________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૫
૧૬૦
કોઈને કોઈની અપેક્ષાથી.
મિથ્યાત્વની પર્યાય આત્માથી નિરપેક્ષ છે અને દર્શનમોહનાં ઉદયથી પણ નિરપેક્ષ છે. તે પર્યાયને દર્શનમોહના ઉદયનો આશ્રય કે અવલંબન નથી. હાય...હાય ! તો તો સ્વભાવ થઈ જશે. હા, તે પર્યાય સ્વભાવ થશે. પર્યાયને પર્યાયના સ્વભાવથી જોઈશ તો પર્યાય તને સત્ અહેતુક જણાશે. તારી સાપેક્ષબુદ્ધિ છૂટી જશે, પછી સાપેક્ષનું જ્ઞાન થઈ જશે. સાપેક્ષ દૃષ્ટિ તે મિથ્યાદષ્ટિ અને સાપેક્ષનું જ્ઞાન તે વ્યવહારદષ્ટિ છે. સાપેક્ષ જ્ઞાનનું કથન તે વ્યવહારનયનું છે. માટે પહેલાં પર્યાયને નિરપેક્ષ જો પછી વ્યવહારનું કથન આવે.
પર્યાય એક તેને જોવાની વિવિક્ષા બે છે. જો પર્યાયને તું વ્યવહારનયથી જોઈશ તોપર્યાય મારાથી થાય છે અથવા પર્યાય પરથી થાય છે તેમ લાગશે. એટલે તેં પર્યાયને સત્– અહેતુક ન માની, પર્યાયને પરાધીન માની તો જ્ઞાતા થઈ શકશે નહીં.
ભૂતાર્થનય શબ્દથી ભડકવું નહીં. ભૃતાર્થનયથી જાણ્યે સમ્યક્દર્શન કેમ થાય? નવને ભૂતાર્થનયથી કેમ જાણવાં ? ભૃતાર્થનય એટલે કે પર્યાયનું જેવું અસલી સ્વરૂપ છે સત્-અહેતુક તેમ જોવી. તેને ભૂતાર્થનયથી નિશ્ચયનયથી જોઈ તેમ કહેવામાં આવે છે. પર્યાયને નિશ્ચયનયથી જોતાં દષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય છે, અને પર્યાયને વ્યવહારનયથી જોતાં કર્તબુદ્ધિ રહી જાય છે. અને કર્તબુદ્ધિ ઓગળી હોય તો જ્ઞાતાબુદ્ઘિ રહી જાય છે. પ્રકાશ! સમજાણું ! ? ( શ્રોતા-હા, જી! બરાબર.)
ગુરુદેવના ઉપદેશથી કદાચ કર્તાબુદ્ધિ ઓગળી હોય તો...જ્ઞાતાબુદ્ઘિ રહી જાય છે. બારમી ગાથામાં ચોખ્ખું લખ્યું છે-વ્યવહાર જાણેલો પ્રયોજનવાન. એ ખરેખર જણાયેલો પ્રયોજનવાન છે, જાણેલો પ્રયોજનવાન નથી. જ્ઞાનનું લક્ષ ત્યાં (ભેદ ) પર્યાય ઉપર નથી. જ્ઞાનનું લક્ષ હંમેશાં દ્રવ્ય ઉપર હોય. એક સમય પણ સાધકનું લક્ષ પરિણામના ભેદ ઉપ૨ ન જાય તો પછી પ૨ ઉપ૨ તો જાય જ ક્યાંથી ?
ભૂતાર્થનયથી એટલે તેના અસલ-ખરા સ્વરૂપથી, નિરપેક્ષ ભાવને તું. ‘જીવ’ જે દસ પ્રકારના પ્રાણથી જીવે તેને વ્યવહારજીવ કહેવામાં આવે છે. નવ તત્ત્વોમાં પહેલું જીવ તત્ત્વ છે-તે પરિણામનો ધર્મ છે. આ જીવ દશ પ્રકારના પ્રાણથી જીવે છે. પાંચ ઈન્દ્રિયોનો ઉઘાડ, મનબળ, વચનબળ અને કાયબળ, શ્વાચ્છોશ્વાસ અને આયુ-આ દશ પ્રકારના જે પરિણામ
થાય તેને નિ૨પેક્ષથી જો. એ પરિણામ જીવથી થતા નથી અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી પણ થતા નથી. આયુકર્મથી જીવ જીવતો નથી. પરિણામ તેની યોગ્યતા પ્રમાણે થયા કરે છે.
હવે ‘ અજીવ’, આ અજીવ છે એવો વિકલ્પ ઉત્પન્ન થાય તેને ભગવાન અજીવ તત્ત્વ કહે છે. આ અજીવ છે તે પણ જીવના પરિણામ છે, પણ તે જીવ નથી જીવના પરિણામથી જીવ જુદો છે, અને અજીવથી પણ જીવ જુદો છે જીવના પરિણામ એટલે પાંચ ઈન્દ્રિયનો ઉઘાડ એ જીવથી પણ જીવ જુદો છે. વ્યવહાર પ્રાણથી નિશ્ચયપ્રાણ ભિન્ન છે. તે જીવત્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com