________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
પ્રવચન નં. ૧ થતાં નથી થવાયોગ્ય થાય છે.
અને..એને ભૂતાર્થનયે હું જોઉં છું, તો મારી અપેક્ષા વિના એ (પરિણામો) થાય છે માટે ભૂતાર્થનય છે. પરિણામ સ્વતંત્ર સ...અહેતુક છે...એની જન્મક્ષણ છે...ઉત્પાદ સત્ અને વ્યય સત્ છે એનાથી (સ્વતંત્રપણે) થાય છે...મારાથી નહીં.-એ “ક્ષણિક ઉપાદાન” સિદ્ધ કર્યું. “ક્ષણિક ઉપાદાન” કહો એટલે કોઈથી ન હોય, સ્વશક્તિને ક્ષણિક ઉપાદાન કહેવાય અને પરયોગને નિમિત્ત કહેવાય.આંહી ઉપાદાન કહ્યું એ “ક્ષણિક ઉપાદાન” ની સિદ્ધિ કરી એ સ્વતંત્ર-સત્-અહેતુક થઈ ગયો-એનું નામ ભૂતાર્થનય.
(શું કહ્યું?) જીવ પરિણમે છે ને જીવમાં ( પરિણામ) થાય છે તો તો અભૂતાર્થનય થઈ ગઈ...પુણ્ય-પાપનાં પરિણામ..એમ જ્ઞાની હવે જોતો નથી. અજ્ઞાની જેમ જુએ છે એમ ( જ્ઞાની) પરિણામને પણ જોતાં નથી..અજ્ઞાની, પરિણામ આત્માથી (-પોતાથી) થાય છે એમ જુએ છે (–માને છે.) જ્ઞાની, પરિણામ..પરિણામશક્તિથી (સ્વતંત્રપણે) થાય છે એમ જુએ છે (–માને છે )...બન્નેના પરિણામને જવાજવામાં બહુ ફેર છે. એટલે (સમ્યકષ્ટિ) પરિણામને ભૂતાર્થનયથી જાણે છે ને (આત્મ) દ્રવ્યને ભૂતાર્થનયથી જાણી લીધું છે.
(આશ્ચર્ય તો જુઓ!) અજ્ઞાની કહે છે કે મારાથી થાય છે, જ્ઞાની કહે છે કે એ પરિણામ એનાથી થાય છે. એ પુણ્ય-પાપ જે થાય છે એને ભૂતાર્થનયથી જાણ..એમ આ ક્ષણિક ઉપાદાન' કહ્યું. કેમ કે આ પુણ્ય-પાપનાં પરિણામ છે એ તો સ્વાંગ છે, આત્માનો સ્વ-ભાવ નથી...એ વિભાવભાવ છે તે અગુરુલઘુગુણની માફક એ સ્વભાવપર્યાય નથી... એટલે વિભાવપર્યાય છે-વિકાર છે. તો એમાં નિમિત્ત પણ હોય...તો નિમિત્ત કોણ? કર્મનો ઉદય એમાં નિમિત્ત કર્યા છે. જુનાં કર્મને નિમિત્ત લેવાં નવાં કર્મ નહીં.
કેમ કે (જ્ઞાનીને) નવાં કર્મની હારે સંધિ તૂટી ગઈ છે અને જૂનાં કર્મ પણ ખરવા (-નિર્જરવા) માટે આવે છે-નિર્જરા થાય છે-નિર્યો થકો નિર્જરે છે તે હવે બંધાતો નથી. આહા..હા! પુણ્ય-પાપના પરિણામ હો? સાધકને...અને..ચોથા ગુણસ્થાને...છઠે તો એકલા પુણ્યના પરિણામ એ સમ્યકદર્શન થયું છે ને તો સમ્યક્દષ્ટિની વાત કરી. એક ભાવ ને દ્રવ્ય, એમ બેની વાત કરી, “આસ્રવ થવાયોગ્ય અને આસવ કરનાર”-
મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ.....( જ્ઞાનીને) મિથ્યાત્વ તો હવે છે નહીં. અવત-કષાય ને યોગ છે. એને ભૂતાર્થનયથી જાણે છે કે એ તો) એનાથી થાય છે, અને એમાં નિમિત્ત જૂનાં કર્મો છે. એ બન્ને આસ્રવ છે. આન્સવમાં ભાવ આસ્રવ અને દ્રવ્યઆસ્રવ...દ્રવ્યઆસવ નવાં કર્મ આવે ઈ દ્રવ્યઆસ્રવ નહીં, એ જૂનાં (કર્મ) નો ઉદય આવે છે એને દ્રવ્યઆસ્રવ કહેવાય, નિમિત્તપણે...એ જૂનાં કર્મ નિમિત્ત અને આ નૈમિત્તિક થાય છે. નવાં કર્મની હારે હવે કોઈ સંબંધ રહ્યો નહીં. આસ્રવબંધમાં પણ ( નિમિત્તપણે) જૂનાં કર્મ લીધાં, સંવર-નિર્જરા ને મોક્ષમાં તો જૂનાં કર્મની નિર્જરા લાગૂ પડે-દ્રવ્યનિર્જરા થાય જૂનાંની...એમાં તો નવાં (કર્મનો) પ્રશ્ન જ નથી..જુઓ મર્મની વાત. કે સંવરને નિર્જરાના પરિણામ થાય, એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com