________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૬૧ શક્તિથી જીવે છે તે કાંઈ આયુથી જીવતો નથી.
એમ વળી “પુણ્ય', પુણ્યના પરિણામ થાય કષાયની મંદતા વ્રત, તપ, ભક્તિ, જાત્રાનો ભાવ આદિ, સ્વાધ્યાયનો વિકલ્પ તેવો શુભભાવ થાય છે તેને તું ભૂતાર્થનયથી જાણ. ભગવાનની પ્રતિમા જોઈ માટે મને શુભભાવ થયો છે તેમ છે નહીં, અને આત્મા એ પુણ્ય તત્ત્વને કરે છે–એમ પણ છે નહીં. પુણ્યના પરિણામ એના અકાળે તેની જન્મક્ષણે થાય છે, સ્વયમેવ પ્રગટ થાય છે. તે મારાથી પ્રગટ થતા નથી. અને તેને જિનબિંબની પણ અપેક્ષા નથી. જિનબિંબના આશ્રયે શુભભાવ ન થાય. અને આત્માના આશ્રયે પણ શુભભાવ ન થાય. શુભભાવ થાય તેમાં આત્મા હેતુ પણ નથી, અને જિનપ્રતિમા પણ તેમાં હેતુ-નિમિત્ત નથી. આ રીતે પુણ્ય તત્ત્વને ભૂતાર્થનયથી જાણ.
આહા..એક એક તત્ત્વને તું ભૂતાર્થનયથી જો. ભૂતાર્થને આધ: દીપક કહેવાય. એક વ્યવહાર જીવ તત્ત્વને જ્યાં ભૂતાર્થનયથી જાણ્યું. ત્યાં બધા તત્ત્વોને ભૂતાર્થનથી જાણ્યા. જ્યાં સુધી વ્યવહારનયથી જાણે છે ત્યાં સુધી મિથ્યાદષ્ટિ છે.
પ્રાથમિક ભૂમિકામાં છ દ્રવ્યો, નવ તત્ત્વો તે અભ્યાસક્રમમાં આવે છે...પણ, તેને વ્યવહારનયે જાણતાં મિથ્યાત્વનો દોષ લાગે છે. નવ તત્ત્વને ગરબડ કરીને જાણે એ તો અન્યમતી છે. આ નવ તત્ત્વો તો એક જૈનમતમાં છે-અન્યમતમાં તો છે નહીં. અહીંયા અન્યમતને તો કાઢી નાખ્યો છે. અન્યમતમાં નવ તત્ત્વો નથી પછી તેની શું વાત કરવી ? અહીંયાં તો જૈનમતમાં સર્વજ્ઞ-વીતરાગ-પરમાત્માની દિવ્યધ્વનિમાં નવ તત્ત્વો પરિણામના ધર્મો છે. થવા યોગ્ય થાય છે–તે પરથી પણ થતા નથી ને સ્વથી પણ થતા નથી. સ્વયંસિદ્ધ છે, તે સ્વયં પ્રગટ થાય છે.
એમ “પાપ” તત્ત્વ, આ શ્રદ્ધાનો દોષ જે મિથ્યાત્વ તે દર્શનમોહના ઉદયથી થતું નથી. તેના ઉદયની અપેક્ષા હમણાં છોડી દે ! અને આત્માથી તો થાય જ નહીં એ વાતનો તો હવે પ્રશ્ન જ નથી. તે આત્માથી નથી થતાં, મારાથી નથી થતાં. પુણ્ય-પાપ એ કર્મકૃત છે—માટે કર્મથી થાય છે. તેને વ્યાપ્ય-વ્યાપક પણ કર્તાબુદ્ધિ છોડાવવા કહે છે. નિમિત્ત-નૈમિત્તિક પણ કહે, પણ જેમ કર્તાકર્મ પરની સાથે નથી તેમ નિમિત્ત-નૈમિત્તિક પણ પરની સાથે નથી. પરિણામનો કર્તા પરિણામ છે. પરિણામનું કાર્ય (કર્મ) પર્યાય છે, અને પર્યાયનું કારણ પર્યાય છે. જેમ પર્યાયનો કર્તા, પર્યાયનું કાર્ય બીજું ન હોઈ શકે તેમ પર્યાયનું કારણ પણ બીજું ના હોઈ શકે. આ પુણ્ય-પાપ તત્ત્વની વાત ચાલે છે.
આહા હા ! તું પરિણામને નિરપેક્ષથી જાણ તો નિમિત્તાધીન દષ્ટિ છૂટી જશે. કર્મના ઉદયથી પુણ્ય થાય છે તેથી જો નિમિત્તને હું છોડું તો નૈમિત્તિકનો પણ અભાવ થશે. આવી નિમિત્તાધીન દષ્ટિ થઈ ગઈ છે. હવે તે નિમિત્તથી નિરપેક્ષ, પર્યાય તેના અકાળે થવા યોગ્ય થાય છે. આહા....અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ છે. તે એના સ્વકાળે પ્રગટ થાય છે. આવી રીતે પુણ્ય-પાપના પરિણામને તું નિરપેક્ષ જાણ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com