________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
પ્રવચન નં. ૨૦ સમ્યકર્દષ્ટિ થયો..પછી...કર્તા બુદ્ધિને જ્ઞાતા બુદ્ધિ તો ગઈ, પણ કર્તાનો ઉપચાર ને જ્ઞાતાનો ઉપચાર એ સવિકલ્પદશામાં રહી જાય છે...એને ઓળંગીને પાછો અંદરમાં ચાલ્યો જાય છે, બે તબક્કા ધરમના છે. પ્રથમ ગૃહસ્થ અવસ્થામાં સમ્યક્દર્શનરૂપ ધરમ પહેલો- ઈ એકડો-પાયો અને પછી..( નિજ) સ્વરૂપમાં લીન થઈ ચારિત્ર પ્રગટ કરવું એ બીજો (તબક્કો) ધરમનો બીજો પ્રકાર છે. ધર્મના આ બે પ્રકાર છે એક ગૃહસ્થધર્મ-શ્રાવકધર્મ અને (બીજો) મુનિરાજનો ધર્મ તે ચારિત્ર, આહા...હા! અલૌકિક વાતો બહાર આવી છે. (પરમ પૂજ્ય ) ગુરુદેવના-પ્રતાપે...(એમની) અનંતો ઉપકાર છે, આ વાત..ક્યાંય જગતમાં હતી નહીં.
બીજાં જ્ઞાનીઓ પણ થયા ઘણાં..અને પોતાનું કરીને ચાલ્યા ગયા મોક્ષમાર્ગમાં બીજાં પણ મોક્ષપંથે જશે પંચમકાળમાં પણ...પણ જે આ પ્રકારની તત્ત્વની જ ચોખવટ આ પ્રકારનું
સ્પષ્ટીકરણ-એક મોવાળાની (-વાળની) ચાર ચીર નથી કહેતાં આપણામાં, કહેવત છે ને બધું તાણા-વાણા જુદાં જુદાં-કરીને સમજાવ્યું છે.
કહે છે બહિર્દષ્ટિ વડે જોવામાં આવતાં નવ તત્વ છે.” અને પરિણામો થાય છે. એવો કર્તાપણાનો ઉપચાર-કર્તબુદ્ધિ ગઈને કર્તાપણાનો ઉપચારસવિકલ્પ દશામાં ( સાધકને) રહ્યો. નિર્વિકલ્પ ધ્યાનમાં તો કર્તાનો ઉપચાર પણ ચાલ્યો જાય છે. અને પરિણામ છે....એનો ઉપચારથી જ્ઞાતા પણ (સાધક ) થાય છે. જે ૧૨ મી ગાથામાં કહ્યું છે. પણ...એ એક જ્ઞાતાના ઉપચારને પણ ઓળંગી અને ફરીથી એ જ્ઞાયકને ઉપયોગાત્મક જ્ઞય બનાવે છે. પરિણતિમાં શેય ચાલુ છે. અને ઈન્દ્રિયજ્ઞાનના ઉપયોગમાં ભેદ જ્ઞય થાય છે. અને શુદ્ધઉપયોગમાં પાછો અભેદઆત્મા શેય થઈ જાય છે. –આ સાધકની સ્થિતિ છે.
એ વાત કરે છે, “અંતરદૃષ્ટિ વડે જોનારને જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ” -વિકાર એટલે વિશેષ ભાવ, ઉત્પાદ-વ્યય પર્યાય થાય છે ને-નવ તત્ત્વ થાય છે. એ નવ તત્ત્વનો પોતે ઉલ્લેખ કરે છે અંતરદૃષ્ટિવાળો...એ પણ કહે છે કે નવ તત્ત્વ છે. પર્યાય નથી એમ નથી...મારામાં નથી...પણ એનામાં તો એની અસ્તિ છે. પર્યાયની... અસ્તિ ...એની મારામાં નાસ્તિ...એવી મારી અસ્તિ ...એનો અનુભવ-એનું નામ મસ્તિ!
હવે કહે છે, કે સવિકલ્પ દશામાં “વળી પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ જેમના લક્ષણ છે એવાં તો કેવળ જીવના વિકારો છે”, વિકારો છે એટલે એ વિશેષભાવો છે. ઉપચારથી કર્તા પણ છે રાગનો, કર્તાનયે કર્તા છે ને અકર્તાનયે સાક્ષી છે, નિર્મળ પર્યાયનો કર્તાન-એ-પણ ઉપચારથી કર્તા છે, અને એ ભેદો, જ્ઞાનમાં જે જણાય છે, એ સાધકને પર્યાયના ભેદો જણાય છે, એ વ્યવહારે એનું જ્ઞય થાય છે. નિશ્ચયે તો જ્ઞાયક જ શેય રહે છે.
અજ્ઞાનીએ એ ભેદને નિશ્ચયે જ્ઞય માન્યું, નિશ્ચયે જ્ઞાયક જ્ઞય થાય નહીં તો વ્યવહાર શેય કહી શકાતું નથી. એ માટે પ્રથમમાં પ્રથમ..આત્માને જાણવો. પ્રથમ.ભેદને જાણી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com