________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર
પ્રવચન નં. ૨ પર્યાયમાં કાર્ય થાય છે. જીવ તત્ત્વમાં કાર્ય નથી થતું એ કૂટસ્થ હોય છે–નિષ્ક્રિય, જીવ ધ્રુવતત્ત્વ છે ને એ નિષ્ક્રિય, (તેમાં) ક્રિયા થતી નથી (–પારિણામિકભાવ છે.) અને પરિણામમાં ક્રિયા થાય છે. તો એમાં જીવના વિકારનો (હેતુ અજીવ છે.) આ સાપેક્ષ લીધું જીવના વિકારો લીધા. જીવના વિકારનો હેતુ અજીવ છે. નિમિત્ત બતાવ્યું.-એક ત્રિકાળી ઉપાદાન બતાવ્યું, વિકાર-ક્ષણિક ઉપાદાન બતાવ્યું, અને નિમિત્ત-બીજું કર્મ છે અજીવ (બતાવ્યું)-(આમાં) ત્રણ વાત મૂકી દીધી. જીવના...વિકારનો હેતુ-જીવ એટલે ત્રિકાળી સામાન્ય...એનાં વિશેષ કાર્યો થાય છે પર્યાયમાં-પર્યાયમાં કાર્ય થાય છે? કે: હા, થાય છે. કાર્ય થાય છે તો (એનો) હેતુ કોણ? કે-અજીવ...બસ !
જીવના...વિકારનો..હેતુ એમાં બધું આવી ગયું...! સંક્ષેપ રુચિવાળાને તો બધો ખ્યાલ આવી ગયો ! એ વિકારમાં નવેય (તત્ત્વો પર્યાયના) લઈ લીધા-વિકારમાં બધાય લઈ લીધા. હવે એક-એકની વાત ખોલે છે કે કયા-કયા પ્રકારના વિશેષ કાર્યો થાય છે જીવના પરિણામમાં..એવા એનાં (કાર્ય પ્રમાણેના) નામ જુદા જુદા આપે છે. વિકાર કહીને સામાન્યસમુચ્ચય કહી દીધું, એનો હેતુ અજીવ કહી દીધું...
વળી “પુણ્ય, પાપ, આસવ, સંવ૨, નિર્જરા, બંધ અને મોક્ષ-એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે.” ધ્યાન રાખજો ! એ જીવ નથી. એવા તો કેવળ જીવના વિકારો છે. -વિશેષ કાર્યો છે. એ જ પુણ્ય, પાપ, આસ્રવ, બંધ સંવર, નિર્જરા ભિન્ન ભિન્ન લક્ષણ છે. આ જે લક્ષણ છે એ તો જીવનું લક્ષણ નથી. એ તો પરિણામનાં લક્ષણ દેખાયા છે. એને માની લીધા જીવના લક્ષણ....જીવ પુષ્યવાળો છે પાપવાળો છે એવું છે જ નહીં. એ તો પર્યાયનું લક્ષણ બતાવ્યું છે. પર્યાયનું લક્ષણ તું જીવમાં ખતવી દે તો તે ખોટું થઈ ગયુંતને દોષ લાગી ગયો...તારી ભૂલ છે. (શ્રોતા ) એ તો વિકારના લક્ષણ છે, જીવનું લક્ષણ નથી. (ઉત્તર) એ તો વિકારનું લક્ષણ છે જીવનું લક્ષણ નથી. જીવના વિકારના આ બધા લક્ષણો છે. જીવના લક્ષણ નથી...
આહાહા! આ તો કોઈ શાસ્ત્ર છે! જંગલમાં રહીને કેવું કાર્ય કર્યું અને જ્ઞાનમાં કેટલું આવ્યું હશે? ઘણું આવ્યું હશે! એમાંથી આ થોડું લખાણું. જેટલું અનુભવમાં આવે તેટલું તો લખી શકાય નહીં. એમની વિદ્વતા ઉપર આપણું મસ્તક નમી જાય. શાસ્ત્રમાં ગૂંથણી કરી છે બરાબર.
વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ..જેમનાં..લક્ષણ છે” કેનાં લક્ષણ છે? વિકારના, વિકારના લક્ષણ છે-જીવના નહીં. એ જીવનાં લક્ષણ નથી. જીવનું લક્ષણ, પુષ્ય, પાપ હોય તો ખલાસ થઈ ગયું....તો તો આત્મા અજીવ થઈ ગયો! એવું છે નહીં, જીવનું લક્ષણ તો ચેતના છે...ઉપયોગ લક્ષણ છે...જ્ઞાન લક્ષણ છે. પુણ્ય-પાપ લક્ષણ જીવનું છે? ( શ્રોતા:) નહીં. (ઉત્તર) પુણ્ય-પાપ લક્ષણ જીવને પ્રસિદ્ધ કરતા નથી, જ્ઞાન લક્ષણ પ્રસિદ્ધ કરે છે. પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com