________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળગાથા તથા કળશ છે. આવો અનુભવ સમ્યકત્વ છે. ૮. એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે,
[માતિની] उदयति न नयश्रीरस्तमेति प्रमाणं ककचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वडकषेऽस्मि
न्ननुमवमुपयाते भाति न खेतमेव।।९।। શ્લોકાર્થ:- આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે- [સ્મિન સર્વષે ઘાનિ અનુમવન ઉ૫યાતે] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્યચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં [ નયશ્રી: ૧ ૩યતિ] નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, [પ્રમાણે સ્તન તિ] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે [] ૨] અને [નિક્ષેપવન ઉજિત યાતિ, ન વિવા:] નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. [ ક્રિમ સપરમ મિલE:] આથી અધિક શું કહીએ ? [ વૈતમ વ ન માલિ] દ્વત જ પ્રતિભાસિત થતું નથી.
ભાવાર્થ:- ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ, નયાદિ ભેદની તો વાત જ શી? શુદ્ધ અનુભવ થતાં વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
અહીં વિજ્ઞાનાતવાદી તથા વેદાંતી કહે છે કે-છેવટ પરમાર્થરૂપ તો અદ્વૈતનો જ અનુભવ થયો. એ જ અમારો મત છે; તમે વિશેષ શું કહ્યું? એનો ઉત્તર:- તમારા મનમાં સર્વથા અતિ માનવામાં આવે છે. જે સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમાનંદને પામે છે તેથી અનુભવ કરાવવા માટે “શુદ્ધ અનુભવમાં બૈત ભાસતું નથી” એમ કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુસ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી, અને વસ્તસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે; શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com