________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૨૫ ભેદનું લક્ષ છોડી-નવ તત્ત્વનું લક્ષ છોડી અને જ્યાં આત્મદર્શન થાય છે તો એ નવ તત્ત્વો એમાં દેખાતા નથી. અંદર જાય છે તો નવ તત્ત્વ દેખાતા નથી. અને બહાર આવે તો નવા તત્ત્વ...છે એમ જણાય છે, અને હું જાણતો નથી. - જણાય પણ જાણે નહીં.
(જો...) એને જાણે તો પર્યાયદષ્ટિ, અને એ જણાય જ નહીં તો (સાધકની) સવિકલ્પ દશા સિદ્ધ થતી નથી, (એ પર્યાય ભેદો) જણાય છે પણ જાણતો નથી, “દેખે છતાં નહીં દેખતો' – પ્રતિમાને દેખે છે ઈન્દ્રિયજ્ઞાન...કોણ પ્રતિમાના દર્શન કરે છે? ઓહોહો! આ વાત જરા ઊંચા પ્રકારની છે, આ તેરમી ગાથા સમ્યગદર્શનની છે. આહાહા ! પ્રતિમાની સામે (ઊભા રહીને) કોણ દર્શન કરે છે ? કે બહિરખજ્ઞાન એનાં દર્શન કરે છે–જાણે છે એ જ સમયે અંતરમુખજ્ઞાન ભગવાન આત્માનાં દર્શન કરે છે. એ જ્ઞાનચેતના પણ છે ને કર્મચતના પણ સાથે સાથે છે...ઈ ભાવન્દ્રિય છે એ કર્મચેતનામાં જાય છે, જ્ઞાનચેતનામાં નથી જતું. (પૂજ્ય) ગુરુદેવે તો ત્યાં સુધી કહ્યું, ગણધરને બાર અંગનો ઉઘાડ, ગણધર પ્રભુ હો? એ ભવે તો મોક્ષ છે (જેમનો) ગણધરને બીજા ભવ ન થાય, તે ભવે જ મોક્ષ, ગૌતમ ગણધર..એનું બાર અંગનું જ્ઞાનનો (જે) ઉઘાડ છે ને.... ઈ પરસત્તાવલંબી જ્ઞાન, એને બંધનું કારણ છે. આહાહા ! હવે, આ તારા જ્ઞાનનો ઉઘાડ તો કાંઇ નથી અત્યારે તો ! મામૂલી છે, શું અભિમાન કરી રહ્યો છો, ઈ તારું જ્ઞાન જ નથી, તું એને જ્ઞાન માને છે એ (તારી) ભ્રાન્તિ છે. આહા ! એ જ્ઞયનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. એ શેયભાવ છે, –એક ભાવકભાવ-રાગ અને આ જ્ઞાનનો ઉઘાડ છે ઈ, શયનો ભાવ છે. આહા..હા ! એમ આગમ પોકાર કરે છે હો? અને એ ભાવ ઈન્દ્રિય છે તે અસદ્દભૂત વ્યવહાર છે. આહાહા! જેમ કુમતિ-કુશ્રુત ઉઘાડ છે ને! એમ રાગ છે ને એ અસદભૂત વ્યવહારમાં જાય છે. ઓહોહો! એ જ્ઞાન, મારું નહીં. જે જ્ઞાન. મને પ્રસિદ્ધ ન કરે, અને એકાંત પરને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન આત્માનું ન હોય, એનો સ્વામી આત્મા નથી.
આહા! અંતરદૃષ્ટિ વડ જોનારને આ નવ તત્ત્વો...સવિકલ્પ દશામાં છે એમ (સાધકને) જણાય છે. આહાહા ! જાણે છે બીજો ને એ જ્ઞાનમાં જણાય છે, અતીન્દ્રિયજ્ઞાનમાં એનો પ્રતિભાસ થાય છે, ઈન્દ્રિયજ્ઞાન અને ઈન્દ્રિયજ્ઞાનના વિષય બન્ને ઈન્દ્રિયજ્ઞાનનો વિષય બન્ને અતિન્દ્રિયજ્ઞાનમાં પ્રતિભાસરૂપે જણાય છે લક્ષ વગર જણાય જાય છે, લક્ષ નથી. પદ્રવ્યથી પરામુખ છે સવિકલ્પ દશામાં હો? પરદ્રવ્ય એટલે સાત તત્ત્વોને સમૂહ પર છે નિયમસારમાં કહ્યું.
હું પરને જાણું છું, હું પરને જાણું છું-હું એટલે કોણ? એ અતીન્દ્રિયજ્ઞાનમય ભગવાન આત્મા એ પરને જાણતો નથી. (તું માને છે કે, હું પરને જાણું છું તો જાણે તો ઈન્યિદ્રજ્ઞાન, તો ઈન્દ્રિયજ્ઞાનમાં એને અહમ્ થઈ ગયું, એટલે સામાન્યજ્ઞાનનો તિરોભાવ થાય છે (અને ) વિશેષ શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય છે ને અજ્ઞાની થઈ જાય છે ને (તેથી) ચારગતિમાં રખડે છે. (શ્રોતા ) અટકી ગયું (ઉત્તર) અટકી ગયો...આહાહા! હવે અટક્યો હોય છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com