________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
પ્રવચન નં. ૧
ગાથા-૧૩ તા. ૨૪-૧-૮૯ “(ટીકા-) આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યક્રદર્શન જ છે.” અગિયારમી ગાથામાં કહ્યું કે શુદ્ધનયથી એક જ્ઞાયકભાવને જાણે ત્યારે સમ્યકદર્શન થાય છે, આંહી ભૂતાર્થનયથી નવ તત્ત્વો જાણે ત્યારે સમ્યકદર્શન છે-એમ કહ્યું છે. કેમ કે જીવાદિ નવ તત્ત્વોને પણ નિરપેક્ષદષ્ટિથી તું જાણ, જેમ નિરપેક્ષપણે-પર્યાયથી રહિત શુદ્ધાત્માને જાણે...તો સમ્યકદર્શન થાય ( આંહી તો કહ્યું કે:) શુદ્ધાત્માથી રહિત, નવ તત્ત્વોને પણ ભૂતાર્થનયથી તું જાણ...ત્યારે સમ્યકદર્શન થાય એમ કહ્યું. (એ નિયમ કહ્યો );
શું કહે છે? “તીર્થની પ્રવૃત્તિ અર્થે-વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે ” અભૂતાર્થ (-વ્યવહાર) નયથી કહેવામાં આવે છે–શું કહે છે? કે એક જીવ અને બીજો અજીવ, ઈ બેના સંબંધથી, જીવનાં જે નવ (પ્રકારનાં) પરિણામ પ્રગટ થાય છે–આંહીયાં જીવનાં નવ પરિણામ
ત્યાં નિમિત્તપણે અજીવના નવ (પ્રકારે) પરિણામ છે તો કહે છે કે-ઈ અભેદ ઉપચારથી સમ્યક્દર્શનના હેતુભૂત છે નવ તત્ત્વો.
જેવી રીતે મોસંબી રસનું નિમિત્ત છે, પણ મોસંબી પોતે રસ નથી. એમાં (મોસંબીમાં) રસ છુપાએલો છે. તો મોસંબીયે લેવી પડશે, પછી એમાંથી ( પ્રક્રિયા કરી) રસ કાઢવો પડશે, અને રસ (એક જ) ઉપાદેય છે, બાકી બધું ય હેય (છોડવાલાયક) છે. એવી રીતે જીવ નામનો પદાર્થ, અનાદિકાળથી પરના સંગે પ્રવૃત્તિ કરે છે, એમાં નવ તત્ત્વો ઊભા થાય છે, એ નવ તત્ત્વોથી અભેદ એવો આત્મા છે. “અભેદ ઉપચારથી” એને સમ્યકદર્શનનો તુ-નિમિત્ત કહુવામાં આવે છે.
અભૂતાર્થનયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો”, જીવ છે એ પોતે પોતાના સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ-આસ્રવ-બંધરૂપે પરિણમે છે. ભેદજ્ઞાનનો અભાવ હોય ત્યાં સુધી અજ્ઞાન-રૂપે પરિણમે છે. ભેદજ્ઞાનનો સદ્દભાવ થાય..તો સંવર-નિર્જરાને મોક્ષરૂપે પરિણમે છેએ સ્વસમય અને પરસમય એમ બે પ્રકારે બંધ-મોક્ષની રચના છે.-જેમનાં લક્ષણ જીવ. અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે” એવાં આ નવ તત્ત્વો,
જીવ' એટલે જીવનાં પરિણામ, જીવ એટલે દશ પ્રકારનાં ભાવપ્રાણથી જીવે તેને જીવ કહેવાય, અથવા નર-નારકાદિપણે વિશેષરૂપે પરિણમે એને જીવ કહેવાય.... અજીવ, અજીવના વિકલ્પને અજીવ કહેવાય, પુણ્ય-પાપ-આસ્રવને બંધ એ વિકારી કષાયભાવો છે. સંવરનિર્જરાને મોક્ષ એ અકષાય ભાવ છે એ નવ તત્ત્વો છે (તે) પરિણામનાં ભેદો છે. (આ) પરિણામનાં ભેદોમાં પણ અભેદ રહેલો છે. કેમકે એ પરિણામથી જીવને “અભેદ ઉપચાર” નિમિત્તે કહ્યું-જેમકે ખાણમાંથી સોનું નીકળે.એ પાષાણને સુવર્ણ-પાષાણ કહેવાય, સુવર્ણપાષાણમાં સોનું છે, એનાં સિવાયનાં ચાલૂ પથ્થરામાં સોનું ન હોય (પરંતુ ) ખાણમાંથી સોનું નીકળે પાણીમાં (સુવર્ણ–પાષાણમાં) એ પથ્થરામાં સોનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com