________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૩૧ ભગવાન આત્મા ભેદબુદ્ધિ કરતાં એટલે ગુણ અને ગુણી...એનો ભેદ કરીને જોતાં...
જીવવસ્તુ, ચેતનાલક્ષણથી જીવને જાણે છે.” –ઉપયોગ લક્ષણથી એ જીવને જાણે છે. એ રાગ અને દેહને ઉપયોગ, જાણતું નથી. આ એવું લક્ષણ નથી કે એ પરને પ્રસિદ્ધ કરે. એવું લક્ષણ નથી કે એ સ્વને...પ્રસિદ્ધ કર્યા વિના રહે..આબાળ-ગોપાળ સૌને...એનાં પ્રત્યક્ષ લક્ષણમાં ભગવાન આત્મા જણાય રહ્યો છે, અનુભવમાં આવી રહ્યો છે. પણ વિશ્વાસ નથી આહા..હા! ભેદબુદ્ધિ કરતાં-ગુણ-ગુણીનો ભેદ કર્યો ને, કે આ લક્ષણ છે ને આ લક્ષ્ય છે. એટલે ભેદ પાડયો ને...એમ કરતા જીવવસ્તુ ચેતના લક્ષણથી “જીવને' જાણે છે એકાંતે
સ્વપ્રકાશક છે...પરપ્રકાશક નથી ને...સ્વપરપ્રકાશકનો વ્યવહાર, વ્યવહારનાં ઘરમાં જાય છે. નિશ્ચય, આત્મામાં આવી જાય છે.
આહાહા ! ચેતનાલક્ષણથી...જીવને જાણે છે” એમ (કહ્યું છે) “ જાણશે નહીં જાણ્યા જ કરે છે. એવો એક ઉપયોગ (નિરંતર) પ્રગટ થાય છે જેમાં આત્મા (જ) બધાની વાત ચાલે છે હો? જ્ઞાનમાં-લક્ષણમાં-( ઉપયોગમાં) આત્મા જણાયા કરે છે. કેમકે લક્ષણ અને લક્ષ્ય, નામભેદે ભેદ છે, લક્ષણભેદે ભેદ છે, પ્રયોજનભેદે ભેદ છે પણ વસ્તુ તો એક છે. પ્રકાશ અને પ્રકાશક સૂર્ય તો એક જ છે. આહાહા...હા !
અરે ! જ્ઞાનની પર્યાયનાં સ્વપ્રકાશકનાં પક્ષમાં જો (કોઈ જીવ) આવશે...તો (તે) સ્વપ્રકાશક થઈ જશે ! એક દ્રવ્યસ્વભાવનો પક્ષ અને એક જ્ઞાનની પર્યાયનો પક્ષ, પક્ષના બે પ્રકાર છે. શું કહ્યું? આ જ્ઞાનની પર્યાયનો ધર્મ કેવળ આત્માને જાણવાનો છે ને...પરને જાણવાનો નથી. કેમ કે “પર લક્ષ અભાવાત્' -પરલક્ષે...આત્મજ્ઞાન કદી...ત્રણકાળમાં પ્રગટ ન થાય. આહા....હા!
અરે! અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થવા પહેલાં જે ઉપયોગ થાય છે એને પણ પરનું લક્ષ નથી. અને સ્વમાં અભેદ થઈને હજુ (શુદ્ધોપયોગરૂપ) લક્ષણ થયું નથી, હુજી વાર છે તે થઈ જશે. આહા...હા ! જીવવસ્તુ, ચેતનાલક્ષણથી જીવને જાણે છે હોં ! “વસ્તુ વિચારતાં” આહા ! અભેદની...નજર...કરવામાં આવે, તો આટલો ભેદ એટલે વિકલ્પ જૂઠો છે.
જ્ઞાનથી આત્મા જણાય (તેટલો ભેદ જૂઠો છે.) જ્ઞાન વડે પરને જાણે છે તે તો જ્ઞાનનો સ્વભાવ જ નથી જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવાનો છે. પણ, આત્મા પ્રત્યક્ષ થઈને ન જણાય...તેની પહેલાં જ્ઞાન પરોક્ષપણે આત્માને જાણતું જ પ્રગટ થાય છે અંદરમાં! આહાહા ! એટલો વિકલ્પ પણ જૂઠો છે. જ્ઞાન, આત્માને જાણે છે એટલો ભેદ પણ જૂઠો છે, એટલે કે એમાં અનુભૂતિ થતી નથી.
શુદ્ધ વસ્તુમાત્ર છે. આવો અનુભવ સમ્યકત્ત્વ છે. - હું તો જાણનાર છું! જાણનારને જાણું છું એમ પણ નથી. પરને જાણું છું એ વાત તો..જ્ઞાનમાં છે જ નહીં, અજ્ઞાનમાં ગઈ શું કહ્યું! જ્ઞાન, પરને જાણે છે એ વાત અજ્ઞાનમાં ગઇ...અને જ્ઞાનમાં આત્મા (-પોતે)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com