________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
આત્મજ્યોતિ
વિદેહમાં ઓમકાર ધ્વનિ છૂટે છે ત્યાં આઠ દિવસ કુંદકુંદાચાર્ય રહ્યાં હતાં. ઓમકાર ધ્વનિમાં આવ્યું કે-પરિણામ થવા યોગ્ય થયા કરે છે અને જાણનારો જણાયા કરે છે. પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે તેમાં અનુભવ અને જાણનારો જણાયા કરે છે તો ચારિત્ર. જાણનાર જણાય છે તે સમયે સમ્યક્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે. અને પછી નિરંતર જણાયા કરે તે ચારિત્રની વિવિક્ષા છે. પહેલાં જણાયો તો સંવર અને પછી જણાયા કરે તો સંવરપૂર્વક નિર્જરા થયા કરે છે.
આ ગુરુદેવનો મહિમા જેને આવશે અને અંતરમાં સ્થાપશે તેનો મોક્ષ થઈ જશે. ગુરુદેવનો મહિમા આવશે એનો હોં! તો પછી કુંદકુંદાચાર્યની તો શું વાત કરવી ? તે તો ગુરુ ના ગુરુ. આપણા ગુરુ-કાનજી સ્વામી અને તેમના ગુરુ કુંદકુંદાચાર્ય અને કુંદકુંદના ગુરુ સીમંધર ભગવાન-આમ લીંક (પ્રવાહ) ચાલુ છે અને આ લીંક ચાલુ રહેવાની છે.
શ્રી સોગાનીજીની વાણીમાં આવ્યું છે ને? કે-આ ગુરુદેવની વાણી ઠેઠ પંચમઆરાના છેડા સુધી જીવોને નિમિત્ત થશે. નિમિત્ત થશે તે વ્યવહારનું કથન છે. એ થવા યોગ્ય થાય છે ત્યારે કોણ નિમિત્ત છે? તેનું માત્ર જ્ઞાન કરાવે છે. તું સાપેક્ષની બુદ્ધિ રાખીશ મા. નિરપેક્ષની દિષ્ટિપૂર્વક સાપેક્ષનું જ્ઞાન રહી જાય છે. સાપેક્ષની દૃષ્ટિ છૂટી જાય છે, કારણ કે-સાપેક્ષની દૃષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે.
આહા...! આનાથી આ થાય અને આ હોય તો આ થાય, એવું કાંઈ છે નહીં. દ્રવ્ય સ–ગુણ સત્ન-પર્યાય સત્ છે. ત્રણેય ત્રિકાળ સત્ છે. આહા ! એ દ્રવ્યના પરિણામ નિરપેક્ષ થયા કરે છે. આહા...! કેવળજ્ઞાનની પર્યાય જ્ઞાનગુણથી નથી અને દ્રવ્યથી પણ નથી, અને ચાર ઘાતિકર્મના અભાવથી પણ નથી. આહા..પરિણામ થવા યોગ્ય થાય છે. (શ્રોતાબહુ સરસ )
આ ગાથા અપૂર્વ છે-પર્યાયને તે વ્યવહારથી જોઈ છે પણ હવે તું પર્યાયને નિશ્ચયથી જો. અનંતકાળથી દ્રવ્યને તે વ્યવહારથી જોયું. દ્રવ્ય પરિણમે છે ને દ્રવ્ય પરિણામી છે એમ દ્રવ્યને નિરપેક્ષ જો કે-પરિણામથી રહિત અપરિણામી છે.
તેમ પરિણામને પણ તે સાપેક્ષબુદ્ધિથી જોયા છે. આનાથી આ થાય અને આનાથી આ થાય-તેમ જોનાર સતનું ખૂન કરે છે. અહીં કહે છે કે-પરિણામ થવા યોગ્ય થયા કરે છે એમ જે જાણે તેની કર્તબુદ્ધિ છૂટી અકર્તા એવા જ્ઞાયક ઉપર દષ્ટિ આવતાં અનુભવ થાય છે. અનુભવમાંથી બહાર આવીને કલમ ચલાવી કે-પરિણામ થવા યોગ્ય થાય છે.
મિથ્યાષ્ટિના મિથ્યાત્વના પરિણામનો કર્તા આત્મા નથી. હાય..હાય ! તો સંસારનો અભાવ થઈ જશે. જ્ઞાની કહે-અમને ઈષ્ટ છે. એમાં જ સંસારનો અભાવ થાય છે. આત્મા મિથ્યાત્વનો કર્તા છે તેમાં સંસારનો અભાવ થતો નથી. સાંભળતો ખરો! આ સાંભળતો
ખરો ! એ શબ્દ મુરબ્બી રામજીભાઈ-જે સોનગઢના સ્થંભ હુતા તેમનો છે. અજ્ઞાનીને પરાધીન દિષ્ટિ ગમે છે, તેને સ્વાધીન થવું ગમતું નથી. અનંત કાળથી પરાધીનતા અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com