________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮
પ્રવચન નં. ૧૫ રીચર્સ કરનાર) તે લોકો પૂર્વભવને પહેલાં માનતાં ન હતાં. તેઓ આ વિષયમાં ઊંડા ઊતર્યા, અને ઊંડા ઉતરતાં નક્કી થયું કે-પૂર્વભવ પણ છે. અને આ ભવ પછી પણ બીજા ભવ જીવોને થાય છે.
શ્રી દેવસેન આચાર્ય ભાવલિંગી સંત થઈ ગયા-આજથી ૧000 વર્ષ પહેલાં. નિત્ય આનંદનું ભોજન કરનારા, અતિ આન્નભવ્ય ધર્માત્મા, હવે અલ્પકાળમાં તો પરમાત્મા થવાના છે-તેઓશ્રી ફરમાવે છે કે જો આ કુંદકુંદાચાર્ય ભગવાન મહાવિહેદ ક્ષેત્રમાં જઈ ત્યાંથી આવી અને આ સમયસાર આદિ શાસ્ત્રોની રચના ન કરી હોત તો અમારા જેવા મુનિઓનું શું થાત? આ એવું અપૂર્વ દૈવી ભાગવતી શાસ્ત્ર છે. આ શાસ્ત્રનું જે બહુમાન કરશે તેને કાં તો વર્તમાનમાં સમ્યફદર્શન થશે અને કાં એની પરંપરામાં તેને અપૂર્વ જિનવાણીનો યોગ થશે. –એવું આ અલૌકિક શાસ્ત્ર છે. તેનું બહુમાન કરવા જેવું છે. આ શાસ્ત્રનું બહુમાન એટલે કે આત્માનું બહુમાન. આત્માનું નામ પણ સમયસાર છે અને આ જિનવાણીનું નામ પણ સમયસાર છે.
જિનવાણી કહે છે મારી પાસે આવો..મારી પાસે આવો. મારી પાસે એટલે આત્માની પાસે. બધાએ ક્યાં જવાનું છે? છે તો આત્મા. પણ તે આત્માથી ખસી ગયો છે ને બહારચલ્લો થઈ ગયો છે. જિનવાણીમાતા કહે છે–આવો...આવો..આત્માઓ આવો! આ પદ તમારું છે. તમે માનેલું આ પદ એટલે દેહુ મારો, કુટુંબ મારું, રાગ મારો એ પદ તમારું નથી.
જેમ આ શાસ્ત્રની મહિમા કરવા માટે કોઈ શબ્દો નથી. તેમ આ ગાથા છે તેનો મહિમા કરવા માટે કોઈ શબ્દ નથી–એટલો આમાં માલ ભર્યો છે. “હું ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે.” અગિયારમી ગાથા સમ્યક્દર્શનની, અને તેરમી ગાથા પણ સમ્યક્દર્શનની છે. અગિયારમી ગાથાના સ્વાધ્યાય પછી કોઈ 'ક જીવ સમ્યક્દર્શન વિનાનો રહી ગયો હોય, સમ્યકદર્શન ન થયું હોય; ન થયું તેની યોગ્યતાથી; તો તેને માટે આ તેરમી ગાથા લખી.
આચાર્યદેવનો આ તેરમી ગાથા લખવાનો હેતુ છે. અગિયાર ગાથામાં આત્મા અકર્તા છે, તેમ પરિણામથી ભિન્ન દષ્ટિમાં આવી જાય છે. અહીં તેર ગાથામાં નવ તત્ત્વો દર્શાવ્યા. પરિણામ છે, પરિણામ નથી તેમ નથી. અનાદિથી તેની બુદ્ધિ, પરિણામને દેખીને-હું પરિણામનો કર્તા છું તેવી મિથ્યાબુદ્ધિ થઈ ગઈ છે. એટલે આ ગાથામાં પરિણામને ભૂતાર્થનયથી જાણવાનું કહે છે. આત્મા (પરિણામને) કરે તો નવતત્ત્વો થાય તેમ છે નહીં.
જ્ઞાની ધર્માત્મા લખે છે-આ નવ તત્ત્વના ભેદો-પરિણામ જે થાય છે તે મારા કર્યા વિના થયા કરે છે. ઉત્પાદ્ર-વ્યય તે મારા કર્યા વિના થયાં કરે છે તેમ મારું જ્ઞાન જાણે છે. હે! ભવ્ય આત્માઓ! તમે પણ આમ જાણો. કે-પરિણામ મારા કર્યા વિના થયા કરે છે તેમ તમે જાણો; તો તમને સમ્યકદર્શન થશે. પરિણામ થાય તે રાખ્યું પણ કર્તા બુદ્ધિ ઊડી ગઈ.
પાઠમાં આવશે-પરિણામ થવા યોગ્ય થાય છે. તેનો અર્થ આત્મા તેનો કર્તા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com