________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૫૯ પરથી થતાં નથી અને સ્વથી પણ થતાં નથી. સાધક સવિકલ્પ દશામાં લખે છે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે, અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પરિણામી (લક્ષવિના) જણાય છે.
- સાધકને સવિકલ્પ દશામાં પરિણામ જણાય છે, પણ તે મારા જાણ્યા વિના જણાય જાય છે–એટલે પરિણામનું લક્ષ કર્યા વિના પરિણામ જણાય જાય છે. આત્મામાં સ્વચ્છત્વ નામની શક્તિ છે–જેમાં સ્વપરનો પ્રતિભાસ થયા કરે છે. પરિણામ જણાય જાય છે અને એમ કહે કે-પરિણામને હું કરું છું તો મિથ્યાત્વ છે. અને પરિણામને હું જાણું છું–તો આત્મા જણાતો ( જ્ઞય થતો) નથી. પરિણામ ભાવેન્દ્રિયનો વિષય છે તેથી તેને ભાવેન્દ્રિય જાણે છે. પરિણામ (ભેદ) આત્મજ્ઞાનનો વિષય નથી. જેનું લક્ષ હોય તે જણાય, જેનું લક્ષ ન હોય તે જણાવા છતાં ન જણાય.
સાધક આત્મા ! સવિકલ્પ દશામાં પરદ્રવ્યથી પરાડમુખ છે. પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે તે સવિકલ્પદશા છે. પરિણામી મારા જાણ્યા વિના જણાય છે કેનિર્વિકલ્પ ધ્યાન છે. નિર્વિકલ્પ ધ્યાન કાળે પરિણામી જણાય અને સવિકલ્પદશા આવે ત્યારે પરિણામ જાણ્યા વિના જણાય. પરિણામનું લક્ષ રહેતું નથી અને દ્રવ્યનું લક્ષ છૂટતું નથી.
અનાદિથી આત્મામાં એક એવું જ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં નિરંતર આત્મા જણાયા કરે છે. બાળગોપાળ સૌને જણાયા કરે છે તેવું આત્મજ્ઞાન પ્રગટ થાય છે અને તેની સાથે સાથે બીજું ઈન્દ્રિયજ્ઞાન પણ અનાદિથી પ્રગટ થઈ રહ્યું છે. ઈન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિય જ્ઞાનમયી આત્મા તે બે વચ્ચેનું ભેદજ્ઞાન કરી અંદરમાં જાય તો અનુભવ થાય તેવી વાતો છે.
પરિણામ છે તે વ્યવહારનયનો વિષય છે. દ્રવ્ય છે એ નિશ્ચયનયનો વિષય છે. એ વાત આપણે બધાએ સાંભળી છે. અગિયારમી ગાથામાં કોઈ કોઈને અનુભવ પણ થઈ જાય છે. હવે આ જે પરિણામ પ્રગટ થાય છે તેને સાપેક્ષપણે જોયા કરે છે. કાં મારાથી થાય અને કાં પરથી થાય. પરથી ન થાય તો પરનિમિત્તપણે હોય છે તેમ રાખે છે. અને પરિણામ મારાથી ન થાય, પણ મારું નિમિત્તપણું હોય છે તેમ રાખે છે.
શું કહ્યું? ફરીથી; પુણ્ય-પાપ, આસ્રવ, બંધના વિકારી કષાયરૂપ વિભાવભાવ તે મારાથી ભલે ન થાય પણ તે નિમિત્તથી થાય મારાથી થાય તો મિથ્યાત્વ અને નિમિત્તથી થાય તેમ સાપેક્ષ માને પર્યાયને તો પણ મિથ્યાત્વ છે. તો તેણે પરિણામને અભૂતાર્થનયથી જોયા.
મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાનની પર્યાય આત્માથી તો થતી નથી, કેમકે તેને આત્માનું લક્ષ નથી. તેને આત્માનો આશ્રય નથી માટે થતી નથી એ તો ઠીક; પણ તે પર્યાયો દર્શનમોહના ઉદયથી થાય છે એમ પણ નથી. દર્શનમોહનો ઉદય નિમિત્તમાત્ર છે-નિમિત્ત છે તેમ ન જો. પર્યાય સ્વયં થવા યોગ્ય-મિથ્યાત્વના પરિણામ થાય છે એમ જાણે તો મિથ્યાત્વ છૂટી જાય. આહા..હા! ક્યાંય ને ક્યાંય તેણે પર્યાયને વ્યવહારનયે જોઈ છે. વ્યવહારનય એટલે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com