________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૭
આત્મજ્યોતિ રાજકોટમાં તો એક વિશેષતા છે, રાજકોટના સંઘમાં....બધી જાતનાં જીવો આવે...વ્હોરા આવે, વાણંદ આવે, દરજી આવે, કોળી આવે (કડિયા આવે, લોહાણા આવે, નાગર આવે) બધાંય આવે! આ ભગવાનનાં દરબારમાં (સમોસરણમાં) તો બધાંય જાય દિવ્યધ્વનિ છૂટતી હોય તે, કોઈને મનાઈ ન હોય અહીંયાં! પ્રભુ! એક વાર સાંભળ તું તારી વાત, તારી વાત તેં સાંભળી નથી–હું તો જ્ઞાનમય છું આ અસાધારણ લક્ષણ મારું છે, એનો તને ખ્યાલ નથી આવતો કે હું તો જાણનાર....જાણનાર....જાણનાર....જાણનાર.પણ કોનો જાણનાર ?
જાણનાર છે એનો જાણનાર...ત્યારે જ્ઞાન પ્રગટ થાય...આનો (દુનિયાનો) જાણનાર આત્મા નથી. જ્ઞાન જેનું હોય એને જાણે-સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે, મકાન (આદિને) પ્રસિદ્ધ ન કરે. આહાહા! (શ્રોતાઃ) આ જ ભૂલ! (ઉત્તર) મોટામાં મોટી ભૂલ છે , દરબાર? જૂનાં છે ગુરુદેવનાં! ખાનગીમાં ગુરુદેવ પાસે જાય ને ગુરુદેવ એને ખૂબ સાંભળે. આહાહા !
કહે છે કે પ્રભુ! એક વાર સાંભળ કે આત્મા જ્ઞાનમય છે. અને ઈ...જ્ઞાન દ્વારા સદાઆત્માને જાણે છે, એવું જ્ઞાન પ્રગટ થાય છે બધાંયને–બાળ-ગોપાળ સૌને (નિરંતર) એવું એક જ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્મા (જ) જણાય. પરાવલંબી ઈન્દ્રિયજ્ઞાન અનાદિથી પ્રગટ થાય છે કે એ પરને પ્રસિદ્ધ કરે એ ઈન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાન કરે તો અનુભવ થઈ જાય. આંહીયાં નિસર્ગજ (કહ્યું છે ) જુઓ ! આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન લક્ષણ છે. ઉપયોગ લક્ષણ છે જેમ ગોળનું લક્ષણ ગળપણ, લીંબુનું લક્ષણ ખટાશ, અસાધારણ લક્ષણ હોય ને પદાર્થનું. આહાહા! લક્ષણ હોય ને લક્ષણ....એવાં અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે... નપુંસકપણે આહાહા ! પુરુષાર્થહીન થઈ ગયો છે બિલકુલ! હું રાગી છું ને હું દ્વેષી છું ને હું દુઃખી છું ને..મને કર્મનો બંધ થયો છે ને...કર્મનો ઉદય આવે છે ને હું એમાં જોડાઉં છું ને પાછો રાગ થાય છે, અને પાછો કર્મનો બંધ થાય છે..એમ વસ્તુના સ્વભાવમાં નથી. તને ભાસે છે એવો આત્મા નથી. એકલો જ્ઞાનીને જ્ઞાનમાં-અનુભવમાં આવે છે, એવો આત્મા છે.
(શું કહે છે?) “નપુંસકપણે....અત્યંત વિમૂઢ થયા થકા” –મૂઢ થઈ ગયો તેમ નહીં. જ્ઞાન બિડાય ગયું છે, હું કોણ છું ને મારું (અસાધારણ) લક્ષણ શું છે, એ જાણતો નથી. એ લક્ષને તો જાણતો નથી...પણ આત્માના અસાધારણ લક્ષણને પણ જાણતો નથી.
જરા, સાંકડ મુકડ બેસો, સજ્જનથી સંકડાશેય સારી છે. સજ્જનની સાંકડ પણ સારી છે.
(અજ્ઞાની-વિમૂઢ થયો થકો) અસાધારણ લક્ષણને ય જાણતો નથી. આત્માને તો જાણતો નથી પણ આત્માના લક્ષણનેય જાણતો નથી. સાકરને તો જાણતો નથી પણ સાકર ગળી હોય, એમ પણ જાણતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com