________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
પ્રવચન નં. ૨ ચાહિએ..પ્રવચનસાર નહીં..ઔર નિયમસાર બતાતા હૈ નિશ્ચય રત્નત્રયકો...વો એક શુદ્ધઆત્માકો બતાનેવાલા સમયસાર હી હૈ. (શ્રોતા ) સમયસાર કા અર્થ-જ્ઞાન કો ભી સમયસાર કહા હૈ ન? (ઉત્તર) હા, એક જ્ઞાનસમય, શબ્દસમય, કાલસમય ઐસા સમય આતા હૈ...સમયકા બહુત અર્થ હોતા હૈ. (આંહી) સમયસાર એટલે શુદ્ધઆત્મા,...અને આ શુદ્ધાત્માને બતાવનાર આ સમયસાર શાસ્ત્ર.બસ એટલું જ લેવું (–સમજવું) આંહી આટલી જ વાત છે. પેલી જાણવાની વાત અત્યારે નથી. નહિ તો..વિષયથી વિષયાંતર થઈ જશે... અત્યારે તો આ વાત ચાલે છે..ભૈયા, ઉપયોગ તો ચાલે છે ને, તો ત્યાં જ ચાલે છે અત્યારે જ્ઞાનસમય-શબ્દસમય મને યાદ જ નથી આવતા. છે બધું છે આમાં જ છે. (શ્રોતાઃ) એ બાદમાં (ઉત્તર:) એ વાત પછી (જાણવાની છે.)
ઓહો! આ જીવના વિકાર...આહા..વિકારો છે. “જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે” –જીવના વિકારના લક્ષણો આ બધાં તમને બતાવ્યાં, જુદા-જુદા લક્ષણો કે જે છે. વિકાર જુદાં જુદાં તો (દરેકના) લક્ષણ પણ જુદા જુદા (છે). એક વિકારનું લક્ષણ બંધ ને એક વિકારનું લક્ષણ મોક્ષ એમ નથી....એક વિકારનું લક્ષણ બંધ અને બીજા વિકારનું લક્ષણ મોક્ષ..બેય વિકાર જુદાં છે-વિશેષકાર્ય જુદાં જુદાં છે. વિકારો બધાંય સામાન્ય કોટિમાં લીધા.પણ લક્ષણ બધાયના જુદાં જુદાં છે. શુદ્ધપર્યાયનું લક્ષણ જુદું.અશુદ્ધપર્યાયનું લક્ષણ જુદું છે. વિકાર કોમન લીધાં.લક્ષણ (દરેક વિકારના) જુદાં-જુદાં (છે.)
“જીવના વિકારના હેતુ” –હેતુ એટલે નિમિત્ત કારણ કોણ છે? નિમિત્ત કારણની વાત કરે છે. હવે અજીવના વિકારો આવશે..જીવના વિકારો કહી દીધા. જીવના વિકાર (પહેલાં) કહ્યા હવે અજીવના વિકારો (કહેશે.) કેમ કે જીવના વિકાર કેમ કહ્યા? જીવના વિકાર કહેવાનું કારણ પણ ઈ છે કે આ જે પર્યાયો છે એવભાવિક પર્યાયો છે-વિભાવ છે. માટે એમાં નિમિત્ત હોવું જોઈએ બીજું..(એથી) નિમિત્તનું જ્ઞાન કરાવે છે. નિમિત્ત કોણ છે એ બતાવે છે. નહિં તો સ્વભાવ થઈ જાય અગુરુલઘુની પર્યાય...એ જીવનો વિકાર છે સમજી ગ્યા? પણ એ વિકારનો હેતુ કોઈ નથી, કેમકે એ સ્વાભાવિકપર્યાય છે. અસ્તિત્વ નામનો ગુણ.એની પર્યાય શુદ્ધ..એ વિકાર છે (વિશેષ કાર્ય છે) પણ એનો હેતુ (નિમિત્તકારણ) બીજો કોઈ નથી...કેમકે એ વૈભાવિકપર્યાય નથી.. સ્વાભાવિકપર્યાય છે. આ નવેય ભેદ વૈભાવિક પર્યાયો છે. ઓલી સ્વભાવપર્યાય છે ભાઈ ! એ નૈમિત્તિક નથી..આ નવેય ભેદ નૈમિત્તિક છે. નૈમિત્તિકમાં. નિમિત્તની અપેક્ષા આવે..સ્વાભાવિક-પર્યાયમાં-અગુરુલઘુગુણની પર્યાયમાં કોઈ નિમિત્ત ન હોય...એ અશુદ્ધપરિણામિક છે નવેય તેથી એમાં નિમિત્ત છે. અને અગુરુલઘુગુણની પર્યાય પર્યાયાર્થિકનયનો શુદ્ધપરિણામિક છે તેથી અગુરુલઘુગુણની પર્યાયમાં...નિમિત્ત નહોય. (ઓહોહો હો !) કેટલું ક યાદ રાખવું ગુરુદેવશ્રી કહે આમાં?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com