________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૨૩ પરમાત્મા એ પણ (મારા) જ્ઞાનનું શેય નથી. આહાહા! એ તો બધા બાહ્ય-તત્ત્વ છે, બહિતત્ત્વ પ્રમાણની બહાર. આ તો પ્રમાણની અંદર એક અંશ પર્યાય પ્રગટ થાય છે એ પણ મારા જ્ઞાનનું જ્ઞય નથી. મારા જ્ઞાનનું જ્ઞય તો પર્યાયમાત્રથી ભિન્ન જે ભગવાન આત્મા, જે દષ્ટિનો વિષય છે તે જ જ્ઞાનનું જ્ઞય થાય છે. આહાહા !
-એમ જાણીને, આત્મા...આત્માને જાણે છે. હું પરને જાણું છું ને પર્યાયને જાણું છું એનો નિષેધ આવ્યો હવે અંદર વિધિમાં આવ્યો વિધિમાં....આત્માને આત્માથી જાણું છું-મારો જાણવાનો વિષય-મારું ય તો મારો જ્ઞાયકદેવ છે. આ નવ તત્ત્વના ભેદ મારા જ્ઞાનનું શેય નથી. એ બીજાનું જ્ઞય છે, જો મારું જ્ઞય હોત તો તો, મને આત્મઅનુભવ થવો જોઈએ...(એ તો નથી.) પર્યાયની કર્તાબુદ્ધિમાં અનંતકાળ ગયો-પર્યાયને જાણું છું એવી મિથ્થાબુદ્ધિમાં અનંતકાળ ગયો (-આવી મિથ્યા કર્તબુદ્ધિને જ્ઞાતાબુદ્ધિમાંથી) હવે એ આત્મા પાછો ફરે છે કે (અભિપ્રાય બદલે છે કે) એ જ્ઞાનનું શેય નથી પર્યાયનો ભેદ, એ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય, જ્ઞાનનું જ્ઞય થતાં (સ્વદ્રવ્ય ) આત્મા (સ્વ) શેય છૂટી જાય છે. એથી (આત્માનો) અનુભવ થતો નથી.
હવે, આત્મા આત્માને આત્મા જાણે છે. આ આત્માને આત્મા જાણે છે, આ આત્મા પરિણામને જાણતો નથી. બહારની-પ્રમાણની બહારની વાત તો દૂર રહો, પણ પ્રમાણની અંદર એક અંશ છેપર્યાયનો...એને પણ જાણવાનું બંધ કરું છું...મારા જ્ઞાનનો વિષય જ નથી ને! પણ બારમી ગાથામાં કહ્યું: “ જાણેલો પ્રયોજનવાન'...એ વ્યવહારની વાત છે. અત્યારે અહીં ચાલે છે, એ વ્યવહારનો નિષેધ કરીને, નિશ્ચય કેમ પ્રગટ થાય-એની વાત ચાલે છે. ઓલું એ તો સાધક થયા પછી સવિકલ્પ દશાના દોષની વાત હતી, સાધકના દોષને તે ગુણ માન્યો, કે સાધક પણ આત્મપરિણામને તો જાણે છે, તો હું પરિણામને જાણે એમાં શું દોષ?
કે એને તું પૂછ તો ખરો કે એને તે આત્માનું જ્ઞાન જાણે છે કે બીજું જ્ઞાન જાણે છે? આહાહા! આત્માનું જ્ઞાન આત્માને છોડીને, ભેદને જાણવા જતું જ નથી. ઉપયોગ છૂટતો નથી આત્મામાં ચોંટેલો છે. (-એકાગ્ર થયેલો ) આહા...હા !
કોઈ અલૌકિક, અપૂર્વ, નહીં સાંભળેલી વાત હું તને કહીશ. તે કામ-ભોગ-બંધનની કથા તો સાંભળી છે, કે પરિણામને આત્મા કરે ને પરિણામને આત્મા ભોગવે. અને બહુ આગળ વધે તો...પરિણામને જાણે !..આહાહા ! એ પરિણામ, કર્મ પણ નથી આત્માનું ને જ્ઞાનનું જ્ઞય પણ નથી. આહા..હા ! કોઈ અલૌકિક વાત છે. સદ્ગુરુ પાસેથી શિષ્ય વાત સાંભળી..અને એ અંદરમાં જઈ...કર્મ બનાવવાનું છોડે છે ને શેય બનાવવાનું છોડી દે છે અને તો “જાણનારો જણાય છે, પર મને જણાતું નથી.” પરદ્રવ્ય મને જણાતા નથી, આ પરદ્રવ્યનવ તત્ત્વોના ભેદો એ પરદ્રવ્ય છે. એ સ્વદ્રવ્ય નથી..એનાથી પરાફમુખ થાય છે. આત્મા, પરામુખ થઈને જ્યાં અંતરમાં ગયો...સાક્ષાત આત્માના દર્શન થયાં..ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com