________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩)
પ્રવચન નં. ૨૦ રહો પણ રાગને જાણે છે એ પૂર્વ ભૂમિકાનો વિકલ્પ નથી. પૂર્વ ભૂમિકામાં જાણનાર જણાય છે એટલું જ આવે છે. વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે. આ જ્ઞાનથી આત્મા જણાય છે. મને અનુભવમાં આવે છે એ ભેદ છે તે જૂઠો છે.
શુદ્ધવસ્તુમાત્ર છે. આવો અનુભવ સમ્યકત્વ છે.” પછી જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે એ (ભેદ) છૂટી ગયો. અનુભવ માટે આ જ (રીત ) છે અને અનુભવ પછી પણ આ જ આવે છે. સાધકને વારંવાર શુદ્ધોપયોગ થાય છે તેની પહેલા પણ તેને આ જાતનું પડખું આવે છે.
શુદ્ધોપયોગી ધર્માત્માએ (ધર્મકીર્તિ મુનિરાજે) કહ્યું ને-જાણનારો જણાય છે. સવિકલ્પમાં એટલો ભેદ આવ્યો કે જાણનારો જણાય છે પછી તો જાણનારો છે અને જણાય છે તેવું બેપણું નીકળી જાય છે...પછી જ્ઞાયક તો જ્ઞાયક જ છે.
જ્ઞાનની પર્યાયનો વ્યવહાર શું અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું? જ્ઞાન રાગને જાણે...જ્ઞાન પરને જાણે તે જ્ઞાનની પર્યાયનો નજદીકનો વ્યવહાર નથી-તે દરવર્તી વ્યવહાર છે. જ્ઞાનની પર્યાયનો અનુભવ પહેલાં નજદીકનો વ્યવહાર જાણનાર જણાય છે. મારા જ્ઞાનમાં તો ભગવાન આત્મા જણાય છે તે જુઓ નજદીકનો વ્યવહાર આવ્યો ને! (હવે આત્માનો) અનુભવ કરતાં આટલો વ્યવહાર પણ જતો રહે છે. રાગને જાણે છે તે ઉપચરિત સદ્દભૂત વ્યવહાર લીધો. જાણનાર જણાય છે તે અનુપચરિત સભૂત વ્યવહાર છે.
જ્ઞાન આત્માને જાણે છે તે અનુપચરિત સદભૂત વ્યવહાર એનો અભાવ થઈ જાય છે. વ્યવહારના બે પ્રકાર પાડ્યા છે. (૧) દૂરવર્તી વ્યવહાર (૨) નિકટવર્તી વ્યવહાર. અહીં નિકટવર્તી વ્યવહારની વાત કરી. પછી તે વ્યવહારને ઓળંગી જઈને અનુભવ કરે છે તો શુદ્ધોપયોગ થાય છે. અહીંયા જે ગાથા છે એ મિથ્યાષ્ટિ સમ્યકપ્તિ થાય તેની ગાથા છે. શુદ્ધોપયોગ થાય તેની ગાથા નથી. નહીંતર તો ચારિત્રની વાત લખે; પણ આ તો સમ્યકત્વ થાય છે તેની વાત છે. ખ્યાલ આવ્યો બેન!
આહાહા! અજ્ઞાની ઉપર જ્ઞાનીઓને ઘણી કરૂણા હોય છે. જ્ઞાની નિષ્કારણ કરૂણામૂર્તિ હોય છે. “વદે ચક્રી છતાં પણ ન મળે માન જો.” એ તો પ્રથમાનુયોગમાં બહુ આવે દષ્ટાંતો...અત્યારે ચક્રવર્તીઓ છે ને મહાવિદેહમાં, તે સાધુ સંતોને નમસ્કાર કરે છે પણ તેને માન નથી.
નિકટવર્તી જીવ દૂરવર્તી વ્યવહાર-નિકટવર્તી વ્યવહાર તેને ઓળંગીને અંદર ચાલ્યો જાય છે. આ એક પ્રોસેસ (રીત) છે બીજું કાંઈ નથી. મિથ્યાષ્ટિને જ્યારે અનુભવ થવાનો કાળ આવે...અનાદિનો મિથ્યાદષ્ટિ હોય તો ઉપશમ થાય અને સાદિ મિથ્યાષ્ટિ હોય તો ક્ષયોપશમ થાય, પરંતુ અનુભવ થવાની આ પ્રોસેસ છે-જાણનારો જણાય છે અને પર જણાતું નથી.
“ભાવાર્થ આમ છે કે ભેદબુદ્ધિ કરતાં જીવવસ્તુ”, જેમાં જ્ઞાનને આનંદ ભર્યો છે એવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com