________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૩૩ કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક – “નૈસર્ગિક” (શબ્દ છે) મૂળમાં સંસ્કૃતમાં, “સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે” –આત્મા વડે રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. ચોખ્ખો પાઠ છે (આચાર્યદેવનો) (શ્રોતા ) પરમ સત્ય છે. હું રાગને કરું છું... (હું ષને કરું છું ) –શું કે રાગને હું કરું છું ( એમ નહિ માને) તો સ્વચ્છંદી થઈ જશે(આમ) વ્યવહારના પક્ષવાળા મૂઢ-અજ્ઞાની જનો બને છે. આહાહા! બકવાસ છે એનો ! એની (આવી) વાત સાંભળવા જેવી નથી. ઓલા ગણેશ પટેલ કહે અરે ! પરમાત્મા! આ રાગને કરે ? આ ક્યાંથી આવ્યું કહે. બોલો! ગણેશ હો? વેપારી છે બકાલાનો, કેરીનો મોટો વેપારી, ખૂબ સુખી-પૈસાવાળો-પૈસાપાત્ર! એ (કહે) અરે ! આ પરમાત્મા! અંદર બિરાજમાન છે, એ રાગને કરે? શોભતું નથી. કહે, આહા ! સ્વ પરનું અત્યંત બૂરું કરનારી એ વાણી છે.
અરે ! જ્ઞાનને કરે એ પણ કથંચિત છે (એટલો ભેદય) પોસાતો નથી. આહાહા ! રાગ સ્વયં થાય છે, આ ગાથા છે તેંતાલીસમી. (ગાથામાં ચોખ્ખો પાઠ છે.) તેંતાલીસ નંબરની ગાથા સમયસારની હોં? “સ્વયમેવ” ઉત્પન્ન થાય છે આહાહા! “સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગ દ્વેષ વડે મેલું જે અધ્યવસાન...” તે જ જીવ છે. એમ માને છે રાગને જ જીવ માને છે. જે સ્વયં ઉત્પન્ન થાય છે. આત્મા રાગને કરતો હોય તો તે જીવ થઈ જાય, આત્મા રાગને કરતો નથી માટે તે અજીવપણે રહે છે, જીવ થતો નથી. આહા...હા!
શું કહે છે? અંતર્દષ્ટિ વડે જુએ છે-સાધક જુએ છે, નવ તત્ત્વ છે. “આવા આ નવા તત્ત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને ” – (એટલે કે) આત્માના આશ્રયે થતા નથી, એ નવ તત્ત્વો, આત્મા એનો કર્તા પણ નથી ને આત્મા એનો નિમિત્ત પણ નથી. કારણ પણ નથી ને કર્તા પણ નથી. કર્તા એ..તન્મય થાય તો કરે, નિમિત્તકર્તા હોય તો નિત્યનિમિત્તકર્તાનો દોષ આવે ને નિત્યનો અભાવ કદી ન થાય, કોઈ કાળે એનો અભાવ ન થાય...
અરે! જ્ઞાતાય નથી ત્યાં કર્તાની વાત તો ક્યાં રહી. પ્રભુ! તું સાંભળ તો ખરો સર્વજ્ઞની વાત...રાગને જાણે તો કર્તા-અકર્તાનો પ્રશ્ન આવે, રાગ જ્ઞાનનું ય થતું નથી, જ્ઞાનનું જ્ઞય તો આત્મા થાય છે. આહા...હા ! તો..પછી હું કરું છું એ વાત રહેતી નથી. આ હાથ હલે છે, હલાવતો નથી પોતે હલે છે સ્વયં અને કોઈ...કહે કે આ હાથને હું હલાવું છું. હાથ (મારા ) જ્ઞાનનું જ્ઞય થતું નથી..તો આ હાથ હુલાવું ને આ હુલતા હાથને રોકું એ વાત રહેતી નથી કે આ ક્યાંની વાત છે કે શું આ કરો છો કે અંદર જવા માટેની વાત આ છેકર્તબુદ્ધિ છૂટી જાય છે ને જ્ઞાતાબુદ્ધિ છૂટી જાય છે ને જ્ઞાયકનો જ્ઞાતા-અભેદ થઈને અનુભવ થઈ જાય છે. લે! આહાહા !
“આવા નવ તત્ત્વો જેવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે” -પર્યાયનું કારણ પર્યાય ઉપાદાન, ક્ષણિક ઉપાદાન કહ્યું ને! બે પ્રકારના એ ઉપાદાન કારણ છે, પર્યાયનું કારણ પર્યાય (છે.) એ પોતે અને પર (એટલે) પરપદાર્થ જેમનાં કારણ છે, સ્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com