________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૯ વાત) બે-ચાર વાર કહીએ ને એટલે...ખ્યાલ આવી જાય. અનિત્યમાં નિત્ય ન હોય, નિત્યાનિત્ય વસ્તુ છે“ગુણપર્યાયવત્ દ્રવ્ય” એમાં ભગવાન આત્મા બિરાજમાન છે. પણ
આ પર્યાયમાં આત્મા ક્યાં છે? પર્યાય તો ક્ષણભંગૂર-નાશ થાય છે (સમયે-સમયે )...નાશ (વાન) તત્ત્વમાં અવિનાશી તત્ત્વ ન હોય..આહાહા ! જૈનતત્ત્વ ગૂઢ ઘણું.
એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને ” એક વિશેષણ લગાવ્યું...“એક ' વિશેષણનો ખુલાસો ઈબ્દોપદેશમાં સારો આવ્યો છે. (શું કહ્યું છે?) પૂર્વાપર પર્યાયની વચ્ચે રહેલો અન્વય જે ધ્રુવ એનું અપર (નામ) એક, એકાગ્રનો અર્થ કર્યો છે એક નો આ અર્થ કર્યો છે ને અગ્રનો અર્થ કર્યો છે અગ્ર એટલે આત્મા-એક એટલે પૂર્વાપર પર્યાયની વચ્ચમાં રહેલો-મધ્યમાં રહેલો (અન્વય) રૂપ એ “એક” છે. એક ઉપાદેય છે અને એક ને અગ્ર કરો તો એનું નામ આત્મા છે એમ....બાકી ગૌણ થઈ ગયું. પૂર્વાપર પર્યાય છે એ ગૌણ થઈ ગઈ..એમાં “એક આત્મા” બસ ! “એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને”, સ્વભાવ એટલે ત્રિકાળી સ્વભાવ...પરિણામિક સ્વભાવ-નિત્ય સ્વભાવ ધ્રુવસ્વભાવ અવિનાશી સ્વભાવ-નિત્યનિરાવરણ સ્વભાવ-નિત્યાનંદ સ્વભાવ..એની સમીપ જઈને-એની નજદિક જઈને (ઓહોહો !) એની નજીક જ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે. આહાહા ! આ નવેય તત્ત્વો દેખાતા નથી..અભેદમાં ભેદ દેખાતો નથી.
અભેદમાં ભેદ ન દેખાય ત્યારે અભેદ દેખાય...અભેદને જાણતાં પાછો ભેદ જ દેખાયા કરે...તો અભેદ નહીં દેખાય, પર્યાયાર્થિકચક્ષુ સર્વથા બંધ કરવી પડશે..એનું લક્ષ જ છૂટી જાય છે..પર્યાયો છે પણ પર્યાયનું લક્ષ છૂટી જાય છે લોકો સમજતા નથી..(અને કહેવા માંડે) કે પર્યાયને ઉડાડે છે!? તો કે-ના...પર્યાયનું લક્ષ છૂટી જાય છે...પર્યાય તો છે, ઉત્પાદ-વ્યયની કોણ ના પાડે છે! પર્યાય તો છે; પણ ઉત્પાદ-વ્યયનું લક્ષ છૂટી જાય છે...પર્યાયના ભેદો પરથી લક્ષ છૂટીને અભેદ ઉપર આખો ઉપયોગ ચાલ્યો જાય છે. વિશેષનું લક્ષ છોડીને..સામાન્ય ઉપર લક્ષ જાય છે. હવે, સામાન્યને જાણનાર વિશેષ અને વિશેષનું લક્ષ સામાન્ય ઉપર છે. વિશેષનું લક્ષ વિશેષ ઉપર નહીં...લક્ષણનું પણ લક્ષ નથી. ઉપયોગનું પણ લક્ષ નથી..પણ એનું-ઉપયોગનું લક્ષ તો ત્રિકાળી ઉપર જાય છે...એનું નામ શુદ્ધ ઉપયોગ છે. ઉપયોગ વિષય કરે છે આત્માને (ધ્રુવને) ઉપયોગ ઉપયોગનો વિષય નથી. ઉપયોગનો વિષય ત્રિકાળી (ધ્રુવજ્ઞાયક-એકભાવ) છે. તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, (કૌંસ કર્યો છે સરસ જુઓ!) “જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી.” નવ તત્ત્વો એમાં (એકાકારમાં) નથી. નવ તત્ત્વ નવ તત્ત્વમાં ભલે હો હો હો હો !..મારામાં નવ તત્ત્વો નથી. પ્રમત્ત-અપ્રમત્ત મારામાં નથી. પર્યાય મારામાં નથીબંધ-મોક્ષ મારામાં નથી.
“તેથી આ નવ તત્ત્વોમાં”.આવ્યું ને! આ નવ તત્ત્વોમાં..ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે.” –આ સમ્યકદર્શનનો વિષય પાછો આવ્યો..ઓલો-જ્ઞાનનો વિષય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com