________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
પ્રવચન નં. ૨
કાઢવો જોઈએ ને આત્મા! એમ...બરાબર સમજાણું? (અભેદ-ઉપચાર) કહેવાનો હેતુ છે સમ્યક્દર્શનનો..આંહી નવ તત્ત્વોનું ભૂતાર્થનયે જાણે સમ્યક્રદર્શન જ છે એમ કહ્યુંતત્ત્વાર્થસૂત્રમાં નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્રદર્શન છે એ કહ્યું એ અભેદ-ઉપચારથી છે. તત્ત્વાર્થસૂત્રમાં જે કહ્યું એ-પણ મુનિરાજ ભાવલિંગી સંતનું કથન છે. સમ્યકદર્શન...કેમ થાય? કે જીવાદિ નવતત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યદર્શન....જીવાદિ નવ તત્ત્વોને શ્રદ્ધાન તે સમ્યકદર્શન... (આ જે કથન છે તે) અભેદ-ઉપચારથી કહ્યું છે. એ નિશ્ચય સમ્યક્દર્શનની વાત નથી. સમ્યક્દર્શનના નિમિત્તની વાત છે એટલે વ્યવહારે એ સૂત્રે ય સાચું છે. કેટલીક વાત એવી ગૂઢ મૂકેલી હોય છે કે ( એનો ભાવ) કાઢનારો કાઢી શકે-જેમ બળુકી બાઈ હોય ઈ (ગાય કે ભેંસના) આવમાંથી દૂધ કાઢી શકે એમ ! એમ આ બધા ગૂઢ...મંત્રો છે એમાંથી (રહસ્ય ) કાઢવું જોઈએ.
અભેદ-ઉપચાર' છે એ માર્મિક વાત છે. એકલા પરિણામ તે નિમિત્ત ન થાય સમ્યક્દર્શનમાં કેમ કે પરિણામમાં આત્મા જ નથી. પરિણામીમાં અપરિણામી છે. પરિણામમાં..અપરિણામી છે? ના.પરિણામ લ્યો એકસમયનો-ઉત્પાદ–વ્યય, ઉત્પાદ-વ્યય એમાં ધ્રુવ ક્યાં છે? (નથી.) “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્” એમાં ધ્રુવ છે. થોડો અભ્યાસ હોય ને તો સમજાય ને બહુ મઝા આવે.ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય સત્ કહ્યું છે ને? (ઉત્તર) હાં, એમાંથી ધ્રુવ કાઢવો જોઈએ. ઉત્પાદ-વ્યય..માં ધ્રુવ નથી..ઉત્પાદ-વ્યય તો ધ્રુવ નથી...ઉત્પાદ કે વ્યયમાં ધ્રુવ નથી...ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ એમાં ધ્રુવ છે. (શ્રોતા:) પરિણામીમાં અપરિણામી છે. (ઉત્તર) પરિણામમાં અપરિણામી હોય, પરિણામમાં-નાશવાનપરિણામ, એમાં અવિનાશી તત્ત્વ હોય? નિત્યાનિત્યમાં નિત્ય હોય..અનિત્યમાં નિત્ય ન હોય. નિત્યાનિત્યમાંથી નિત્ય નીકળે...( આહાહા ! જુઓ તો ખરા !) ન બેસે તો પૂછવું મને !
(જુઓ!) પ્રમાણની બહાર જાવું નહીં કેમકે પ્રમાણની બહાર તો તમારો આત્મા છે જ નહીં.પ્રમાણમાં આત્મા છે...અને પ્રમાણમાં...અટકવું નહીં. એમાંથી (પોતાને) ખેંચી લેવો એમ....નવ તત્ત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. નવ તત્ત્વોમાં...છુપાયેલી આત્મજ્યોતિ છે એ અભેદ-ઉપચાર બતાવે છે. નવ તત્ત્વોમાં છુપાયેલી કહ્યું ને! અભેદ-ઉપચાર આવ્યો કે નહીં? પરિણામી એમ! આહાહા ! (શ્રોતા ) યુક્ત નું રહસ્ય સારું છે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્. ઉત્પાદ-વ્યયમાં ધ્રુવ નથી. બરાબર (ઉત્તર) અનિત્યમાં નિત્ય ક્યાંથી હોય...નિત્યાનિત્યમાં નિત્ય છે. નિત્યાનિત્ય જોઈએ પ્રમાણનો વિષય...અનિત્ય, વ્યવહારનો વિષય છે. પ્રમાણનો વિષય નથી અનિત્ય...બેન? અનિત્યપર્યાય છે એ વ્યવહારનયનો વિષય છે પ્રમાણનો વિષય નથી.-પ્રમાણમાં તો બે અંશ આવવા જોઈએ નિત્ય અને અનિત્ય, બેય-(શ્રોતા ) સહી હૈ, નિત્યાનિત્યમાં નિત્ય રહેલું છે. (ઉત્તર:) હા..માટે અભેદ-ઉપચાર એ બરાબર છે. બેસી જાય હોં ! આમ (એકની એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com