________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૬૭ નથી. આ ગણેશ ના પાડે છે. (શ્રોતા-નિર્જરા સત છે તો તેને પરાધીનતા હોય નહીં.) વર્ષોથી ગુરુદેવના અનુયાયી છે. અશુદ્ધિની હાનિ થાય તેટલા પ્રમાણમાં અહીં શુદ્ધિની વૃદ્ધિ થાય તેમ છે નહીં. અને જેટલી માત્રામાં આત્મામાં એકાગ્રતા થાય તેટલી માત્રામાં નિર્જરા થાય તેમ છે નહીં. હાય..હાય ! આ તો અમારું બધું વયું જશે. તમારું મિથ્યાત્વ વયું જશે અને તમને સમ્યકદર્શન થઈ જશે. અજ્ઞાની જે રીતે તત્ત્વને માને છે તે રીતે તત્ત્વ છે નહીં.
એ પ્રકારે જ્યારે નિર્જરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિનો કાળ હોય છે; જુઓ! સાધક જીવને જ સંવર-નિર્જરા હોય છે. મોક્ષ કેવળી પરમાત્માને હોય છે. શુદ્ધિની વૃદ્ધિ થાય છે તે નિર્જરાનું જ્ઞાન કરાવે છે. જેટલી માત્રામાં અશુદ્ધિની હાનિ થાય છે તેટલી માત્રામાં અહીં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. જેમ-જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે તેમ-તેમ આસ્રવોથી નિવૃર્તતો જાય છે. જેમ જેમ આસ્રવોથી નિવૃર્ત છે, તેમ તેમ વિજ્ઞાનઘન થતો જાય છે. એમ સાપેક્ષથી સમજાવે છે પણ સમજવું નિરપેક્ષ. સમજાવવા માટે સાપેક્ષ કથન છે અને અનુભવવા માટે નિરપેક્ષ કથન છે. (શ્રોતા-સનું જોર આવે એવી વાત છે.) સત્ સ્થાપાયા છે ત્યારે નિરપેક્ષની ધૂન લાગી જાય છે. આ પરમહિતનું કારણ છે મોદી સાહેબ! આ વાત લક્ષમાં લેવા જેવી છે. અનંતકાળથી લક્ષમાં લીધી નથી.
પરિણામને તેણે સાપેક્ષથી જોયા છે, અને દ્રવ્યને પણ સાપેક્ષથી જોયું છે-બેય દૃષ્ટિ વિપરીત છે. ત્રિકાળી દ્રવ્ય પણ નિરપેક્ષ છે, બંધ-મોક્ષની તેને અપેક્ષા નથી. અને બંધ-મોક્ષ ને પણ દ્રવ્યની અપેક્ષા નથી, તેમ તેને કર્મના સભાવ-અભાવની અપેક્ષા નથી. બંધ ને મોક્ષ બન્ને થવા યોગ્ય થાય છે. આવી વાત સાંભળીને લાયક જીવ ડોલે છે. દેવશીભાઈ ! રૂડો જીવ હતો, તેઓ ગાતા- “કા” ન તારી બંસીમાં ડોલે નરનાર..ડોલે નરનાર.”
અહીં કહે છે-નિર્જરા તત્ત્વ, તેને નિરપેક્ષથી જો. નિરપેક્ષથી જોયા પછી સાપેક્ષથી જો તો કાંઈ વાંધો નથી. નિરપેક્ષ દૃષ્ટિ આવ્યા પછી સાપેક્ષનું જ્ઞાન હોય છે, સાપેક્ષની દષ્ટિ હોતી નથી. નિરપેક્ષનું ભાન હોય છે અને સાપેક્ષનું જ્ઞાન હોય છે.
- જ્યારે નિર્જરા થાય છે ત્યારે તે આત્મામાં જેમ-જેમ લીન થાય છે તેમ-તેમ શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધિની હાનિ થાય છે-તે સાપેક્ષનું કથન છે, તે વ્યવહાર છે. એ વ્યવહાર અભૂતાર્થ છે તેમ જાણજે. (શ્રોતા-આ ઓમકાર ધ્વનિમાંથી આવેલી વાત છે.) પરમ સત્ય છે હોં ! કોઈ માનો કે ન માનો આ સીમંધર પ્રભુની સીધી વાણી છે. કુંદકુંદ ભગવાને સમયસારમાં ગૂંથી છે.
હવે “બંધ તત્ત્વ”, મિથ્યાત્વના રાગના યોગને બંધતત્ત્વ કહેવામાં આવે છે. રાગ છે તે આસ્રવ છે. અને રાગ છે તે મારો તેમ માને તેને બંધતત્ત્વ કહેવામાં આવે છે. આસ્રવથી બંધને જુદો પાડયો છે. શું કહ્યું? જીયાલાલજી ! આસ્રવતત્ત્વથી બંધ તત્ત્વ જુદુ છે.
(શ્રોતા-પણ આ નિર્જરાતત્ત્વ પછી બંધ તત્ત્વ કેમ આવ્યું? સંવરપૂર્વક નિર્જરા થાય છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com