________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૫
આહા...હા ! તેણે પર્યાયને નિરપેક્ષ નથી જોઈ. અહીં પર્યાયને નિરપેક્ષ જોવાની વાત છે. આત્માના આશ્રયે સંવર થાય તે વ્યવહારનું ક્થન છે. વ્યવહારથી કર્યુ, પણ...જ્ઞાનીને વ્યવહારનો પક્ષ હોતો નથી. શું કહ્યું? કહેનારને વ્યવહારનોપક્ષ નથી. વ્યવહારથી પરમાર્થ સમજાવે છે–તો તેને સત્ય માની લીધું. કે–આત્માના આશ્રયે જ ધર્મ થાય. એ તો વીતરાગી પર્યાયનું લક્ષ ત્યાં છે એટલે આત્માના આશ્રયે થાય છે તેમ કહ્યું છે. તે વાત યથાર્થ છે. તેથી કરીને પર્યાય પરાધીન થઈ ગઈ તેમ નથી. પર્યાય તેના સ્વકાળે પ્રગટ થાય છે-આઘી-પાછી પ્રગટ થતી નથી. ક્રમબદ્ધ પર્યાયનો નિયમ અફર છે. જે ક્રમબદ્ધને જાણે તે અકર્તામાં આવી જાય છે–એટલે અકર્તાપણે પરિણમી જાય છે પછી...પર્યાયને હું કરું છું તેમ રહેતું નથી.
૧૬૬
આ ગાથા એવી છે ને કે આગળ એક લીટી પણ ચાલતી નથી-મોદી સાહેબ ! (શ્રોતા-બરોબર છે. ) આ કાંઈ કથા નથી કે વાંચી જઈએ. (શ્રોતા-અંદર બહુ ભર્યું છે. ) આપણે ક્યાં ઉતાવળ છે, આપણે શાંતિથી સ્વાધ્યાય કરીએ બસ.
હવે ‘નિર્જરા તત્ત્વ', એકવાર જાણ્યું તો સંવર અને જાણ્યા કરે તો નિર્જરા. નિર્જરામાં જાણ્યા કરે છે. આત્માને એક વખત જાણે તો સંવર અને પછી સંવરપૂર્વક તેને નિર્જરા થાય. તેને સંવરપૂર્વક નિર્જરા કેમ કીધું? દષ્ટિમાં આત્મા આવ્યો, તો હવે પરિણતી ત્યાં ને ત્યાં ફરી ફરી જાય છે. પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થઈ તે તેના સ્વકાળે થઈ ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર હોય છે તો આત્માના આશ્રયે શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે એ ઉપચારનું કથન છે તેમ ખ્યાલમાં રાખજે. આત્મા સંવ૨, નિર્જરાને કરે છે તે ઉપચારનું કથન છે.
જયપુરના પંચકલ્યાણકમાં જ્યારે ગોદીકાજીએ રૂા. સોળ લાખ ખર્ચ્યા હતા, તે વખતની વાત છે. ત્યારે ગુરુદેવે વ્યાખ્યાનમાં કહ્યું હતું કે-નિર્મળ પર્યાયનો આત્મા ઉપચારથી પણ કર્તા નથી. એટલે વ્યવહારથી પણ કર્તા નથી. કેમકે જે સ્વયં થાય તેને કોઈ કારણ હોઈ શકે નહીં. ગુરુદેવે આ વાત કરી ત્યારે અંદરમાં અમૃત લાગ્યું. ગુરુદેવ ગજબની વાત કરી ને! સાધકને સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામ પ્રગટ થાય છે-તે પરિણામને સાધક ઉપચારથી પણ કરતો નથી. મારા કર્તાપણાની અપેક્ષા વિના એ નિરપેક્ષ પ્રગટ થાય છે.
જ્ઞાનીને નિરપેક્ષ તત્ત્વથી અનુભવ થયો હોય તેથી તેના શ્રદ્ધા-જ્ઞાનમાં નિરપેક્ષ રહી જાય છે. પણ જગતના જીવો ને વ્યવહારથી સમજાવે છે બીજો કોઈ ઉપાય નથી. વ્યવહા૨ ૫૨માર્થનો પ્રતિપાદક છે. કેમકે નિશ્ચયનય તો વચનાતીત છે-અનુભવગમ્ય છે માત્ર. આ સ્વરૂપને. ધીમે..ધીમે...ધીમે..ધીમે સમજાવે છે પરિણામ પરનું અવલંબન લ્યે છે તો રાગ થાય છે–તેથી ૫૨નું અવલંબન છોડી દે. સ્વના અવલંબને તને વીતરાગભાવ થશે. આમ તેને પરનું લક્ષ છોડાવીને સ્વનું લક્ષ કરાવવું છે. ઉપાય તો આ છે. બીજો કોઈ ઉપાય નથી.
નિર્જરા તે શુદ્ધિની વૃદ્ધિ. હવે અશુદ્ધિની હાનિ થાય છે માટે નિર્જરા થાય છે? એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com