________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર
પ્રવચન નં. ૧૫ આસવ' સકષાય અને અકષાય બે ભેગા મળીને આસ્રવ, પુણ્ય-પાપને જુદા પાડીને આસ્રવ. પુણ્ય-પાપને જુદા પાડીને આસ્રવ કેમ કહ્યું? કહે–આસ્રવના બે પ્રકાર છે- (૧) સકષાય (૨) અકષાય. મિથ્યાત્વ, અવિરત અને કષાય તે આગ્નવો સકષાય યુક્ત છે. અને તેરમે ગુણસ્થાને યોગ આસ્રવ છે, ત્યાં પુણ્ય-પાપ તો છે નહીં. પુણ્ય પાપનો અભાવ થાય તો પણ આસ્રવ તો રહી જાય છે. માટે નવ તત્ત્વના ભેદ કર્યા છે તે પણ બરોબર છે. કોઈ આચાર્ય ભગવાને આસ્રવ તત્ત્વમાં પુણ્ય-પાપને ગર્ભિત કરી સાત તત્ત્વ કહ્યાં તો તે પણ બરોબર છે. નવ તત્ત્વ કહે તો પણ બરોબર છે.
એ જ કુંદકુંદભગવાને નિયમસારની ૩૮ ગાથામાં મૂળમાં સાત તત્ત્વો કહ્યા. અને તે જ કુંદકુંદાચાર્યે અહીં આ ગાથામાં નવ તત્ત્વો કહ્યા-તે યથાર્થ છે. પણ આ નવ તત્ત્વો સ્વથી કે પરથી થતાં નથી. આહા..! સ્વયમેવ થવા યોગ્ય પરિણામ થાય છે તેમ અનુભવી પુરુષો કહે છે.
થવા યોગ્ય થાય છે તેમ અમે જાણી લીધું છે. અમારાં ગુરુએ એમ કહ્યું કે-થવા યોગ્ય થાય છે, ત્યારે અમારી કર્તબુદ્ધિ અને સાપેક્ષબુદ્ધિ છૂટી ગઈ. કર્તાબુદ્ધિ છૂટી અને સાપેક્ષ બુદ્ધિ પણ છૂટી.
કહ્યું? હું પરિણામને કરું છું તેવી કર્તાબુદ્ધિ છૂટી, અને આ પરિણામમાં આ નિમિત્ત થાય છે તેવી સાપેક્ષ બુદ્ધિ પણ છૂટી ગઈ. પરિણામ પરિણામથી થાય છે. પરિણામ પરથી નહીં અને સ્વથી પણ નહીં; આમ જ્યારે મને જાણવામાં આવ્યું ત્યારે મને આત્માનો અનુભવ થઈ ગયો-તેમ આચાર્ય ભગવાન લખે છે. આહા..! અમે અનુભવથી જાણ્યું કે પરિણામ થવા યોગ્ય થાય છે.
અનુભવ પહેલાં થવા યોગ્ય થાય છે એવો નિર્ણયકાળે નિર્ણય કરવો જોઈએ. નિર્ણયના કાળે આવો નિર્ણય જીવોને આવે છે. નિર્ણયનો પણ કાળ છે અને અનુભવનો પણ કાળ છે. થવા યોગ્ય થાય છે કે નહીં? આત્મા કરે છે તો થાય છે? પર્યાયનો આવો નિર્ણય પણ આત્મા કરતો નથી.
આહા ! આત્મા અનુભવની પર્યાયનો પણ આત્મા કર્તા નથી. બીજું સમ્યક્દર્શન થાય તેને દર્શનમોહના અભાવની અપેક્ષા નથી. પછી તે ઉપશમ હો, ક્ષયોપશમ હો, કે ક્ષાયિક હો. તેને દર્શનમોહના ઉપશમ ક્ષયોપશમ કે ક્ષયની અપેક્ષા નથી. દર્શનમોહનો અભાવ થયો માટે સમ્યકદર્શન થયું તે-સાપેક્ષની વાતને જાણીને, હવે તેનું લક્ષ છોડી દે. કર્મનો અભાવ થયો છે માટે સમ્યકદર્શન થયું છે એમ તો નથી, પરંતુ આત્માએ પુરુષાર્થ કરીને સમ્યક્દર્શનની પર્યાયને ઉત્પન્ન કરી છે તેમ પણ નથી.
પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. આ મહામંત્ર છે. અત્યારે ઓમકાર ધ્વનિમાં આ આવે છે. સ્તુતિમાં આવે છે ને....સીમંધર મુખથી ફૂલડાં ખરે એની કુંદકુંદ ગૂંથે માળ રે.જિનજીની વાણી ભલી રે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com