________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩)
પ્રવચન નં. ૨ પૂરો થઈ ગયો ઉપર...ઓલો નિરપેક્ષજ્ઞાનનો વિષય કહ્યો 'તો ને પર્યાયનો એ પૂરો થઈ ગયો ને પાછો સમ્યકદર્શનનો વિષય આવ્યો....નવમાં એક આત્મા જ ભૂતાર્થ છે એટલી વાત અનાદિકાળનાં એકતાબુદ્ધિવાળા જીવને..( આચાર્યદવે) ઉપદેશ આપ્યો...(ઉપદેશ ગ્રહણ કરીને ) એકતાબુદ્ધિવાળો અનાદિથી છે એ વિભક્ત થઈને સમ્યક્રદૃષ્ટિ થઈ જાય છે. હવે સમ્યક્રદૃષ્ટિ થયા પછી શું છે? ઉપરની જે વાત છે એમાં એકત્વબુદ્ધિવાળો મિથ્યાદષ્ટિ જીવ હતો...તેને સમજાવવા માટે વાત બધી કરી (અને ઉપાય બતાવ્યો કે) આ નવ તત્ત્વોમાંથી એક (આત્માને જુદો તારવીને) કાઢે તો તને સમ્યકદર્શન થશે. (એમ કહ્યું.) અનુભવ થશે...( એ ભૂતાર્થનથી) એક જ પ્રકાશમાન છે, નવ (ભેદ) દેખાતા નથી. તે સમ્યક્દર્શનનો વિષય કહ્યો..હવે સમ્યક્દર્શનની સાથે સમ્યકજ્ઞાન પણ તેજ સમયે પ્રગટ થાય છે. (પહેલા) તે બાહ્યદષ્ટિ-સ્થૂલદષ્ટિ-મિથ્યાદષ્ટિ હતો...હવે અંતરદૃષ્ટિ જેને પ્રગટ થઈ ગઈ છે-સાધક થયો હવે...એ સાધકની (અંતરદષ્ટિવાળાની) વાત કરે છે.
અંતરદૃષ્ટિથી જોઈએ તો”–ભેદજ્ઞાન થઈ ગયું...ઓલું ભેદજ્ઞાન કરાવવું હતું...હવે ભેદજ્ઞાન થઈ ગયું...ઓલામાં મિથ્યાષ્ટિને સમ્મદષ્ટિ બનાવવાનો ઉપદેશ હતો. હવે સમ્યક્દર્શન-સમ્યકજ્ઞાન પ્રગટ થઈ ગયું..એ અંતરદૃષ્ટિથી કેમ જુએ છે? એ વાત (હવે લ્ય છે.એ વાત પહેલા પારામાંય લીધી હતી. પર્યાયને કેમ જુએ છે?! ભૂતાર્થનયથી જુએ છે. એ આવ્યું હતું.
(એવી રીતે અંતરદૃષ્ટિથી જોઈએ તો:-) “જ્ઞાયકભાવ જીવ છે.” માં જીવપુગલના અનાદિ બંધ પર્યાય...આમાં જ્ઞાયકભાવ લીધો....જીવ ન લીધો (ન કીધો) કેમ કે જીવને અને પુદ્ગલને બંધ હોય...જ્ઞાયકને અને અજીવને બંધ ન હોય. શું કહ્યું? જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય એ બે વચ્ચે બંધ થાય..પણ જે જ્ઞાયકભાવ ત્રિકાળીશુદ્ધ આત્મા છેએને બંધ ન થાય....જીવદ્રવ્યમાં “ગુણપર્યાયવત્ દ્રવ્યમ્’ આવે છે.
એક જીવદ્રવ્ય છે...એક જીવતત્ત્વ છે. જીવદ્રવ્ય જે છે ને તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. એમાં બધું છે-શુદ્ધ-અશુદ્ધ પર્યાયનો પિંડ તેને જીવ દ્રવ્ય કહે છે. બધુંય-દ્રવ્ય-ગુણ-પર્યાય બધુંય અંદરમાં છે. સમજી ગયા ? તો (જીવદ્રવ્યમાં) બધું છે એમાં..એ સામાન્ય-વિશેષ આખો આત્મા આખો પદાર્થ...(છે.) અને જીવતત્ત્વ તે જ્ઞાયકતત્ત્વ છે, એ...એકલું સામાન્ય... ઓલું (જીવદ્રવ્ય) બેય-સામાન્ય-વિશેષ બેય..આ જીવતત્ત્વ એકલું પર્યાયથી રહિત...એકલું સામાન્ય તત્ત્વ...જ્ઞાયકતત્ત્વ પર્યાયથી રહિત અને જીવ દ્રવ્ય પર્યાયથી સહિત...( શું કહ્યું ?) જીવદ્રવ્ય, પર્યાયથી સહિત એમ. જીવદ્રવ્ય પર્યાયથી સહિત અને જીવતત્ત્વ જ્ઞાયકભાવ પર્યાયથી રહિત..( શ્રોતા:) આમાં તો ગોટાળો થાય (ઉત્તર) કાંઈ ગોટાળો ન થાય, ભાઈ? ચોખ્યું છે ચોખું!
છ દ્રવ્ય છે ને! (વિશ્વમાં) તો એ છ દ્રવ્યમાંથી કોઈ પણ એક જીવદ્રવ્ય લ્યો, તો તમે જીવદ્રવ્યની કોઈપણ પર્યાય તમે એમાંથી કાઢી ન શકો. મિથ્યાત્વની પર્યાય જો બાદ કરો તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com