________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૬૫ નિરપેક્ષનું કથન તો આત્માના આશ્રયે સંવર થતો નથી–સંવર સંવરથી થાય છે. ગાથા ઘણી ઊંચી છે શશીભાઈ !
આ નિરપેક્ષ તત્ત્વ ઉપર એનું ધ્યાન ખેંચાતુ નથી. આત્મા તો નિરપેક્ષ છે એ તો સાંભળ્યું; પર્યાય પણ નિરપેક્ષ છે...મોદી સાહેબ! (શ્રોતા-એ મુખ્ય વાત જ આવે છે.) આત્મા નિરપેક્ષ છે તે વાત તો ગુરુ પ્રતાપે બહાર આવી અને આ પર્યાય પણ નિરપેક્ષ છે. એ વાત પણ આવી ગઈ છે પણ એના ઉપર ધ્યાન ખેંચાણું નહીં. એટલે આપણે ગુરુદેવે કહેલી વાતને વધારે ઘંટીએ છીએ. આ કોઈ નવી વાત નથી.
બે સત્ છે (૧) ત્રિકાળ સત (૨) ક્ષણિક સત. ત્રિકાળ ઉપાદાનને ક્ષણિક ઉપાદાન. ઉપાદાન એટલે સ્વશક્તિ, જેને પરની કોઈ અપેક્ષા ન હોય. આત્માના આશ્રયે સંવર થાય છે તે વ્યવહારનું કથન છે. સંવર સંવરથી થાય છે તે નિશ્ચયનું કથન છે. પર્યાય છે એ પોતે વ્યવહારનયનો વિષય છે-તેને નિશ્ચયનયથી જાણવું? કહું–હા, તેને નિશ્ચયનયથી જાણ ત્યારે દ્રવ્યદૃષ્ટિ થશે.
આશે ૧૭-૧૮ ની સાલની વાત છે. અત્યારે ૪૭ ની સાલ ચાલે છે એટલે ૨૯ ૩૦ વર્ષ પહેલાની વાત છે. ત્યારે બે વર્ષ માટે હું સોનગઢ રહેવા ગયો હતો. ત્યારે સોગાનીજી મારે ઘરે આહાર કરવા માટે પધાર્યા હતા. એની મસ્તીની તો શું વાત કરવી! ગુરુદેવ તેના બે મોઢે વખાણ કરે. રસ્તામાં ચાલતાં-ચાલતાં સોગાનીજી મને કહે-લાલુભાઈ ! આત્માના આશ્રયે સમ્યકદર્શન થાય છે એ વાત મને ખટકે છે. તેમની કેટલી નિરપેક્ષ દષ્ટિ જુઓ. આ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામ હો ! તે આત્માના આશ્રયે થાય છે તે મને ખટકે છે. તેમની પાસેથી વધારે નીકળે એટલે મેં કહ્યું કે-સમયસારમાં તો આવે છે કે
વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી;
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨ નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. આત્માના આશ્રયે જ નિર્વાણ થાય છે. તેમણે કહ્યું; લાલચંદભાઈ ! એ વાત સાચી છે. તે શાસનની પદ્ધતિ છે-બરોબર છે, પણ... એવું છે નહીં. તે વાત મેં ડીપોઝીટ રાખેલી. કોઈને કરેલી નહીં.
એક વખત પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું કે-આત્માના આશ્રયે મોક્ષ થતો નથી. હું પ્રવચનમાં બેઠો હતો. આત્માના આશ્રયે સમ્યક્દર્શન થતું નથી. સમ્યદર્શન તેનાં સ્વકાળે થાય છે–ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર છે. તો ઉપચારથી આત્માના આશ્રયે થયું તેમ કહેવામાં આવે છે. આત્માનાં આશ્રયે થાય તો પર્યાય પરાધીન થઈ જાય-તો પર્યાય સત્ રહેતી નથી. આવી વાણી ગુરુદેવની આવી મને પ્રમોદનો પાર નહીં. કેમકે સોગાનીજીની વાતની અહીં શ્રદ્ધા બેઠી 'તી.
પ્રવચન પુરું થયું. હું પૂ. ગુરુદેવશ્રીની પાછળ-પાછળ રૂમમાં ગયો. મેં કહ્યું સાહેબ, આ વાત આટલા વર્ષો પહેલાં સોગાનીજીએ કરી હતી. બરોબર છે સોગાનીજીની વાત.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com