે...સદાકાળ, કોઈ કાળે શુભાશુભ-રૂપે થતો નથી. દુઃખ રૂપે થતો નથી ને દુઃખને ભોગવતો નથી. એ આજ સુધી ભગવાન આત્માએ દુઃખ ભોગવ્યું નથી. અત્યારે શ્રેણિક મહારાજા, નરકના ક્ષેત્રમાં છે-બાહ્યક્ષેત્ર નરકનું, અંતરક્ષેત્ર, અસંખ્યાતપ્રદેશ આત્મામાં છે એ તો..અને (નર્કનું) દુઃખ બહાર છે એને ભોગવતા નથી, ભોગવતા તો નથી પણ એને જાણતાય નથી-એમ સાધક જાણે છે આંહી બેઠા-બેઠા. અમારા શ્રેણિક મહારાજા, દુઃખને ભોગવતાં તો નથી, પણ દુઃખને જાણતા નથી, કેમ કે આત્માને જાણવારૂપે પરિણમી ગયા છે એ. ભલે, એનો પ્રતિભાસ થાય પણ એનું લક્ષ નથી. લક્ષ નથી માટે ખરેખર જાણતા નથી. લક્ષવાળાને જાણતા કહો; ત્યાં બીજાં મિથ્યાષ્ટિ (જીવો) છે. એ બધાં દુઃખને ભોગવે છે ને દુઃખને જાણે છે કેમ કે લક્ષ ન્યાં છે એનું. આ ભાવિ ભગવાન, તીર્થંકર પરમાત્મા મહાપદ્મપ્રભુ થવાના છે. પહેલા તીર્થકર હોં! અમારા પરમાત્મા ( એ ક્ષેત્રે પણ) દુઃખને ભોગવતા નથી, એ દુ:ખને જાણતા ય નથી.એની પાસે એવું જ્ઞાન નથી કે એ દુઃખને જાણે ! એક જ્ઞાન એવું છે કે તે દુ:ખને જાણે એ જ્ઞાન એનું નથી. જે જ્ઞાનમાં આત્મા જણાય છે ને જાણે છે, ઈ અમારા પ્રભુ છે-એ સમ્યક્દષ્ટિ છે, ચોથા ગુણસ્થાને છે હજી.
આ તો ભેદજ્ઞાનની વાત છે. એ જ્ઞાની જ્ઞાનમાં જ છે નરકમાં છે નહીં. એ તો સંયોગનું જ્ઞાન કરાવ્યું છે બાકી કાંઈ છે નહીં. આયુષ્ય બંધાઈ ગયું” તે પૂર્વે દોષ થયો” તો આયુષ્ય બંધાણું પછી એને ત્યાં ચોરાશી હજાર વરસનું આયુષ્ય છે અત્યારે ત્યાંનું. -ત્યાંથી નીકળીને પરમાત્મા (તીર્થકર) થશે, દિવ્યધ્વનિ છૂટશે, લાખો જીવ પામી જશે એમનાં નિમિત્તે, લાખો પામવાના છે. આહા હા ! આંહીના (ભરતક્ષેત્રના) ચોવીસ તીર્થકરમાં પહેલાં તીર્થકર (થશે) આંહીયાં. સમતભદ્રસ્વામી થયા છે મુનિરાજ, એ ત્રેવીસમા તીર્થંકર થવાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com