________________
૩૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ મોક્ષ એ વિકારને પ્રસિદ્ધ કરે છે, જીવને પ્રસિદ્ધ કરતા નથી. મોક્ષની પર્યાય વિકારને પ્રસિદ્ધ કરે છે, જીવને ( એક જ્ઞાયકભાવને) નહીં..સાંભળજો બધાં...સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં જે પરિણામ પ્રગટ થાય છે એ જીવને પ્રસિદ્ધ નથી કરતાં..એ જીવનાં વિકારને પ્રસિદ્ધ કરે છે. આહા..! (શ્રોતા:) વો તો વિકારકા હી લક્ષણ હું ને!? તો લક્ષણ, લક્ષ્યકો હી પ્રસિદ્ધ કરેગા....(ઉત્તર) એ લક્ષણનું લક્ષ્ય વિકાર છે અને પ્રસિદ્ધ કરે કે નહીં! જીવને પ્રસિદ્ધ નથી કરતા (એ લક્ષણો) જીવ તો એક જ્ઞાયકભાવ છે. જ્ઞાયક...વો તો જ્ઞાયકલક્ષણવાલા જીવ હૈ. પુણ્ય-પાપ વો તો ઉસકા લક્ષણ હી નહીં હૈ જ્ઞાયકકા..(શ્રોતાઃ) જે જેનું લક્ષણ હોય એને જ પ્રસિદ્ધ કરે ને!?
હવે આંહીયાં તો આટલું આવે છે વાં કેટલું આવશે એ ખબર નથી...કદાચ ઓછું ય પણ આવે એમે ય બને! કદાચ વધારે પણ આવે...અહીયાં તો ખૂબ આવે છે. ઓહોહો! આમાં લખેલું છે–ચોખ્ખું લખેલું છે-જેમનાં લક્ષણ એટલે વિકારના લક્ષણ છે. જીવનું લક્ષણ નથી. (શ્રોતા:) જિસકા લક્ષણ હૈ ઉસીકો પ્રસિદ્ધ કરતા હૈ..( ઉત્તર:) હાં...પુણ્ય-પાપ કોને પ્રસિદ્ધ કરે? જીવને કે વિકારને ? ( શ્રોતા:) વિકારને...(ઉત્તર) એ અજીવનો વિકાર નથી... જીવનો વિકાર છે જીવનું જ કાર્ય (વિશેષ કાર્ય) છે. –જીવનું વિશેષ કાર્ય છે અજીવનું વિશેષ કાર્ય તો હજી બાકી છે (કહેવાનું).જીવના પરિણામ છે ઈ (બધાય ) પણ જીવ નથી. જીવનું લક્ષણ પણ નથી. એ વિકારના લક્ષણ છે બધા...પણ શબ્દ વાપર્યા છે શું? “કે જીવનમાં વિકારો...અજીવના વિકારો જુદા બતાવશે ને આ જીવના વિકારો વિશેષ કાર્ય થાય છે બેય ઠેકાણે વિશેષ કાર્ય થાય છે.
ભાઈ !.બહુ શાંતિથી..ધીરજથી મધ્યસ્થ થઈને...જે જ્ઞાની જ્યાં જે સમજાવવા માગતા હોય તે સમજવું જોઈએ..પરિણામ છે...વિકાર થાય છે બે જગ્યાએ થાય છે. (શ્રોતા ) અહીં પુ લના પરિણામ નથી કહેવા...(ઉત્તર) નહીં...પુદગલના પરિણામ આ નથી. જીવના (વિકાર) પરિણામ છે...પુદગલના પરિણામ જુદા છે એનાથી...જીવના પરિણામથી પુગલના પરિણામ જુદા છે. એ બતાવશે (-કહેશે આચાર્યદેવ) હમણાં. અહીંયા આ અજીવના કે પુદ્ગલના પરિણામ નથી. મેં વાત કરી કે દષ્ટિપૂર્વક જ્ઞાન થાય છે, તે હવે જ્ઞાનનો વિષય શરૂ થાય છે... જાણવાનો વિષય છે, ઉપાદેય નથી.
ઓહો ! “સમયસાર લગે હમકો પ્યારા..આજે સમયસારની ભક્તિ બોલજો...આ પૂરું થઈ જાય ને..બહુ સારી ભક્તિ છે સમયસારની..નહીં સાંભળી હોય તમે..આજ સાંભળજો બહુ સરસ છે.
ઓહો ! એવું સમયસાર છે...સમયસાર એટલે શુદ્ધાત્માએ શુદ્ધાત્માને બતાવનાર એ આ સમયસાર ( ગ્રંથાધિરાજ) છે. સમયસાર બે પ્રકારના (સમજવાના છે) એક નિશ્ચય ને એક વ્યવહાર..એક સમયસાર તો ઈધર સબકે [ભીતર] હૈ, ઉસકો દિખાનેવાલા ભી સમયસાર” ચાહિએ.પ્રવચનસાર નહીં. સમયસારકો બતાનેવાલા હી સમયસાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com