________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮
પ્રવચન નં. ૨૦ આઠમો કળશ છે. વળી આત્મજ્યોતિ કેવી છે? જ્યોતિ કેમ? કે જ્ઞાનસ્વભાવ છે ને ! અને એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે એટલે સ્વપર પ્રકાશક પણ કહેવાય છે. પણ સ્વપરનું લક્ષ હોય નહીં, લક્ષ એકનું જ હોય. આત્માના લક્ષવાળાને...પરનું લક્ષ છૂટી ગયું છે. આહાહાહા ! અને જેને આત્માનું લક્ષ નથી...એને એકાંત પરનું જ લક્ષ હોય છે. આત્મજ્યોતિ કેવી છે? ‘હનીયમન' –સંસ્કૃતમાં શબ્દ છે. ચેતના લક્ષણથી જણાય છે. જ્ઞાન લક્ષણથી જણાય છે, “ જણાશે' લખ્યું નથી... “ જણાય છે'..તેથી અનુમાનગોચર પણ છે...લક્ષણને જાણીને...આ લક્ષણ કોનું છે...એમ વિચાર કરવા જાય, પ્રકાશને જાણતાં...વિચાર કરે કે પ્રકાશ કોનો છે? કે આ તો સૂર્યનો પ્રકાશ છે તો સૂર્ય પ્રત્યક્ષ દષ્ટિગોચર થઈ જાય એમ અનુમાનગોચર છે, હવે બીજો પક્ષ...‘દ્યોતમાનં' -પ્રત્યક્ષ તો જ્ઞાનગોચર છે. ઓલું અનુમાનગોચર છે, અનુભવ પહેલાં..અનુમાનમાં આવી જાય છે આત્મા! એકલો પ્રતિભાસ નથી...પ્રતિભાસથી કંઈક વિશેષ પણ છે. આહા...હા ! એને પરોક્ષ અનુભૂતિ થાય છે, અને સવિકલ્પ સ્વસંવેદન કહેવાય છે. આહાહા..કે...જાણનારો જણાય છે....જાણનારો જણાય છે ત્યાં પરોક્ષમાં આવી જાય છે. આ (દશ્યપદાર્થો) જણાય છેએમાં પરોક્ષય ગયું ને પ્રત્યક્ષ પણ ગયું અજ્ઞાન ઊભું થયું, આ જણાય છે આ જણાય છે.આ જણાય છે. આહાહા !
એના જ્ઞાનમાં જણાય છે. આત્મા (પોતે) અને આ જણાય છે (-પર) એમ માને છે મોટી ભ્રાન્તિ છે. આહા...હા!
“વળી કેવી છે આત્મજ્યોતિ? આ ત્રીજી વખત આવ્યું વળી કેવી છે આત્મજ્યોતિ. “નીયમાન ચેતના લક્ષણથી જણાય છે, તેથી અનુમાનગોચર પણ છે.” જુઓ બેન ! જીવ બિલકુલ અનુમાનગોચર જ ન હોય તો કોઈપણ જીવને નિશ્ચયનયનો પક્ષ જ ન આવે. નિશ્ચયનયનો પક્ષ કહો કે અનુમાનગોચર કહો. અનુભવ પહેલા આવું દરેકને આવે છે પછી અંતર્મુહૂર્તમાં એ અનુભવ કરે છે હું જ્ઞાયક છું. હું જાણનાર છું...એવું આવી જ જાય છે તેનું નામ અનુમાનગોચર છે.
અનુમાનગોચર પણ છે એમ લખ્યું છે. “પણ” શબ્દ છે. જો બિલકુલ અનુમાનગોચર થતો નથી તો કોઈને સમ્યક્દર્શન પ્રગટ થતું નથી. તેથી બરોબર છે. અનુમાનગોચર છે તે અનુમાનગોચર છે તે આમાં લખ્યું છે. આ આગમનું વાક્ય છે. આગમમાં લખ્યું છે કે અનુમાનગોચર પણ છે.
અનુમાનગોચર પણ છે તેમ આગમમાં લખ્યું છે એટલું નથી, અનુભવ પહેલા જ્ઞાનીઓને અનુમાનમાં આવે છે. એટલા માટે આ લખ્યું છે કે-અનુમાનગોચર પણ છે. બેન! શાસ્ત્ર તો નિમિત્તમાત્ર છે, જ્યારે અનુભવ અને અનુમાન એ તો જીવના પરિણામ છે. અનુમાન એટલે માનસિક જ્ઞાન.
શ્રી પ્રવચનસારજીની ૮૦ ગાથામાં છે કે-ત્રિકાળીને મન વડે કળી લે છે, એટલે જાણી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com