________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૨૯
લ્યે છે. પોતાના ત્રિકાળી સામાન્ય સ્વભાવને મન વડે કળી લ્યે છે. મન વડે અનુભવ ન થાય આ (ભાવ) માં જ તે અર્થ છે અને પછી અનુભવની પ્રોસેસ ( રીત ) બતાવે છે.
આપણને આઠ કળશના ટેકામાં આચાર્ય ભગવાનનો આધાર છે.
અનુભવ પહેલાં બિલકુલ અનુમાનગોચરે આત્મા થતો નથી તેમ નથી. અનુમાન ગોચર પણ છે. પૂર્વ ભૂમિકાની સ્થિતિનું જ્ઞાન કરાવ્યું કે-પૂર્વે આટલો વ્યવહાર છે પણ તેમાં અટકવાનું નથી.
હવે બીજો પક્ષ-પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. એક પક્ષથી અનુમાન ગોચર કહ્યો, બીજા પ્રકારથી જુઓ તો પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ( અનુમાનમાં ) પરોક્ષ જ્ઞાન હતું-હવે આ અતીન્દ્રિયજ્ઞાન પ્રત્યક્ષ થયું. માનસિકજ્ઞાન એટલે ઈન્દ્રિયજ્ઞાન ભાવમન એટલે પરોક્ષજ્ઞાન.
“ હવે બીજો પક્ષ “ ઉદ્યોત્તમાનન્” પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે.” અતીન્દ્રિયજ્ઞાનથી આત્મા અનુભવમાં આવે છે-આ પ્રત્યક્ષ જ્ઞાન થયું. ઓમાં (અનુમાનમાં ) પરોક્ષ હતો-તે ભાવમન હતું. તે ઈન્દ્રિયજ્ઞાન હતું આ અતીન્દ્રિયજ્ઞાન છે.
“ભાવાર્થ આમ છે કે-ભેદબુદ્ધિ ક૨તાં જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે.” રાગાદિને નહીં. ભેદબુદ્ધિ કરો ત્યારે પણ...( જીવને જાણે છે). આ એકદમ નિકટવર્તીની વાત છે. જે એકદમ સમ્યક્ સન્મુખ થઈ ગયો છે, તેના મનમાં આત્મા આવી ગયો છે. મનમાં ભગવાન આત્માની સ્થાપ્ના થઈ ગઈ છે. એવો આ એક જીવ છે. ઉ૫૨ બે વાત મૂળ ( અગત્યની ) કરી. એક અનુમાનગોચર અને બીજી ( અનુભવ ) –પ્રત્યક્ષ જ્ઞાનગોચર. હવે તેનો જ ભાવાર્થ કરે છે.
એનો જ એટલે ભાવાર્થ આમ છે કે-ભેદબુદ્ધિ કરતાં, ગુણ-ગુણીનો ભેદ કરતાં જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. જીવ જીવને જાણે છે. ક્યા લક્ષણ વડે ? કહે-ચેતના લક્ષણથી. લક્ષ અને લક્ષણનો ભેદ કર્યો-જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. આમાં બધુ જ કાઢી નાખ્યું બેન! અનુમાનમાં એટલે સવિકલ્પમાં સ્વપ્રકાશક જ છે બોલો ! સવિકલ્પમાં સ્વપ્રકાશક આવે પછી નિર્વિકલ્પમાં સ્વપ્રકાશક થઈ જાય છે બસ. આ વાત અનુભવી હોય તે જ કહી શકે છે. બેન! અનુભવી સિવાય કોઈ લખી શકે નહીં. આ કેવળ શાસ્ત્રપાઠીનો વિષય નથી. આ પુરુષને અનુભવ થઈ ગયો છે તે લખે છે.
ભેદબુદ્ધિ કરતાં શું જણાય છે? રાગને દેવ...શાસ્ત્ર...ગુરુ જણાય છે? કે-નહીં. અનુભવમાં અભેદ આત્મા જણાય છે અનુભવમાં બીજું કાંઈ જણાતું નથી. પણ...જ્યારે સવિકલ્પમાં ઉભો છે અને ભેદબુદ્ધિ કરે છે...મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે...જ્ઞાનમાં જાણનારો જણાય રહ્યો છે, જ્ઞાનમાં મને શુદ્ધાત્મા જણાય છે એમ ભેદબુદ્ધિ કરતાં જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે.
66
વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે, હવે એટલો ભેદપણ નીકળી જાય છે. આહા...હા ! ‘· એટલો વિકલ્પ પણ જૂઠો છે' એમ. બેન! આત્મા રાગને કરે છે એ તો દૂર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com