________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬
પ્રવચન નં. ૨૦ પાછો ફરીને (પોતે પોતાને) પ્રાપ્ત થાય, એવી ગાથા અહીં ચાલે છે.
- “એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. આવાં આ નવ તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને” '. ભગવાન જે ત્રિકાળી જ્ઞાયક (નિજાત્મા), એમાં નવ તત્ત્વો નથી. એ નવ તત્ત્વોની ઉત્પત્તિનું કારણ પણ તે આત્મા નથી. આત્માથી નવ તત્ત્વો ઉત્પન્ન થતા નથી. અને કર્મથી પણ (તે) ઉત્પન્ન થતા....નથી. “થવાયોગ્ય થાય છે” –એમ સાધક જાણે છે. અજ્ઞાની એમ માને છે કે હું કરું છું. હું કરું છું ને હું જાણું છું-જાણું છું માટે હું કરું છું (તેથી એ ) શેય બને માટે કર્મ થઈ જાય છે.
ઈ શેય બંધ થઈ જાય...જ્ઞાયક જ્ઞય થાય, તો પર્યાય કર્મ નહીં બને. આહાહા ! જીવદ્રવ્યના સ્વભાવને છોડીને ત્રિકાળી પરમપરિણામિકભાવ સ્વભાવ જેનો છે–નિષ્ક્રિય પરમાત્મા અંદર બિરાજમાન છે, એને “છોડીને '...આહાહા ! “પોતે અને પર જેમનાં કારણ છે” –પોતે એટલે પર્યાય, પર્યાયનું કારણ પર્યાય છે એ ઉપાદાન છે-ક્ષણિક (ઉપાદાન), એને ક્ષણિક ઉપાદાન કહેવાય...ક્ષણિક ઉપાદાનના બે ભેદ-એક અશુદ્ધ ને એક શુદ્ધ, નવ તત્ત્વમાં બે ભેદ છે. પાપ-પુણ્ય-આસ્રવ-બંધ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે, અને સંવર-નિર્જરા ને મોક્ષ એ ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે. –એ પોતે પોતાનું કારણ છે. પર્યાયનું કારણ પર્યાય છે. અશુદ્ધ હો કે શુદ્ધ હો...એનો રચનારો ભગવાન આત્મા નથી.
ન્યાય જો મોક્ષને રચે તો બંધને રચવાનો દોષ (આત્માને) આવી જાય...સંવરને રચે તો આસ્રવને રચવાનો દોષ આવી જાય. (માટે આત્મા) રચનારો નથી. રચાય જાય છે એને કોણ રચે ! સ્વયં થાય છે અને કોણ કરે ! આહા...હા ! “થવાયોગ્ય થાય છે” –આ મહાસિદ્ધાંત છે. ક્ષણિક ઉપાદાનને કોઈ કારણ લાગૂ પડતું નથી. નૈમિત્તિકમાં નિમિત્ત હોય, ક્ષણિક ઉપાદાનમાં કોઈ નિમિત્ત નથી....સ્વ કે પર કોઈ કારણ નથી.
આ નવ તત્ત્વોમાં આત્મા ય કારણ નથી ને કર્મ પણ કારણ નથી. સ્વયં...આહા ! ઉત્પન્ન થાય છે. એમાં રાગાદિની ઉત્પત્તિમાં, અજીવ અધિકારમાં એમ કહ્યું: નિસર્ગજમિથ્યાત્વ આદિ જે ભાવ કર્મ ઉત્પન્ન થાય છે એ “નિસર્ગજ' (થાય છે) આ શબ્દ સંસ્કૃત (ભાષાનો) શબ્દ છે. સ્વયં જ ઉત્પન્ન થાય છે નિસર્ગજ એટલે સ્વયમેવ ઉત્પન્ન થાય છે એનો ઉત્પાદક આત્મા નથી, માને તો મિથ્યાદષ્ટિ થાય....એનો ઉત્પાદક કર્મથી થાય તેમ માને તોય મિથ્યાષ્ટિ, સાંખ્યમતી થઈ ગયો !
આહાહા! સ્વયમેવ થાય છે (પર્યાયો) નિસર્ગજ શબ્દ છે. સંસ્કૃતમાં આમાં છે ને કાઢોને (પુસ્તકમાં) જોઈ લઈએ, બધાંને બતાવી દઈએ (જેથી શંકા મટી જાય!) અજીવ અધિકારમાં છે. હા, તેંતાલીસ ગાથા છે.
ટીકાઃ- “આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ, એટલે ઉપયોગ લક્ષણ નહિ... જાણવાને લીધે ” –હું જ્ઞાનમય આત્મા છું એમ જાણતો નથી. હું રાગી છું ને હું દ્વેષી છું ને હું દુઃખી છું ને..(શ્રોતાનેઃ) આ આવી છે? (ઉત્તર) ભગવાન આત્મા છે બધાય આપણે એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com