________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
પ્રવચન નં. ૧૫ પામરતા સેવી...સેવીને દુઃખી થાય છે. ભગવાન આત્મા! સર્વજ્ઞ પરમાત્મા છે તેને પામરતાપરાધીનતા શોભે નહીં. તું પર્યાયને નિરપેક્ષ જાણ અપેક્ષા છોડી ને.
હવે આસ્રવ પછી “સંવર', સંવરની પર્યાય એટલે શુદ્ધોપયોગ. સમ્યકદર્શન-જ્ઞાનચારિત્રના નિર્વિકારી, અકષાયી વીતરાગી પરિણામ જે થાય છે તેને સંવર તત્વ કહે છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ તેનું નામ સંવર છે. ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ.
શુદ્ધાત્મા જેવો છે તેવો અંતરમાં જઈને જાણવામાં આવ્યો પ્રત્યક્ષ અને આનંદ આવ્યો. એ આનંદની પર્યાય પ્રગટ થઈ અને દુઃખની પર્યાયની સાથે એકતાબુદ્ધિ તૂટી તેનું નામ સંવર તત્ત્વ છે. એ સંવરના પરિણામ આસ્રવના નિરોધપૂર્વક થાય છે. મિથ્યાત્વ નામના આસવનો નિરોધ થાય માટે સંવર થાય તેમ છે નહીં. અને તે કથન છે વ્યવહારનયનું છે. આનાથી આ થાય તેમ બીજાની અપેક્ષા લેવા જાય તો પર્યાય સત્ રહેતી નથી. પણ...જ્યારે સંવર થાય છે ત્યારે આમ થાય છે.
શું કહ્યું? સંવર થાય છે ત્યારે એમ થાય છે. ત્યારે શું થાય છે? કે-મિથ્યાત્વના પરિણામ હોતા નથી. આહા..હા ! પણ એ મિથ્યાત્વના પરિણામનો નિરોધ થયો માટે સંવર થાય છે એવાં મિથ્યાત્વના પરિણમના અભાવની અપેક્ષા પણ જેને નથી-તેવું સત્ સમ્યકુદર્શન છે. પહેલાં ત્યાંથી ( કર્મના ઉદયથી ) નિરપેક્ષ કહ્યું, અને પછી અહીંથી (સ્વથી) નિરપેક્ષ કહ્યું. બન્નેથી નિરપેક્ષ કહ્યું.
અહીંયા ત્રિકાળી ઉપાદાનથી ક્ષણિક ઉપાદાન નિરપેક્ષ છે. વજુભાઈ ! સમ્યકદર્શનની પર્યાય ક્ષણિક ઉપાદાન છે ને!? ઉપાદાનનો અર્થ સ્વશક્તિ. સ્વશક્તિને પરની અપેક્ષા હોય? ન હોય. જો સ્વશક્તિને પરની અપેક્ષા લાગુ કરો તો તે ઉપાદાન રહેતું નથી.
આહા! સમ્યકદર્શનની પર્યાયનું નામ સંવર છે. આસવનો નિરોધ તે સંવર તે નાસ્તિથી કથન છે. નિરોધ કેમ કહ્યું? આમ્રવનો અભાવ કેમ ન કહ્યો? આમ્રવનો નિરોધ તેને સંવર કહ્યું. આસ્રવનો અભાવ તેને સંવર ન કહ્યું. કેમકે ચોથા ગુણસ્થાને આસ્રવનો અભાવ કોઈને થાય અને કોઈને અભાવ ન થાય-માટે નિરોધ કહ્યું. મિથ્યાત્વ ઉપશમ થાય છે ઉપશમના કાળમાં..તેનો અભાવ થતો નથી-તેને ઉપશમ સમ્યકદર્શન કહેવાય, અને તેને સંવર પણ કહેવાય. તેમાં મિથ્યાત્વ ભાવકર્મની ઉપશમ અવસ્થા છે, જડકર્મની પણ ઉપશમ અવસ્થા છે, અને ક્ષયોપશમમાં તથા પ્રકારની અવસ્થા છે, અને ક્ષાયિકમાં તેનો અભાવ છે.
અત્યારે ક્ષાયિક નથી, પણ...ક્ષાયિકવત્ અપ્રતિહત સમ્યકદર્શન થઈ શકે છે. તે સંવરની પર્યાય આત્માથી થઈ છે? આત્માનું અવલંબન ત્યે તો સંવર થાય છે? કે-સંવર થાય ત્યારે તેને આત્મા તરફનું લક્ષ હોય. આત્માથી સંવર ન થાય, પણ એનો સંવર થવાનો કાળ હોય ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર આવી જાય છે–તો ઉપચારથી કહેવાય કે આત્માના આશ્રયે સંવર થાય છે. આત્માના આશ્રયે સંવર થયો તે કથન સાપેક્ષનું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com