________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૯૪
પ્રવચન નં. ૮ કરીશમાં, નહીંતર ઘોર-અપાર સંસારમાં રખડીશ. પુણ્ય-પાપમાં ભેદ કરે તો શું થાય છે? તો તેને પુણ્ય ઉપાદેય અને પાપ તૈય થઈ જાય છે. ભેદ કરે તો એમ થયા વગર રહે જ નહીં. હવે ભેદ ન કરે અને અભેદ કરે કે-એ બન્ને પાપ જ છે તો બન્ને ભાગ હેય થઈ જાય અને આત્મા ઉપાદેય થઈ જાય. પુણ્ય-પાપમાં ભેદ પાડો તો...એક ઉપાદેય અને એક ય. એક ઠીક અને એક અઠીક થયા વિના રહે જ નહીં.
66
આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર ” એ આસવના ચાર પ્રકાર છે-મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ. હવે જે યોગ આસ્રવ છે તે સકષાયરૂપેય હોય અને અકષાયરૂપેય હોય. એટલે આસ્રવના ચાર ભેદ બરોબર છે. આસવમાં પુણ્ય-પાપ બન્ને આવી ગયા તો પછી પુણ્ય-પાપના બીજા બે ભેદ કેમ કર્યા? કેમકે પુણ્ય-પાપમાં યોગ નથી આવતો માટે પુણ્ય-પાપના ભેદ જુદા કર્યા તે બરોબર છે. અને નિયમસારમાં એજ આચાર્યે સાત તત્ત્વોમાં પુણ્ય-પાપને અંતર્ગભિત કરીને સમાવી દીધું. બાકી પુણ્ય-પાપને અને આસવને જુદા પાડવાનું આ એક કારણ છે. એક સકષાય યોગ અને એક અકષાય યોગ.
જેમ પુણ્યને આસ્રવ કહેવાય તેમ તેરમે ગુણસ્થાને પણ હજુ યોગ નામનો આસવ છે. ત્યાં પુણ્ય-પાપરૂપ કષાય નથી પરંતુ પુણ્ય-પાપ કષાય વગરનો પણ યોગ હોય છે. પુણ્યપાપ અને આસવમાં આટલો ભેદ હોવાથી બન્નેને જુદા પાડયાં.
આસ્રવ થવા યોગ્ય થાય છે–તેમાં જૂનાં કર્મ નિમિત્ત છે. નવાં કર્મ આવે તેને આંહીયાં દ્રવ્યઆસ્રવ નથી કીધું. તે લેવાય નહીં-કેમકે નવાં કર્મ હવે આવતા જ નથી. નવાં કર્મનું આવાગમન બંધ થઈ ગયું. કેમકે એણે નિશ્ચય અને વ્યવહાર બે નયે સ્વરૂપ જાણી લીધું એટલે સમ્યક્દર્શન થઈ ગયું. આ ગાથા સમ્યક્દર્શનની છે. તેથી સાધકને નવો બંધ-આસ્રવ થતો નથી.
સામાન્ય રીતે ભાવાસ્રવ હોય ત્યારે દ્રવ્યાસવ નવાં આવે. જેમ વહાણમાં કાણું પડયું હોયને પાણી આવે તેમ અહીંયા ન લેવું. અહીં તો જૂનાંકર્મ; અને તેના ઉદયમાં જોડાય છે એટલે તેને દ્રવ્યાસવ કહ્યાં. અહીંયા ભાવાસવ એટલે જૂનાંની સાથે સંબંધ છે તેને નવાંની સાથે કાંઈ સંબંધ નથી. સમ્યક્દષ્ટિને (દૃષ્ટિ અપેક્ષાએ ) નવો બંધ જ થતો નથી. સમ્યક્દષ્ટિને બંધ ન થાય.
“સંવરૂપ થવા યોગ્ય (સંવાર્ય) અને સંવ૨ ક૨ના૨ (સંવા૨૬) -એ બન્ને સંવ૨ છે.” સંવર કરનાર આત્મા કે સંવર કરનાર નિમિત્ત ? પુણ્ય-પાપમાં તો ઠીક સમજ્યા, જાણ્યું, માન્યું કે દ્રવ્ય પુણ્ય-પાપ નિમિત્ત કર્તા, પણ સંવર તો આત્મા જ કરે ને? નહીં, સંવરનો કરના૨ આત્મા નથી. સંવરની પર્યાય પણ થવાયોગ્ય થાય છે, તેના ઉપાદાનથી થાય છે. એટલે કે તેનાં કર્તા કર્મ પર્યાયમાં છે, પણ જૂનાં કર્મનો થોડો ઉદય-અનુદય છે તેને દ્રવ્ય સંવર કહ્યો છે. નવાં કર્મ આવતાં અટકી ગયા તેને અહીં દ્રવ્ય સંવર કહ્યું નથી. એ લાઈન અહીંયા નથી. કર્મનો અનુદય જેટલો રહ્યો તેટલો દ્રવ્ય સંવર થયો. અને અહીંયા શુદ્ધાત્માની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
k