________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦
પ્રવચન નં. ૧ હોય, તો સુવર્ણપાષાણને સોનાની પ્રાપ્તિનું નિમિત્ત કારણ કહેવાય...એમ આ નવ તત્ત્વને અભેદ-ઉપચારથી, જે જીવ કહ્યો, એમાં આ નવપ્રકારની પર્યાયો થાય છે એ પર્યાયો–તેમનામાં (એટલે કે) એ ભેદમાં, અભેદ રહેલો છે. જેમ સુવર્ણ-પાષાણમાં સોનું રહેલું છે-મોસંબીમાં રસ રહેલો છે. એમ આ નવપ્રકારનાં. પરિણામનાં ભેદમાં.. એકપણું પ્રગટ કરનાર એ ભૂતાર્થનય...એ ભૂતાર્થનય કોને લાગુ પડે છે? ત્રિકાળી દ્રવ્યને. પર્યાયને પછી લાગુ પડશે.
-એવાં એ જે નવ તત્ત્વો છે એમાં હોવા છતાં-વિશેષોમાં (સામાન્ય) હોવા છતાં, વિશેષો, તેનાથી પાર નવનાં ભેદ-પરિણામો નવ પ્રકારનાં છે એમાં આત્મા રહેલો છે, પણ તે-મય એ થયો નથી. એટલે અભૂતાનયથી તો એ બધું જીવ દેખાય છે ભૂતાર્થનથી.... નવેય તત્ત્વો અજીવમાં જાય છે ને એકલો ધ્રુવ, ધ્રુવ, શુદ્ધાત્મા ઈ એકલો જીવતત્વમાં આવે છે. વિશેષોમાંથી એકપણું-નવમાંથી એક “તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી (એકપણું પ્રાપ્ત કરી),” નવેયના જે ભેદ કહ્યા એ અભૂતાર્થનયથી છે નવેય ભેદો (-નવ તત્ત્વો), અભેદ-ઉપચારથી એને જીવના પરિણામ કહેવાય, જીવ કહેવાય જે કહો એ...પણ એમાંથી એક, શુદ્ધનય વડ-નિશ્ચયનય વડે એક શુદ્ધ આત્માને (જ્ઞાયકને) શોધી કાઢો તો એકપણું પ્રાપ્ત કરી એ નવમાંથી -નવને ગૌણ કરી-નવનું લક્ષ છોડી, નવ પર્યાયો છે..પણ એ નવપર્યાય તે ઉપાદેય નથી, આશ્રય કરવા યોગ્ય નથી, એ સમ્યકદર્શનનો વિષય (-ધ્યેય) નથી ખરેખર....સમ્યકદર્શનનો વિષય (ધ્યેય ) તો નવમાંથી એક શુદ્ધાત્મા, એ શુદ્ધનય વડે (નવમાંથી) કાઢવો જોઈએ, એ કાઢતાં સમ્યકદર્શન નિયમથી થાય છે. ઓમાં નિયમ ન રહ્યો, (શમાં?) નવ તત્ત્વનું શ્રદ્ધાન એમાં સમ્યકદર્શનનો નિયમ નથી.
આ નવમાંથી એક શુદ્ધાત્માનું શ્રદ્ધાન (એમાં) સમ્યકદર્શન થાય, થાય ને થાય જ. એ અફર...નિયમ છે. (શ્રોતા ) એનો વિષય તો તે જ છે ને ? (ઉત્તર:) હા, સમ્યકદર્શનનો એક (શુદ્ધાત્મા જ વિષય છે, ) નવ (ના ભેદ) એનો વિષય નથી. પણ એને “અભેદઉપચારથી' નિમિત્ત કહેવાય, જીવ એમાં હતો એટલે...એકલા નવેય પરિણમે તે નિમિત્ત ન કહેવાય. નવરૂપે જે આત્મા પરિણમે છે એ નિમિત્ત છે, એકલા પરિણામને જુદા કરો (એકએક પરિણામને જુઓ) તો એમાં જીવ (આત્મા) નથી. પરિણામીમાં જીવ છે. (જેમ કે) મોસંબીમાં રસ છે, એકલી છાલમાં રસ નથી. એટલે એને નિમિત્તકારણ કહ્યું, નિમિત્ત કારણ કેમકે એમાં ભગવાન આત્મા રહેલો છે. (જેમ કે) અંધપાષાણમાં સોનું નથી તેથી અંધપાષાણ સોનાનું નિમિત્ત નથી, સુવર્ણપાષાણ સોનાની પ્રાપ્તિનું નિમિત્ત કારણ છે. પણ સુવર્ણપાષાણ સોનું નથી પાછું...સોનું એમાં રહેલું છૂપાએલું જુદું છે (એમાંથી સોનાના કણ) અગ્નિ વગેરે તાપ આપતા (પ્રક્રિયા કરતાં) સોનું એમાંથી બહાર નીકળે છે.
“શુદ્ધનયપણે થપાયેલા આત્માની અનુભૂતિ-કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે.” સમ્યકદર્શન, આત્માની પ્રાપ્તિ-આત્માની ખ્યાતિ (-પ્રસિદ્ધિ ) -તેની પ્રાપ્તિ હોય છે. લ્યો !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com