________________
|
31
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ જીવદ્રવ્યનો નાશ થઈ જાય. તો તો (પર્યાય વિના) પદાર્થની જ સિદ્ધિ ન થાય. અને જો પર્યાયને ઉપાદેય માનો તો મિથ્યાદષ્ટિ રહી જાઓ..જીવદ્રવ્ય ઉપાદેય નથી. જીવદ્રવ્યને પ્રમાણજ્ઞાનનો વિષય જાણવો. જીવદ્રવ્ય, મોસંબીના સ્થાને છે (જ્ઞય છે.) તો મોસંબી (આખી) ખવાય નહીં, (પરંતુ, તેમાંથી રસ લેવાય. જેમ મોસંબીમાંથી રસ ખેંચ્યો, એમ જીવદ્રવ્યમાંથી જીવતત્ત્વ ખેંચવું જોઈએ....જીવમાંથી જીવ ખેંચવો જોઈએ-જીવ (દ્રવ્ય) થી જીવ (તત્ત્વનું) ભેદજ્ઞાન...જીવદ્રવ્ય અને જીવતત્ત્વ.. (સમજાણું?) જીવતત્ત્વમાં એકલું સામાન્ય.. અનાદિ-અનંત ધ્રુવ પરમાત્મા અનંતગુણનો પિંડ એમાં આ રાગાદિની પર્યાય નહીં, સમજી ગયા? જ્ઞાયકભાવ એક જીવદ્રવ્યમાં તો (એક ) અનેકપણું (સાથે) આવે. પર્યાય (સહિત) આ તો એક-એકાકાર-એક ( જ્ઞાયકભાવ).
તો પણ જીવદ્રવ્યના સ્વભાવની સમીપે આવે, ત્યારે સમજવું કે ત્રિકાળીની વાત છે. આંહીં પણ...“જીવદ્રવ્ય સ્વભાવની સમીપે જઈને.' આંહીયાં ભલેને જ્ઞાયકભાવ લખ્યો ન હોય, તો પણ સમજવું કે આ ત્રિકાળસ્વભાવ કહ્યો છે. આહિસ્તા આહિસ્તા સબ સમજ મેં આ જાયેગા...ગભરાના નહીં.ગભરાના મત. (શ્રોતા:) સમજ મેં આતા હૈ. (ઉત્તર:) જીવદ્રવ્ય એક, એમાંથી જ્ઞાયકભાવ જુદો કાઢીને હવે વાત ચાલે છે. પહેલાં જીવદ્રવ્યની વાત ચાલતી હતી. પહેલાં ખીચડીની વાત ચાલતી હતી હવે અત્યારે મગની દાળ અને ચોખા જુદા જુદા કરીને વાત ચાલે છે. હવે સમજમાં આવ્યું કે નહીં ? અધ્યાત્મનો વિષય એકલો છે.આ વાત દિગમ્બરોયમાંય ચાલતી નથી..(શ્રોતાઃ) આપને જીવદ્રવ્ય ઔર જીવતત્ત્વ અલગ અલગ કિયા દોનોં એક નહીં હૈ. (ઉત્તર) હા, એવું છે. જીવદ્રવ્ય નિત્યાનિત્યનો પિંડ એને જીવદ્રવ્ય કહેવાય અને જીવતત્ત્વ તો એકલો નિત્ય છે. એમાં અનિત્ય આવતું ય નથી.
એવી રીતે અંતરદૃષ્ટિથી જોઈએ તો જ્ઞાયકભાવ જીવ છે..” અંતરદૃષ્ટિથી એનો અનુભવ કરીને જોયું તો જ્ઞાયકભાવ જીવ છે. તે ઉપાદેય તત્ત્વ છે. દષ્ટિનો વિષય છે જે શુદ્ધનયનો વિષય (-ધ્યય) છે. હવે એની સાથે....જ્ઞાનની વાત કરે છે. એમાં તો અભૂતાર્થ જ કહ્યું હતું. નવ પર્યાય છે જ નહીં. ત્યાં તો એકલો દૃષ્ટિનો વિષય જ આપવો હતો ત્યાં તો ૧૧ મી ગાથામાં) હવે, દષ્ટિની સાથે જ્ઞાન પ્રગટ થાય છે એ પરિણામને (સાધક-સમ્યક્રદૃષ્ટિ) કેવી રીતે જાણે છે? જેમ ઉપરમાં પણ નવને.ભૂતાર્થનયે જાણતાં સમ્યકદર્શન થાય...એ મૂળ વાત રાખીને...ભગવાન (આચાર્યદવ ) હવે ફરીથી જ્ઞાનનો વિષય હ્યું છે. બેન!
હવે જ્ઞાનનો વિષય શરૂ થાય છે. જ્ઞાયકભાવ જીવ છે, અને જીવના વિકારનો( વિકારનો) એટલે વિશેષ કાર્યનો હેતુ...એટલે જીવ આ વિકારને કરે છે એમ નહીં. પણ...એ જીવના વિકારો છે. એક જીવના વિકારો છે ને એક અજીવના વિકારો છે.-બેય વિકારો જુદાજુદા છે. વિકાર એટલે રાગ-દ્વેષ નહીં (અહીં વિકાર એટલે) વિશેષ કાર્ય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com