________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૧ આ સમ્યફદર્શન થયું.
હવે જ્યારે સમ્યકદર્શન થાય છે...નવના ભેદમાંથી એક ને ઉપાદેયપણે જાણો...નવના ભેદને હેય પણે જાણ્યા ત્યારે નવના ભેદો તો છેદેખાય છે-જણાય છે. વિકલ્પ તો છે તો કહે છે કે એ નવના ભેદમાંથી એકને જુદો કાઢયો એ સમ્યકદર્શનનો વિષય છે એટલે નવથી નિરપેક્ષ જીવતત્ત્વ સમ્યક્દર્શનનો વિષય છે. હવે એ જે નવ છે..ભેદો-પર્યાયના એ શુદ્ધાત્માથી નિરપેક્ષ છે. શુદ્ધાત્મા, નવથી નિરપેક્ષ અને આ નવ ભેદો શુદ્ધાત્માથી નિરપેક્ષ-રહિત છે. નવા છે ખરા! એને તું ભૂતાર્થનયથી જાણ એક-એકને...અભૂતાર્થનયે તો એ પરિણામી હતું-પર્યાય સાપેક્ષ (આત્મ) દ્રવ્ય હતું, હવે ઈ પર્યાયોને પણ દ્રવ્યથી નિરપેક્ષ સ-અહેતુક જાણ.-એમ (આચાર્યદેવ) કહે છે.
ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે”, એક ભાવપુર્ણ છે ને એક દ્રવ્યપુણ્ય છે. તેમ જ એ બન્ને પાપ છે–એમાં એક ભાવ પાપ છે ને એક દ્રવ્યપાપ છે.-અજીવપાપ-દ્રવ્યપાપ..ભાવ અને દ્રવ્ય (પણ) બે ભેદ છે. ભાવ પુણ્યનું ભાવપાપ છે આંહીયાં..એ જીવની બહિરમુખ પર્યાયમાં થાય છે...એનું નામ ભાવપુર્ણ ને ભાવપાપ છે. અને એમાં નિમિત્ત છે પુગલ-અજીવ એ દ્રવ્યપુણ્ય ને દ્રવ્યપાપ કહેવાય છે. હવે કહે છે કે ‘વિકારી થવાયોગ્ય’ અને ‘વિકાર કરનાર' આ બે શબ્દ છે. એનો શું અર્થ ? વિકારી થવાયોગ્ય એટલે એ પરિણામ આત્માથી થતા નથી આત્માથી નિરપેક્ષ છે. દ્રવ્ય છે તે પરિણામથી નિરપેક્ષ છે અને પરિણામ છે તે પોતાના શુદ્ધાત્માથી નિરપેક્ષ છે. (પરિણામ) સત્-અહેતુક છે-થવાયોગ્ય થાય છે, એનો કરનાર આત્મા નથી. એનો એ જાણનાર છે, પણ ઈ કેવી રીતે જાણે છે સમ્યક્દષ્ટિ? કે ઈ પરિણામ પરિણામથી થાય છે પરિણામશક્તિથી પરિણામ થાય છે...મારાથી એ પરિણામ થયા નથી. ભૂતકાળમાં થયા નહોતા-વર્તમાનમાં થતા નથી–ભવિષ્યમાં પુણ્ય-પાપનાં પરિણામ કદાચ બે-ચાર ભવ બાકી હોય તે આવશે....એ પરિણામનો હું કર્તા થઈશ નહીં એમ તે નિરપેક્ષ જાણે છે.
અને.(સાધક પોતે) આત્માને જાણતાં-જાણતાં એ પરિણામને જાણે છે કેમકે બારમી ગાથામાં સંધિ છે કે “વ્યવહાર જાણેલો પ્રયોજનવાન” કરેલો પ્રયોજનવાન નથી એટલે આંહીયાં પણ “કરવું” આવતું નથી. સમ્યકદર્શન થતાં એને કર્તા બુદ્ધિ રહેતી નથી.અને
જાણવું” છૂટતું નથી. જે જે પરિણામ આવે એને જાણે જ્ઞાન....જ્ઞાન કેમ જાણે? કે “સ્વય થાય છે ....મારાથી થાય છે તો “જાણપણું” ન રહ્યું અજ્ઞાન થઈ ગયું.
બારમી ગાથામાં “વ્યવહારનય. “ જાણેલો” પ્રયોજનવાન” લખ્યું છે કરેલો નહીં આદરેલો નહીં. ઈ જે સમ્યકદર્શન (અગિયારમી ગાથામાં) થયું પછી બારમી ગાથામાં લખ્યું એનો જ આંહી વધારે ખુલાસો છે (આ તેરમી ગાથામાં) ( જ્ઞાની) જાણે-થવાયોગ્ય થાય છે એમ જાણે. મારાથી થાય છે-આત્માથી થાય છે, આ પુણ્યને પાપનાં પરિણામ..આહા! તીવ્રકષાય-મંદકષાય, અવ્રતના અને વ્રતનાં ભાવ...એ મારાથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com